________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૨૯
પ્રશ્ન-૬૪૫ – સૂત્રમાં નિર્યુક્તિ જીવાદિ અર્થોનું વ્યાખ્યાન કરવા માટે નિર્યુક્તિ કરવાથી શું લાભ છે ? એ તો શિષ્યવર્ગ સ્વયં જાણી લેશે તો નિર્યુક્તિ શા કામની ?
ઉત્તર-૬૪૫
એમ નથી, સૂત્રમાં કહ્યા છતાં તેવા પ્રકારની બુદ્ધિરહિત શિષ્યો નિર્યુક્તિથી કહ્યા વિના તે અર્થને જાણી શકતા નથી, એ કારણથી કહેવાની ઈચ્છા ન હોવા છતાં પણ તે સૂત્ર પદ્ધતિથી જ નિર્યુક્તિકાર આચાર્યને, સૂત્ર નિર્યુક્તિ જીવાદિ અર્થોને કહેવા માટે અજ્ઞાન શ્રોતા ૫૨ અનુગ્રહ કરવા પ્રેરે છે.
—
પ્રશ્ન-૬૪૬
-
• પ્રથમ આપે કહ્યું કે આચાર્યની પરંપરાથી આવેલી સામાયિક નિયુક્તિ કહીશ, પણ આ સામાયિક નિયુક્તિ પ્રથમ ક્યાંથી ઉત્પન્ન થઈને આચાર્યની પરંપરાથી આવેલ છે ? તથા સામાયિકથી માંડીને બિંદુસાર સુધીનું સૂત્રાર્થરૂપ સર્વશ્રુત પણ કોનાથી ઉત્પન્ન થઈને આવેલું છે ?
ઉત્તર-૬૪૬ - સામાયિક નિયુક્તિ પ્રથમ તીર્થંકર ગણધરોથી ઉત્પન્ન થઈને અહીં સુધી આવેલ છે. પણ અહીં હવે તેમના શીલાદિનું કથન-ગ્રંથન અને ફળવિશેષ એ ત્રણ વસ્તુ વિશેષથી કહેવાશે. ઉક્ત પ્રશ્નોના ઉત્તરને દૃષ્ટાંત દ્વારા સમજાવીએ છીએ. જેમકે - બે પ્રકારના વૃક્ષ હોય છે. દ્રવ્ય વૃક્ષ અને ભાવ વૃક્ષ. જેમ કોઈ મનુષ્ય કલ્પવૃક્ષ પર ચડીને તેના પુષ્પો ભેગા કરીને નીચે રહેલા બીજા વૃક્ષ પર ચડવાને અસમર્થ મનુષ્યને અનુકંપાથી આપે છે. અને તે મનુષ્ય તે પુષ્પો નીચે જમીન પર પડી ધૂળવાળા ન થાય તે માટે સ્વચ્છ અને પહોળા વસ્ત્રમાં લઈ પછી યથાયોગ્ય ઉપયોગ કરે છે. અને બીજાઓની પાસે પણ ઉપભોગ કરાવી સુખ પામે છે. તેજ રીતે તપ-નિયમ-જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ થયેલ અનંતજ્ઞાની કેવલી ભગવંત ભવ્ય જીવોને બોધ કરવા જ્ઞાનરૂપ પુષ્પની વૃષ્ટિ કરે છે. ગણધરો બુદ્ધિરૂપી પટમાં તે લે છે અને પોતે ધારણ કરવાપૂર્વક બીજાને પણ ગુંથીને આપી પરોપકાર કરે છે.
પ્રશ્ન-૬૪૭ – ભગવાન સ્વયં કૃતાર્થ છતાં શા માટે ધર્મોપદેશ આપે છે ? તેમાં પણ સર્વ ઉપાય અને વિધિ જાણવા છતાં ભવ્ય જીવોને બોધ કરવા જ શા માટે બોલે છે ? અભવ્યને પણ બોધ કેમ નથી આપતા ?
ને
ઉત્તર-૬૪૭ – તીર્થંકર એકાંતે કૃતાર્થ નથી. કેમકે તેમને જિનનામ કર્મનો ઉદય છે, તે કર્મ નિષ્ફળ નથી થતું. તેથી તેનો ક્ષય કરવાનો ઉપાય ધર્મોપદેશ આપવો એ જ છે. અથવા તે કૃતાર્થ છતાં સૂર્યના પ્રકાશ સ્વભાવની જેમ તેમનો અનુપકારી છતાં પરોપકારી પણાથી પરહિત કરવાનો સ્વભાવ છે. જેમ કમળો સૂર્યથી બોધ પામે છે, તેથી શું તે કમળો પર રાગી છે ? અને કુમુદ તેનાથી ખીલતા નથી એટલે તેમના ઉપર દ્વેષી છે ? ના, જેમ સૂર્યકિરણોનો