________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૦૫ થાય છે. તેથી ક્ષાયોપથમિક ભાવમાં જ સમવતાર છે. એટલે આ સામાયિક અધ્યયન પણ શ્રુતવિશેષરૂપ હોવાથી તે જ ભાવમાં સમવતાર છે.
(૩) પ્રમાણોપક્રમ :- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચાર પ્રકારે છે. એમાં આ અધ્યયનશ્રુત જ્ઞાન વિશેષ તરીકે જીવપર્યાય હોવાથી જીવભાવ છે. એટલે ભાવપ્રમાણમાં સમવતરે છે.
પ્રશ્ન-૬૦૨ - ભાવપ્રમાણ પણ ત્રણ પ્રકારે છે (૧) ગુણ (૨) નય અને (૩) સંખ્યા પ્રમાણ ત્યાં સામાયિકનો સમવતાર શેમાં છે?
ઉત્તર-૬૦૨ – આ સામાયિક ગુણરૂપ હોવાથી ગુણ પ્રમાણમાં તેનો અવતાર થાય છે.
પ્રશ્ન-૬૦૩ – ગુણ પ્રમાણ પણ બે પ્રકારનું છે જીવગુણ પ્રમાણ અને અજીવગુણ પ્રમાણ એ બેમાંથી શેમાં સમવતાર કરશો?
ઉત્તર-૬૦૩ – જીવથી અનન્ય હોવાથી જીવગુણ પ્રમાણમાં તેનો સમવતાર થાય છે. પ્રશ્ન-૬૦૪ – જીવગુણ પણ ત્રણ પ્રકારનો છે (૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર તેમાં શેમાં સમવતાર છે?
ઉત્તર-૬૦૪ – બોધાત્મક હોવાથી જ્ઞાનગુણમાં સમવતાર છે.
પ્રશ્ન-૬૦૫ – જ્ઞાનપણ ૪ પ્રકારે છે. પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-આગમ ભેદથી ત્યાં એ શેમાં સમવતરે છે?
ઉત્તર-૬૦૫ – આગમમાં
પ્રશ્ન-૬૦૬ – તે પણ લોકિક-લોકોત્તર બે પ્રકારનો છે અને લોકોત્તર પણ સૂત્ર-અર્થઉભયરૂપ ત્રણ પ્રકારનો છે તો એ શેમાં સમવતાર છે?
ઉત્તર-૯૦૬ – સૂત્ર-અર્થ-ઉભય ત્રણ પ્રકારનો લોકોત્તર-આગમમાં સમવતરે છે તસ્વરૂપ હોવાથી.
આત્માગમ અનંતરાગમ
પરંપરાગમ
સૂત્રથી - ગણધરો તેમના શિષ્યો તેમના પછીના બધા
અર્થથી - તીર્થકરો
ગણધરો
તેમના શિષ્યો
ભાગ-૧/૨૧