________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૧૫
૧૩-૧૪-૧૫-૧૬. ક્રમ-વચન-વિભક્તિ-લિંગ ભિન્નઃ- સ્પર્શનાદિના સ્પર્શાદ અર્થો ક્રમવિના કહેવા, વૃક્ષાવેત્તૌ પુષ્પિતા:, વૃક્ષ: પશ્ય, અયં સ્ત્રી વગેરે
૧૭. અનિભિહિત ઃ- સ્વસિદ્ધાંતમાં ન ઉપદેશાયેલું જેમ કે સાત પદાર્થ વૈશેષિકના, પ્રકૃતિ-પુરુષથી અધિક સંખ્યના નવ પદાર્થ દુઃખ-સમુદાય-માર્ગ-નિરોધરૂપ ચતુરાર્યસત્ય બૌદ્ધનો કહ્યા છે તેનાથી અધિક કહેવું તે અનભિહિત દોષ.
૧૮. અપદ :- પદ્મબંધમાં અન્ય છેદના અધિકારમાં અન્ય છેદ કહેતો જેમકે-આર્યાપદ કહેવાનો હોય ત્યાં વૈતાલિય પદ કહે.
૧૯. સ્વભાવહીન :- જ્યાં વસ્તુનો સ્વભાવ અન્યથા હોય અને અન્યથા કહે – જેમકે શીત વહ્નિ, મૂર્ત આકાશ વગેરે.
૨૦. વ્યવહિત ઃ- જ્યાં પ્રકૃત વિષયને છોડીને અપ્રકૃત વિષયને વિસ્તારપૂર્વક કહીને ફરી પ્રકૃત વિષય કહે તે વ્યવહિત દોષ.
૨૧. કાલદોષ :- જ્યાં અતીતાદિ કાળનો વ્યત્યય છે તે, જેમકે. રામો વનં પ્રવિવેશ કહેવાના બદલે રામો વન પ્રવિતિ વગેરે કાલદોષ કહેવાય.
:
૨૨. યતિ દોષ ઃ- જ્યાં અસ્થાને વિરામ હોય કે સર્વથા અવિરામ જ હોય તે યતિદોષ. ૨૩. છવિ દોષ :- છવિ અલંકાર વિશેષ તેજસ્વિતા તેનાથી રહિત હોય તે છવિ દોષ. ૨૪. સમયવિરુદ્ધ :- સ્વસિદ્ધાંત વિરોધિ વચન હોય તે સમય વિરૂદ્ધ દોષ. જેમકે - સાંખ્યનું અસત્ કારણમાં કાર્ય અથવા વૈશેષિકનું સત્
૨૫. વચન માત્ર :- જે વાક્યમાં હેતુ વિનાનું કથન હોય તે વચન માત્ર દોષ. જેમકે – કોઈ ઇચ્છામૂજબ કોઈપ્રદેશને લોકના મધ્ય તરીકે લોકોને પ્રરૂપે છે.
૨૬. અર્થાપત્તિ ઃ- જ્યાં અર્થોપત્તિથી અનિષ્ટ થાય તે જેમકે ઘરનો કુકડો ન મારવો કહેતાં અર્થપત્તિથી શેષનો ઘાત અદુષ્ટ છે એવું આવી પડે.
૨૭. સમાસ દોષ ઃ- જ્યાં સમાસ થતાં હોય ત્યાં ન કરે અથવા વિપરિત સમાસ કરે તે.
૨૮. ઉપમા દોષ ઃ- જ્યાં હીન ઉપમા કરાય મેરુ સરસવ જેવો છે અથવા અધિક ઉપમા સરસવ મેરૂ જેવો છે. તે ઉપમા દોષ અથવા અનુપમા દોષ મેરૂ સમુદ્ર જેવો છે.
૨૯. રૂપક દોષ ઃ- સ્વરૂપભૂત અવયવોનું અરૂપણ. જેમકે પર્વતનું નિરૂપણ કરતાં તેના સ્વરૂપ ભૂત શિખરાદિ અવયવોનું અન્ય સમુદ્રાદિ સંબંધિ અવયવોને ત્યાં રૂપક કરે.