________________
૩૦૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ અન્ય પ્રકારે સામાયિકાધ્યયનનો ઉપક્રમ :(૧)આનુપૂર્વી (૨) નામ (૩) પ્રમાણ (૪) વક્તવ્યતા (૫) અધિકાર (૬) સમવતાર એ ૬ પ્રકારે
(૧) આનુપૂર્વી ઉપક્રમ - આનુપૂર્વમાં આ સામાયિકાધ્યયનનો સમવતાર સંભવતઃ જયાં જ્યાં આનુપૂર્વીભેદમાં સંભવે ત્યાં ત્યાં એ કરવો.
પ્રશ્ન-૬૦૦ - નામ વUT રવિણ વિરે જે ય અUTHપુથ્વી ઉત્તિ-સંતા સમીવાર ય માવે ય ા એ વચનથી આનુપૂર્વી દશ પ્રકારની છે તો કયા ભેદમાં નિયમો સામાયિકનો સમવતાર છે?
ઉત્તર-૬૦૦ – ઉત્કીર્તન અને ગણણાનુપૂર્વમાં એનો નિયમા સમવતાર જાણવો. ઉત્કીર્તન-સંશબ્દન સામાયિક-ચતુર્વિશતિસ્તવ વગેરે નામોત્કીર્તન માત્ર. ગણનાનુપૂર્વી-એક, બે, ત્રણ વગેરે સંખ્યાન તે ગણના કહેવાય છે. તેમાંથી પ્રથમ-બીજું વગેરે સંખ્યામાં આ અધ્યયન સમવતરે છે. એટલે ગણનાનુપૂર્વમાં એનો સમવતાર થયો કહેવાય.
પ્રશ્ન-૬૦૧ – જો એમ હોય તો ગણનાનુપૂર્વીથી આ અધ્યયન કેટલામું છે?
ઉત્તર-૬૦૧ – આનુપૂર્વી ત્રણ પ્રકારે છે.-પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીથી સામાયિક અધ્યયન પહેલું, પશ્ચાનુપૂર્વીથી છઠું, અનાનુપૂર્વાથી ગણાતું અનિયમિત, કોઈ ભાંગામાં પહેલું, કોઈમાં બીજું, ત્રીજું વગેરે આ ૬ આવશ્યક અધ્યયનોનાં અનાનુપૂર્વીભાગા ૭૧૮ થાય છે તે આ રીતે
૧૮ર૪૩૪૪૪૫૪૬ = ૭૨૦ કુલ ભાંગા આનુપૂર્વાના થાય છે તેમાં પ્રથમ ભંગ પૂર્વાનુપૂર્વી, છેલ્લો પશ્વાસુપૂર્વી એ ૨ ભાંગા બાદ કરતા = ૭૧૮ ભાંગા અનાનુપૂર્વી ના થાય.
(૨) નામાપક્રમ - જે જીવાદિ વસ્તુનું પર્યાયો-જ્ઞાન-દર્શન-ચારિત્ર-રૂપ-રસ-ગંધ-સ્પર્શનવું-જુનું વગેરે, તેમના ભેદો-નાનાવિધ સ્વભાવો, તેમને તેમના વાચક તરીકે અનુસરેપર્યાયભેદાનુંસારી જે નામ પ્રતિપર્યાયભેદ તેના વાચક તરીકે પરિણમે છે તે નામ કહેવાય છે. તે એકનામ-બેનામ-ત્રણનામાદિ દશ નામ ભેદથી દશ ભેદવાળું છે. અને સમસ્ત અભિલાષ્યવસ્તુ વિષયવાળું હોવાથી ઘણા ભેદવાળું અનુયોગદ્વારોમાં કહ્યું છે. ત્યાં છનામમાં લાયોપથમિકભાવમાં આ અધ્યયનનો સમવતાર છે.
અનુયોગદ્વારમાં નામનાં ઔદારિકાદિ ૬ ભાવો છે. તેમાં લાયોપથમિક ભાવમાં આચારાદિ સર્વ શ્રુતનો સમવતાર છે. કારણ કે સર્વ શ્રુત શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ