________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૨૭
પ્રાપ્ત થાય છે. વળી, જેમ મૂળ શ્રુતના હેતુભૂત ભગવાન અને ગણધરો પૂજ્ય છે. તેમ જેઓ આટલા કાળ સુધી એ શ્રુતને અહીં સુધી લાવ્યા તેમનો વંશ પણ પૂજનીય બને છે. તથા જેમ દ્વાદશાંગના વ્યાખ્યાતા હોવાથી ગણધરો અને શેષ આચાર્યો શિષ્યવર્ગને હિતકારી છે. તેમ ઉપાધ્યાયની પરંપરા પણ હિતકારી હોવાથી પૂજ્ય છે. અહીં પ્રકૃત અને પ્રધાન વચન રૂપ દ્વાદશાંગી તે પ્રવચન, તેના વક્તા પૂજ્ય છે તો તે પ્રવચન પણ વિશેષ પૂજનીય છે.
સૂત્ર-અર્થરૂપ શ્રુતજ્ઞાનની નિયુક્તિ
:
અર્થ એટલે શ્રુતનો વિષય-અભિધેય, તેનાથી સૂત્ર કાંઈક ભિન્ન હોવાથી અલગ કહેવાય છે. તે સૂત્ર-અર્થરૂપ શ્રુતજ્ઞાનનો સંબંધ કરવો તે રૂપ નિર્યુક્તિ કહીશું.
અહીં તમે કોની-કોની નિયુક્તિ કહેવાના છો ?
પ્રશ્ન-૬૪૩
ઉત્તર-૬૪૩
―
આવશ્યક-દશવૈકાલિક-ઉત્તરાધ્યયન-આચારાંગ-સૂત્રકૃતાંગ-દશાશ્રુત સ્કંધ-કલ્પવ્યવહાર-સૂર્યપ્રજ્ઞપ્તિ-દેવેન્દ્રસ્તવાદિ ઋષિભાષિત ગ્રંથોની નિયુક્તિ કહીશું. તે શ્રુતવિશેષોની નિર્યુક્તિ હેતુ-ઉદાહરણ અને કારણ સહિત સંક્ષેપથી કહીશું.
હેતુ-ઉદાહરણ અને કારણનું સ્વરૂપ ઃ
હેતુ :- ‘જ્યાં સાધન હોય ત્યાં સાધ્ય હોય જ' એ પ્રમાણે સાધનનો સાધ્યની સાથે અન્વય તે અનુગમ. અને સાધ્યના અભાવે સાધનનો અભાવ તે વ્યતિરેક. આમ, અન્વય-વ્યતિરેક સ્વરૂપ જે હોય તે હેતુ કહેવાય. જેમકે – “શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે.’” અહીં અનિત્યતા સાધ્ય છે, કૃતકત્વ હેતુ છે, તેમાં કૃતકત્વ એ વસ્તુનો પર્યાય છે. જો તે અન્યનો પર્યાય હોય તો વૈયશ્વિકરણાદિ દોષયુક્ત થવાથી સાધ્યને સાધી શકે નહિ.
-
--
ઉદાહરણ :- જે સાધ્ય ધર્મથી અથવા વૈધર્મથી સાધ્ય સાધવા માટે કહેવાય તે ઉદાહરણ અથવા દૃષ્ટાંત કહેવાય છે. જેમકે – જે ભોક્તા છે તે દેવદત્તની જેમ કર્તા પણ છે, એ સાધર્મ્યુ ઉદાહરણ કહેવાય છે. અને જે કર્તા નથી તે આકાશની જેમ ભોક્તા નથી આ વૈધર્મ દૃષ્ટાંત કહેવાય છે.
કારણ :- અન્ય સ્થાને જો કે કારણને હેતુ જ કહ્યો છે. પરંતુ અહીં તેને હેતુથી અલગ જણાવ્યું છે. કારણ એટલે ઉપપત્તિ-માત્ર. જેમકે - “જ્ઞાન અને અનાબાધાની ઉત્કર્ષતાથી સિદ્ધો અનુપમ સુખી છે.” અહીં ઉપપત્તિ માત્ર છે. કેમકે, સર્વજનપ્રતીત એવું સાધ્ય-સાધન ધર્માનુગત કોઈપણ દૃષ્ટાંત અહીં જણાવી શકાય તેમ નથી.
આ રીતે હેતુ-ઉદાહરણ અને કારણને કહેનારા પદોનો સમૂહ જેમાં હોય તે નિર્યુક્તિ
કહીશું.