________________
આવશ્યકની નિયુક્તિ
૧૦૭૪મી ગાથાના સંગ્રહમાં પ્રથમ આવશ્યકની નિયુક્તિ કહેવાનું જણાવ્યું છે. અહીં અધિકાર પણ એનો જ છે, તેમાં પણ સામાયિક પહેલું છે તેથી તેની નિર્યુક્તિ પ્રથમ કહેવાશે.
સામાયિક નિયુક્તિ - सामाइयनिज्जुत्तिं वोच्छं उवएसियं गुरुजणेणं । आयरियपरंपरएण आगयं आणुपुव्वीए ॥ જિનેશ્વર-ગણધરાદિ ગુરુજનોએ ઉપદેશેલી, તથા તેમના પછી જંબુસ્વામી વગેરે આચાર્યની પરંપરાએ આવેલ, અને તે પછી વર્તમાન પોતાના ગુરૂએ કહેલ સામાયિકની ઉપોદ્દાત નિર્યુક્તિ કહેવાશે. જેમ પૂર્વે ઉજ્જૈનીથી કૌશાંબીમાં રાજપુરુષોની પરંપરાથી ઇંટો લાવી તેમ આચાર્યની પરંપરાથી આ નિર્યુક્તિ આવી છે.
પ્રશ્ન-૬૪૪ – ઈટો વગેરે દ્રવ્યનું આગમન પુરૂષ પરંપરાથી શક્ય છે. પણ નિયુક્તિ તો ભાવકૃતરૂપ હોવાથી તે કઈ રીતે આવે? કેમકે ભાવકૃત જીવનો ગુણ છે. કદાચ એમ કહો કે કારણભૂત શબ્દાત્મક દ્રવ્યશ્રુત એ પરંપરાએ આવે છે, તેથી ભાવકૃતમાં પણ ઉપચારથી આવે છે તો એ પણ જામતું નથી. કેમકે, જે શબ્દો જિનેશ્વરાદિએ પ્રથમ જણાવ્યા છે તે અહીં આવ્યા નથી, કેમકે તે શબ્દો તો ઉચ્ચાર્યા પછી તરત જ નાશ પામ્યા છે, એટલે તેની અપેક્ષાએ પણ આગમન કેમ સંભવે?
ઉત્તર-૬૪૪– જેમ રૂપિયા વગેરેથી ભોજન અથવા ઘટાદિથી ઘટરૂપાદિની ઉત્પત્તિ થાય છે તે ભોજનાદિ અથવા રૂપાદિ વસ્તુ, રૂપિયાથી કે ઘટથી આવેલ છે એમ કહેવાય છે. તે રીતે આ નિર્યુક્તિનો ઉદ્દભવ પણ આચાર્યોની પરંપરાથી છે, અને તેથી જે આચાર્યોની પરંપરાથી આ સામાયિક આવેલું છે તેમનાથી જ નિર્યુક્તિની પણ ઉત્પત્તિ છે. આ કારણથી સામાયિક નિર્યુક્તિ તેમનાથી આવેલી છે એવો ઉપચાર કરાય છે.
નિયુક્તિ શબ્દનો અર્થ :- જે કારણથી નિશ્ચયથી અથવા અધિકપણાથી અથવા પ્રથમ સારી રીતે સિદ્ધ છે તથા પૂર્વે કહેલા જ અર્થો અહિં ગુંથ્યા છે. અર્થાત્ જીવાદિ અર્થો સૂત્રમાં નિર્યુક્તિ-સંબદ્ધ છે તે કારણથી નિયુક્તિ કહેવાય છે.