________________
ગુજરાતી પ્રશ્નોત્તર
થયેલો જીવ ૫૨મહિત અને દુર્લભ જાણતો કેમ તેને છોડે ? ન જ છોડે. અથવા જેમ રોગનો ક્ષય કરવા ઈચ્છતો રોગી અતિ કર્કશ ક્રિયા પ્રથમ દુઃખથી પ્રાપ્ત કરે છે. પણ પામીને રોગદુઃખનો ક્ષય ઈચ્છતો તે ક્રિયાને દુઃખે મૂકે છે એ પ્રમાણે કર્મ રોગથી જકાએલો જીવ સંયમ ક્રિયા દુઃખે પ્રાપ્ત કરે છે. પણ પામીને કર્મ ક્ષય ઈચ્છતો તેને દુઃખે મૂકે છે. એટલે દુરુતાર છે.
૩૨૫
હવે, તીર્થંકર શબ્દનો અર્થ જણાવે છે. સમ્યગ્ ધર્મરૂપ તીર્થ કરવામાં હેતુભૂત હોવાથી તે તીર્થંકર કહેવાય છે. વળી, સ્વયં કૃતાર્થ હોવા છતાં તીર્થંકર નામકર્મના ઉદયથી સમગ્ર પ્રાણીસમૂહ ઉપર કરૂણા હોવાથી સદ્ધર્મરૂપ તીર્થનો ઉપદેશ કરવાના સ્વભાવવાળા હોવાથી તે તીર્થંકર કહેવાય છે. તથા સ્ત્રી-પુરૂષ-બાળક-વૃદ્ધ-સ્થવિકલ્પ-જિનકલ્પ આદિને અનુરૂપ ઉત્સર્ગ-અપવાદની દેશના વડે અનુલોમથી સદ્ધર્મરૂપ તીર્થ કરનારા હોવાથી તે તીર્થંકર કહેવાય છે. એવા, તીર્થંકર સર્વ પ્રાણીઓને મોક્ષરૂપ હિત કરનાર હોવાથી હિતાર્થકારી છે.
‘ભગવંત' શબ્દનો અર્થ ઃ- ભગ સંજ્ઞાથી ઐશ્વર્યાદિ છ અર્થે તીર્થંકરોમાં અસાધારણ હોવાથી તેઓ ભગવાન્ કહેવાય છે. (૧) પ્રથમ સ્વાભાવિક, કર્મક્ષયથી થયેલ અને દેવોએ કરેલ ચોત્રીશ અતિશયરૂપ પરમ ઐશ્વર્ય તેમને હોય છે. (૨) રૂપ-કરોડો દેવો મળીને એક અંગુઠા પ્રમાણરૂપ વિકુર્વે તે રૂપ ભગવાનના અંગુઠા સામે રાખે તો અંગારા જેવું લાગે. (૩) લક્ષ્મી-તપ-તેજ અને વિભૂતિરૂપ લક્ષ્મી પણ અસાધારણ હોય છે. (૪) યશ-અનુપમ ગુણ સમૂહથી પ્રગટ થયેલ શરદઋતુના ચંદ્ર સમાન નિર્મલ ત્રણ ભુવનમાં વ્યાપ્ત તેમનો યશ હોય છે. (૫) ધર્મ-સમસ્ત ચારિત્ર મોહનીય કર્મના ક્ષયથી ઉત્તમ ક્ષમા-માર્દવ આદિ સર્વોત્કૃષ્ટ ધર્મ તેમને હોય છે. (૬) પ્રયત્ન-સર્વ હિતકારી અનુષ્ઠાનોમાં પ્રમાદ રહિત તેમનો યત્ન પણ ચારિત્રાવરણનો ક્ષય થવાથી અનુપમ હોય છે.
‘અણુત્તરપરક્કમમ્મે’ શબ્દની વ્યાખ્યા :- પરાક્રમ એટલે વીર્ય. તે ભગવાનને સમસ્ત વીર્યાન્તરાયના ક્ષયથી સર્વ નરેન્દ્ર-દેવેન્દ્રથી અનંતગુણ હોવાથી અનુત્તર છે. અથવા ૫૨ એટલે કષાયાદિ ભાવ શત્રુઓ તેના ૫૨ આક્રમણ કરી તેનો પરાભવ કરવાથી તે પરાક્રમ પણ ભગવાનને અનુત્તર છે.
‘અમિયનાણી’ની વ્યાખ્યા :- જેનું માપ ન નીકળી શકે એવું જ્ઞાન તેમને હોવાથી તે અમિતજ્ઞાનવાળા છે.
‘તિણે સુગઈગઈગએ’ શબ્દની વ્યાખ્યા :- સંસાર સમુદ્ર પાર કરી દીધો છે તેથી તરેલા. તથા તરીને સિદ્ધિ ગતિ પામેલા હોવાથી સુગતિગતિગત છે.
‘સિદ્ધિ પહપએસએ’ પદની વ્યાખ્યા :- સિદ્ધોની ગતિ તે સિદ્ધિગતિ (મોક્ષ) તેનો જે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી થાય તેના ઉપદેશક હોવાથી સિદ્ધિમાર્ગના ઉપદેશક છે.