________________
૩૩૧
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૬૫૦ – તો પછી તમારા કહેવા પ્રમાણે શબ્દભાષક તીર્થંકર અર્થપ્રત્યાયક સૂત્ર જ બોલે છે અર્થ નહિ અને ગણધરાદિ પણ તે જ કરે છે તો પછી બંનેમાં ફરક શું છે ?
ઉત્તર-૬૫૦ – પહેલા કહ્યું છે, ગણધરની અપેક્ષાએ તીર્થંકર પ્વોડ્યા વિમેડ્ વા, થુવેક્ વા એમ ત્રણ માતૃકાપદમાત્ર રૂપ થોડું જ બોલે છે, આખી દ્વાદશાંગી નહિ. તેવી તે ત્રિપદીમાત્ર શબ્દરૂપ છતાં દ્વાદશાંગી અપેક્ષાએ તે સર્વ સંક્ષેપ રૂપ હોવાથી અર્થ કહેવાય છે. ગણધરાપેક્ષાએ તો તેજ ત્રિપદી શબ્દરૂપ હોવાથી સૂત્ર છે એટલે બંને સ્થાને સમાનતા દોષ નથી. અર્થાત્ જિનોક્ત અર્થ અને ગણધરોક્ત સૂત્રમાં તફાવત છે.
પ્રશ્ન-૬૫૧ – ત્રિપદિ શબ્દરૂપ હોવાથી સૂત્રરૂપ છે એ તો જણાય છે પણ તેનું અર્થરૂપ તો કઈ રીતે જાણી શકાય ?
ઉત્તર-૬૫૧ - અંગ-અનંગાદિ વિભાગથી રચેલું જ સૂત્ર પ્રસિદ્ધ છે. આ તો ત્રિપદિરૂપ શબ્દ જે કારણથી અંગાદિ ભાગથી જે સૂત્ર રચના છે તેનાથી નિરપેક્ષ તેના સમુદાયાર્થરૂપ હોવાથી તેમાંથી બહાર છે, એટલે એ અર્થ કહેવાય છે. અથવા ગણધરાપેક્ષા અન્ય સંઘરૂપ પ્રવચનમાં જે સુખગ્રહણ-ધરણાદિ માટે હિત શબ્દરાશી છે, તેજ સૂત્ર ત્યાં કહ્યો છે. એ પ્રમાણે આ ત્રિપદિરૂપ શબ્દ શેષપ્રવચનને હિતકારી નથી, જેમ આ દ્વાદશાંગ છે. એટલે એ સૂત્ર નથી, અર્થ છે.
પ્રશ્ન-૬૫૨ – તે શ્રુતજ્ઞાનનું પરિમાણ કેટલું છે અને એનો સાર શું છે ?
ઉત્તર-૬૫૨ – શ્રુતજ્ઞાન સામાયિક થી માંડીને બિંદુસાર નામના ૧૪મા પૂર્વ સુધી જાણવું તેનો પણ સાર ચારિત્ર છે. શ્રુતજ્ઞાનથી પ્રધાન ચારિત્ર છે. સમ્યક્ત્વનો સાર ચારિત્ર છે. અને નિર્વાણ પણ છે, નહિ તો જ્ઞાન એ નિર્વાણ નો હેતુ જ ન થાય.
પ્રશ્ન-૬૫૩ – તો જ્ઞાનરહિત ચરણને જ મોક્ષનો હેતુ માનોને શું વાંધો છે ?
ઉત્તર-૬૫૩ – એ ઇષ્ટ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ (તત્ત્વાર્થ ૧-૧) તથા નાળ િિરયાદિ મોો એ વચનથી અહીં તો જ્ઞાન-ચરણ સમાન નિર્વાણ હેતુ છતે ગુણપ્રધાન ભાવ જણાવવા એમ કહ્યું છે. તસ્સ વિ સારો વરદં સારો ઘરળસ્ત્ર નિવાળું અહીં સાર શબ્દ ફળ વચન છે. સંયમ તપ રૂપ ચરણનો સાર-ફળ નિર્વાણ છે. અહીં પણ શૈલેશીઅવ્યવસ્થામાં થનારા સર્વસંવરરૂપ ચારિત્ર સિવાય નિર્વાણ નથી. ચારિત્ર છતે નિર્વાણનો અવશ્યભાવ છે. નહિ તો સમ્યગ્દર્શનાદિ ત્રણ સાથે હોય તો જ નિર્વાણનો હેતુ જાણવા. શૈલેષી અવસ્થામાં પણ ક્ષાયિકદર્શન-જ્ઞાન અવશ્ય હોય છે.