________________
૩૩૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૬૫૪ - સુર્ય ના વિયાહી દયા મન્નાનો વિયા (ગા.૧૧૫૯) માં કહેવાનારા વચનથી અજ્ઞાનથી ક્રિયા હણાયેલી જ છે જ્ઞાન-ક્રિયા સાથે હોય તો મોક્ષ આગમમાં કહ્યો છે અને અનેક સ્થાનોમાં જણાવાયો છે, તો જ્ઞાનનો સાર ચરણ કઈ રીતે તે ક્રિયા વિનાનું જ્ઞાન તો અસાર છે?
ઉત્તર-૬૫૪ – કારણ કે, ચારિત્ર પ્રાપ્તિનું મુખ્ય કારણ મતિ-શ્રુતાદિ જ્ઞાન છે. જ્ઞાન વિના ચારિત્રના વિષય જીવ-અજીવાદિ અને હેય-ઉપાદેયાદિ વસ્તુનું જ્ઞાન થતું નથી અને ન જાણેલાનું યથાવત્ કરવું શક્ય નથી સંયમ-તપરૂપ ચરણથી મોક્ષ થાય છે. એટલે નિર્વાણનું સર્વસંવરરૂપ ચરણ જ મુખ્ય કારણ છે. જ્ઞાન તો કારણનું કારણ હોવાથી ગૌણ કારણ છે એટલે તે કારણે પ્રધાનગુણ ભાવથી જ્ઞાનનો સાર ચરણ કહ્યો છે. અથવા કેવલજ્ઞાન થયા પછી કાંઈ બધા જીવો તરત જ મોક્ષમાં જતા નથી અને શૈલેશી અવસ્થામાં સર્વસંવર પ્રાપ્ત થતાં અવશ્ય સર્વ જીવો મુકાય છે. તેવી અન્વય-વ્યતિરેકથી કેવલજ્ઞાન કરતાં પણ સર્વસંવર જ મોક્ષનો મુખ્ય કર્તા જણાય છે તે ક્રિયારૂપ હોવાથી ચારિત્ર છે.
મતિ આદિ પાંચ જ્ઞાનનો લાભ થયા છતાં તરત જ મોક્ષ પ્રાપ્તિ નથી, તેથી તે તેનું ગૌણ કારણ છે, અને સર્વસંવર રૂપ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તરત જ મોક્ષ થાય છે એટલે એ જ્ઞાનથી મોક્ષનું પ્રધાન કારણ છે, આ રીતે ઋજુસૂત્રાદિ શુદ્ધ નયો સંયમને જ મોક્ષ કહે છે, પણ જ્ઞાનને મોક્ષ નથી કહેતા. કેમકે, વ્યવહારનય, તપ-સંયમ-નિગ્રંથપણું અને પ્રવચનને મોક્ષ કહે છે.
પ્રશ્ન-૬૫૫– જ્ઞાનવાદિ - જ્ઞાન જ પ્રધાન મોક્ષકારણ છે ચારિત્ર નથી કારણ કે તે પણ જ્ઞાનનું જ કાર્ય છે, જેમ માટી ઘટનું કારણ થતી તેની વચ્ચે રહેલા પિંડ, શિવક, કુશૂલાદિનું પણ કારણ થાય છે એમ જ્ઞાન પણ મોક્ષનું કારણ છે અને તેની વચ્ચે રહેલા સર્વસંવર ક્રિયાઆદિનું પણ કારણ છે. જેમ ક્રિયા જ્ઞાનનું કાર્ય છે તેમ ક્રિયાન્તરભાવિ મોક્ષાદિ પણ છે અને જે ક્રિયા પહેલા થનાર બોધિલાભકાળે (૧) તત્ત્વપરિજ્ઞાનાદિક અને રાગ-દ્વેષ નિગ્રહાદિક તે બધું જ્ઞાનનું જ કાર્ય છે. જે અહીં સકલજન પ્રત્યક્ષ (૨) મનચિંતિત મહામંત્રથી પવિત્ર વિષભક્ષણ-વિષાપહાર-ભૂત શાકિની નિગ્રહાદિક તે બધું ક્રિયારહિત જ્ઞાનનું જ કાર્ય છે. એટલે દેષ્ટથી અષ્ટ નિર્વાણ પણ જ્ઞાનનું જ કાર્ય છે. એવું અનુમાન કરાય છે.
ઉત્તર-૬૫૫ – આચાર્ય - કારણરૂપ જે જ્ઞાનથી જ ક્રિયા થાય છે અને તે ક્રિયા પછી જ ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. તેથી જ તે જ્ઞાન-ક્રિયા બંનેય ઈષ્ટફળ મોક્ષાદિનું કારણ બને છે નહિતો જ્ઞાન-ક્રિયાભ્યાં મોક્ષ થવાની પરિકલ્પના અનર્થક જ થાય. જો જ્ઞાન પરંપરાથી કાર્યનો ઉપકાર કરે છે, અને ક્રિયા અનંતરથી, તો જે અનંતર ઉપકાર કરે છે તે જ પ્રધાન