________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૬૫૭
તો પછી દેવતા આહ્વાન ફક્ત મન્ત્રાનુસ્મરણજ્ઞાનોપયોગથી થાય કે નહિ ? જો થાય તો શેષ કાર્યો પણ કેવલ મંત્ર જ્ઞાનથી જ કેમ ન માનો ? જો ન થાય તો એ અહીં આવીને નભોગમન વિષવીર્યાપહારાદિ કાર્યો શા માટે કરે ?
૩૩૪
ઉત્તર-૬૫૭ – દેવતાહ્વાન થાય છે. પરંતુ ફક્ત મંત્રસ્મરણ જ્ઞાનોપયોગથી તે થતા નથી પરંતુ વારંવાર તેના જાપ-પૂજાદિ ક્રિયાની સહાયથી થાય છે.
પ્રશ્ન-૬૫૮
-
નિષ્ક્રિય છે ?
-
· શું જ્ઞાન સર્વથા નિષ્ક્રિય છે ? અથવા કોઈ વિશિષ્ટક્રિયાને અશ્રયીને
ઉત્તર-૬૫૮ – તે વસ્તુ બોધ માત્ર કરે છે. તે કારણથી જ સહકારિ કારણ તરીકે જીવની ચારિત્ર ક્રિયા ઉત્પન્ન કરે છે. જે વિશિષ્ટ મોક્ષલક્ષણ કાર્ય છે, તેનું કરનાર જ્ઞાન અનંતરથી થતું નથી.
श्रुतज्ञानेऽपि, अपिशब्दाद् मत्यादि ज्ञानेष्वपि जीवो वर्तमानः सन् न प्राप्नोति मोक्षम्, इत्यनेन प्रतिज्ञार्थः सूचित: य कथंभूतः ? इत्याह-यस्तपः संयमात्मकान् योगान् न શવનોતિ વોનું । કેવલ શ્રુતાદિ જ્ઞાનમાં જીવ વર્તતો હોય, તે મોક્ષ પામતો નથી, કારણ કે તે તપ સંયમરૂપ યોગોને વહન કરી શકતો નથી.
એકલું જ્ઞાન જ ઇષ્ટાર્થ પ્રાપક નથી. જેમ પોતાને ઈચ્છિત દેશમાં જવાને સમર્થ સાચી ચેષ્ટા વગરનો માર્ગનો જાણકાર પુરુષ પણ ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરતો નથી.
દૃષ્ટાંત :- સામુદ્રિક ઇપ્સિતદિશામાં પહોંચાડનારવાયુ રૂપી સન્ક્રિયારહિત વહાણ ઇચ્છિત દિશાએ પહોંચતું નથી તેમ સમ્યગ્ ક્રિયા વિનાનું જ્ઞાન ઇષ્ટાર્થને પ્રાપ્ત કરાવતું નથી.
જેમ સફળ સુકાની આદિથી અધિષ્ઠિત છતાં વહાણ વણિકને ઈચ્છિત ભૂમિને વાયુ વિના મહાર્ણવ તરીને પ્રાપ્ત કરી શકતું નથી તેમ શ્રુતજ્ઞાન રૂપ નિર્યામક એવા સુનિપુણમતિ કર્ણધારાદિથી અધિષ્ઠિત છતાં સંયમ-તપ-નિયમરૂપી પવન સક્રિયારહિત નિપુણ પણ જીવપોત ભવાર્ણવ તરીને સુંદર મનોરથ રૂપ વણિકની ઇચ્છિત સિદ્ધિવસતિને પ્રાપ્ત કરતો નથી. માટે હે દેવાનુપ્રિય ! જેમ તેમ કરીને પણ મોટા કષ્ટથી અત્યંત દુર્લભ શ્રીસર્વજ્ઞધર્મથી યુક્ત માનવજન્મ તને મળ્યો છે, એનાથી તું સંસાર સાગરમાંથી ઉગરી ગયેલો છે. એટલે હવે ચરણ કરણાદિ અનુષ્ઠાના પ્રમાદથી ફરીથી ત્યાં ડૂબ નહિ. કારણ કે ચરણગુણહીન વિશાળ એવા પણ શ્રુતજ્ઞાનથી જાણતો છતાં જીવ ફરી સંસાર સમુદ્રમાં ડૂબે છે. એટલે જ્ઞાનમાત્રથી થતા આધારને છોડીને ચરણકરણાનુષ્ઠાનમાં જ ઉદ્યમ કરવો.