________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૩૩
ન
કારણ ઘટે. એક સાથે બંનેય કાર્યોત્પતિમાં ઉપકાર કરે તો બંને પ્રધાન ઘટે એક જ્ઞાન જ નહિ. અને બીજું જ્ઞાનથી ક્રિયા થતી છતી એ મોક્ષનું કારણ માનો કે ન માનો ? જો ન માનો તો તેની અપેક્ષા વિના જ ફક્ત જ્ઞાનથી ય ક્રિયાની જેમ મોક્ષ પણ માનો કે અકારણ અનપેક્ષણીય છે. હવે, ક્રિયાપણ જો કાર્યનું કારણ માનો તો –
એમ છતાં અનંતર ઉપકારી હોવાથી અન્ય કારણ ભૂત ક્રિયાને મૂકીને પરંપર ઉપકારી તરીકે અનન્ય જ્ઞાનને આપ કારણ કેમ માનો છો ? હવે જો કહો કે અહીં અંત્યઅનંત્યવિભાગ નથી પણ ઉત્પન્ન થવા ઇચ્છતા કાર્યની સાથે જ બંને એકસાથે ઉપકાર કરે છે તો બંને સહચારિ છતાં એકલું જ્ઞાન જ મોક્ષનું કારણ કેમ ક્રિયા કેમ નહિ ?
(૧) રાગાદિનિગ્રહ સંયમક્રિયા જ કહેવાય છે. તે જ્ઞાન કારણથી થાય જ છે. અમને એમાં કાંઈ વાંધો નથી. પરંતુ જો તેના સમનંતર મોક્ષાદિક ફળ થાય છે ત્યાં વિવાદ છે. તે આ રીતે-તે શું એકલા જ્ઞાનથી જ થાય છે કે એકલી ક્રિયાથી કે ઉભયથી ? એમ ત્રણગતિ છે. (૧) જ્ઞાનની વચ્ચે ક્રિયાની ઉત્પત્તિ તમે પણ માની છે (૨) જો જ્ઞાનશૂન્ય ક્રિયાથી મોક્ષાદિ કાર્ય માનો તો ગાંડાઆદિની ક્રિયાથી પણ મોક્ષની આપત્તિ આવે. આ બે પક્ષ થયા જે બંને યોગ્ય નથી. તેથી ત્રીજો પક્ષ જ ઘટે છે. તે મોક્ષાદિ કાર્ય જ્ઞાન સહિતની ક્રિયાથી જ ઉત્પન્ન થાય છે.
(૨) વિષઘાત-નભોગમનાદિ હેતુ મંત્રોમાં પણ પરિજયનાદિ મંત્રસહાય ક્રિયા કાર્યસાધિકા છે. માત્ર મંત્ર જ સાધક નથી. હવે જો કહે કે આ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. કેમ કે, ક્યાંક મન્ત્ર સ્મરણમાત્રથી જ ઇષ્ટફળ દેખાયું છે. તે ફક્ત મંત્રાનુસ્મરણજ્ઞાનથી ફળ નથી. કેમકે ક્રિયા વિનાનું એકલું જ્ઞાન અમૂર્ત છે જે અક્રિય છે તે કાર્યો કરતું નથી. જેમ કે આકાશ જ્ઞાન અક્રિય છે તે કાર્યો કઈ રીતે કરે ? જે કરે છે તે સક્રિય દેખાય છે. જેમકે, કુંભારની જેમ. તમારૂં માનેલું જ્ઞાન એવું નથી એટલે તે જ્ઞાન એકલું કાંઈ કરતું નથી. એ પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. ક્રિયાની સહાય વિનાનું જ્ઞાન ક્યારેય પણ ફળ પ્રાપ્ત કરતું નથી.
પ્રશ્ન-૬૫૬ જો ફક્ત મંત્રજ્ઞાન કૃત નભોગમનાદિ કાર્ય થતું નથી તો તે કઈ રીતે થાય છે?
-
ઉત્તર-૬૫૬ - તે કાર્ય મંત્રાધીન દેવતા દ્વારા કરાતું છતું ક્રિયા ફળ જ છે. તેથી મંત્રજ્ઞાનોપયોગમાત્રનું જ ફળ નથી. સમય = સંકેત તેથી જ્યાં જયાં દેવતાના મંત્રો સંકેતમાં ઉપનિબદ્ધ છે ત્યાં ત્યાં તે તે દેવતાકૃત જ તે તે ફળ છે. અને દેવતા સક્રિય જ હોય. એટલે સક્રિય દેવતા દ્વારા કરાતું છતું તે ક્રિયા ફળ જ છે. એથી ફક્ત જ્ઞાનમાત્રોપયોગનું ફળ નથી.