________________
૩૨૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય
પ્રશ્ન-૬૪૨ – તે સિદ્ધિગતિ માર્ગ કયો છે?
ઉત્તર-૬૪૨– સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. કારણ કે, મિથ્યાત્વ-અજ્ઞાન અને અવિરતિરૂપ સંસારના હેતુઓનો નાશ કરનારો છે. જે હેતુ જેના વિરૂદ્ધ સ્વભાવવાળો હોય તે તેના વિપક્ષનો સાધક બને છે. જેમ, અજીર્ણના રોગમાં લાંઘણરૂપી વિરૂદ્ધ ક્રિયા દ્વારા નિરોગતા આવે છે તેમ અહીં પણ મિથ્યાત્વાદિ સંસારહેતુના પ્રતિપક્ષી સહિતાદિ છે. તેથી તેઓ સંસારના વિપક્ષ ભૂત મોક્ષના સાધક છે.
‘વંદે શબ્દનો અર્થ :- ત્રણે લોકમાં મંગલરૂપ તીર્થકરોને વંદન કરું છું. અહીં સર્વ જિનો સમાનતા હોવાથી ઋષભાદિ સર્વ તીર્થકરોને આ સામાન્ય વંદન કહ્યું છે. હવે, વર્તમાન તીર્થપતિ વીરને વંદન કરીશ. કેમકે, શ્રુતજ્ઞાનના તેઓ જ હેતુ હોવાથી વિશેષ ઉપકારી છે. જેમ કોઈ રાજા વગેરે સમાન ગુણવાળાને સામાન્યથી વંદન કરીને પોતાના સ્વામિને નમસ્કાર કરે છે. તેમ અહીં પણ સમાનગુણવાળા સર્વ તીર્થકરોને સામાન્યથી વાંદીને પછી તીર્થાધિપતિને નમસ્કાર કર્યો છે.
वंदामि महाभागं महामुणिं महायसं महावीरं । अमरनररायमहियं तित्थयरमिमस्स તિસ્થત .
શ્રી મહાવીર ભગવાન અચિંત્ય શક્તિવાળા અર્થાત્ મહાપ્રભાવવાળા હોવાથી મહાભાગ છે. જગતની ત્રિકાળ સ્થિતિ જાણતા હોવાથી મહામુનિ અથવા સર્વમુનિઓમાં પ્રધાન હોવાથી મહામુની, ત્રણે લોકમાં જેમને યશ વ્યાપેલો છે એટલે મહાયશ, કષાયાદિ મહાશત્રુ સૈન્ય ઉપર વિજય કરવાથી મહાવીર, અથવા અલ્પકર્મ ખપાવેલા સાધુની અપેક્ષાએ વિશેષ કર્મના ક્ષયકરનારા વીર, અથવા ભવ્યજીવોને જે મોક્ષ સુધી પહોંચાડે તે વીર, અથવા બીજાઓએ ન અનુભવેલ મહા તપરૂપી લક્ષ્મી વડે જે શોભે તે વીર, અથવા અંતરંગ મોહના મહાસૈન્યનો નાશ કરવા માટે જે અનંત તપોવીર્ય પ્રગટાવે છે તે વીર, વળી તે ઈન્દ્રો અને ચક્રવર્તિઓ દ્વારા પૂજિત તેમજ વર્તમાન તીર્થના પ્રવર્તક હોવાથી મહા ઉપકારી છે એવા વીરને હું વંદન કરું છું.
આમ, અર્થ પ્રણેતાને વંદન કરી હવે સૂત્રકારની વંદના સ્વરૂપ મંગળ જણાવે છે. एक्कारस वि गणहरे पवायए पवयणस्स वदामि । सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च ॥
અર્થના વક્તા તીર્થંકરની જેમ સૂત્રના વક્તા ગણધરો પણ પૂજય છે. કેમકે તેઓ દ્વાદશાંગ પ્રવચનના વાચક છે. અથવા રાજાએ કહેલી વસ્તુ તેના પ્રધાન વગેરેને નમસ્કાર દ્વારા સુખ પ્રાપ્ત થાય છે તેમ ભગવાને કહેલ મંગળાદિ પણ ગણધરોને પ્રણામ કરવાથી સુખે