________________
૩૨૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૨) સુખાવતાર-દુઃખોત્તાર :- આ ભાંગો સુગત સંબંધી માનવો-જેમકે પૂરી शय्या प्रातरुत्थाय पेया भक्तं मध्ये पानकं चापराणे । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः । मणुन्नं भोयणं भोच्चा, मणुन्नं सयणासणं । भगुन्नंसि
Ifસ મધુમધુ ફાયણ મુખી . ૨ | ઇત્યાદિથી તેઓ વિષયસુખસિદ્ધિથી તે તીર્થની સુખાવતારતા કહે છે. તથા કુશાસ્ત્રોક્તિનિપુણયુક્તિઓથી તીવ્રવાસના ઉત્પન્ન થવાથી તેના સંસ્કારનો ત્યાગ થતો નથી. વતત્યાગમાં તેઓ મોટો સંસારદંડાદિ કહે છે. તેથી તેમની પાસે લીધેલા વ્રત દુષ્પરિત્યાજ્ય હોવાથી તેમના તીર્થનો સુખથી ત્યાગ કરી શકાતો નથી. તે તીર્થની દુરુત્તારતા છે.
(૩) દુઃખાવતાર-સુખોરાર - દિગંબરોને આ ભાગો લાગે છે. ત્યાં નગ્નતાદિ લાદિ હેતુ હોવાથી દુરવ્યવસેય હોવાથી તે તીર્થ દુ:ખાવતાર છે. અનેષણીય પરિભોગ-કષાયા બહુલતાદિથી તેનું અસમંજસ દેખાવાથી નગ્નતાદિ અત્યંત લજ્જનીય હોવાથી તેનાથી ભગ્ન થયેલા તે તીર્થનો સુખે ત્યાગ કરે છે. તેથી તે તીર્થ સુખોત્તાર છે.
(૪) દુઃખાવતાર-દુઃખોરાર - આ તીર્થ જૈનોનું છે એ મોક્ષફલ છે. જેમાં સુધાઓના રાગ-દ્વેષ-કષાય-ઇન્દ્રિય-પરિષહ ઉપસગદિ જય અને અપ્રમત્તપણે સમિતિ-ગુપ્રિકેશલુંચનાદિ કઠાનુષ્ઠાન દેખવાથી તે તીર્થ દુ:ખાવતાર છે. સુશાસ્ત્રોક્ત નિપુણયુક્તિઓથી તીવ્રતર અને ઘણી સારી વાસના ઉત્પાદનથી અને વ્રતત્યાગમાં અત્યંત મોટો સંસાર દંડ કહેલો હોવાથી તેઓના તીર્થનો ત્યાગ પણ થઈ શકતો નથી. તેથી તે તીર્થ દુઃખોત્તાર છે.
પ્રશ્ન-૬૪૧ – જે દુઃખાવતાર અને દુઃખોરાર તીર્થ છે તે દુરધિગમ્ય છે આવું જૈન તીર્થ આપે બતાવ્યું છે. એ યોગ્ય નથી આવા તીર્થ તરણક્રિયાના અવિધાતિ હોવાથી અનિષ્ટાર્થના પ્રસાધક છે. અને લોક પ્રતીતબાધિત છે. કારણકે લોકમાં જે સુખાવતાર અને સુખોત્તાર તીર્થ છે તે પૂજિત અને ઉપાદેય છે. કારણ કે તરણાક્રિયાઅનુકૂળ હોઈ ઇબ્દાર્થ પ્રસાધક છે. તેથી પહેલો ભાંગો જ કલ્યાણકારી છે.
ઉત્તર-૬૪૧ – સાચી વાત છે. તું દ્રવ્યતીર્થ ઇચ્છે છે, એટલે જ એમ બોલે છે તે સુખપ્રાપ્ય અને સુખત્યાય છે. ભાવતીર્થ એવું નથી હોતું. તે મોક્ષહેતુ તરીકે જીવોનું પરમપિત છે. અને આવું હિત દુઃખથી મળે છે. કારણ કે અનાદિકાલિન મિથ્યાત્વ-અજ્ઞાનઅવિરતિ-વિષયસુખભાવના અનુગત આ જીવ છે. તેથી આવા જીવને અનંત સંસાર દુઃખનાશના હેતુ તરીકે અને અનંત કલ્યાણપ્રાપ્તિના હેતુ તરીકે પરમહિત ભાવતીર્થ અત્યંત કષ્ટ પ્રાપ્ય હોવાથી અને પૂર્વોક્ત કષ્ટાનુષ્ઠાનવાળું હોવાથી દુઃખાવતાર છે. અને શુભકર્મપરિણતિના પ્રભાવે ફરી કોઈપણ રીતે પરમશુદ્ધ ભાવતીર્થને વાસ્તવિક ભાવથી પ્રાપ્ત