________________
૩૨૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ શરીરના બહારના મલને જ આ તીર્થ સાફ કરે છે. પરંતુ, પાપસ્થાનકથી ઉત્પન્ન થતા આંતર મલને ધોતું નથી, તથા આ તીર્થ અનૈકાંતિક ફળવાળું છે. એટલે કોઈ વખત તરીને સામે કાંઠે જવાય છે, અને ક્યારેક ડૂબી પણ જવાય છે. વળી, અનાત્યંતિક ફળવાળું છે. એટલે કે, એક વખત નદી વગેરે તર્યા હોઈએ તો પણ ફરીથી તરવી પડે છે. માટે, નદી વગેરે અપ્રધાન તીર્થ હોવાથી દ્રવ્યતીર્થ કહેવાય છે.
અન્ય દર્શનના મતે તીર્થની વ્યાખ્યા :
અન્ય દર્શનવાળાઓ નદી વગેરે સ્નાન-પાન-અવગાહનાદિ દ્વારા વિધિપૂર્વક સેવવાથી સંસારથી તારનારા બને છે, માટે તીર્થ છે એવું માને છે. કારણ કે શરીરને તારવું, મેલ ધોવો - તરસ છીપાવવી - દાહની શાંતિ કરવી વગેરે ફળવાળા તે નદી વગેરે તીર્થસ્થાનો છે. આમ, તરસ નાશ વગેરે પ્રત્યક્ષ ફળવાળાં હોવાથી નદી આદિ તીર્થ જણાય છે, તેના ઉપરથી સંસાર તરણરૂપ તે પ્રત્યક્ષ ફળવાળું પણ બને છે. એવું અનુમાન કરી શકાય છે.
અન્ય દર્શનીયોની આ વાત બરાબર નથી. કેમકે, સ્નાન વગેરે તલવાર, ધનુષ વગેરેની જેમ જીવઘાતનાં હેતુ હોવાથી દુર્ગતિ પ્રાપક છે. એટલે તે સંસારતારક કઈ રીતે બની શકે? જો એમ છતાં એને સંસારથી તારનારા માનીએ તો વધભૂમિ વગેરે પણ સંસારતારક બની જાય. એમ બનતું નથી, માટે તીર્થસ્નાન પણ પુણ્યનું કામ નથી. ઉલટાનું અંગવિભૂષા વગેરે રૂપ કામને વધારનારું હોવાથી સાધુજન માટે યોગ્ય નથી. એવા કામના અંગોને પુણ્યના કારણ તરીકે માનવામાં તો તે અનેક પ્રકારની વસ્તુઓથી શરીરની શોભા વગેરે કરવારૂપ ફળદાયી થવા જોઈએ, એમ થતું નથી, માટે આવું માનવું યોગ્ય નથી.
આ રીતેં, દ્રવ્યતીર્થનું સ્વરૂપ કહીને ભાવ તીર્થનું સ્વરૂપ જણાવે છે – ભાવતીર્થ - શ્રુતવિહત ભાવતીર્થ તે સંઘ કહેવાય છે.
ભગવતીમાં-તિર્થં ભવે ! તિર્થં તિસ્થ તિર્થં ? જો મા ! નરહ તાવ નિયમ तित्थंकरे, तित्थं पुण चाउवन्नो समणसंघो'
સંઘ તીર્થ છે તેના વિશેષભૂત તારક સાધુ છે. જ્ઞાન-દર્શનચારિત્ર તરણ (તરવાનું સાધન) છે. ભવોદધિ તરણીય છે. સમ્યગ્દર્શનાદિપરિણામ રૂપ હોવાથી સંઘ તીર્થ છે, ત્યાં ઉતરેલાને અવશ્ય ભવોદધિતરે છે. તેના એ સંઘની અંદર રહેલા તેના વિશેષભૂત સાધુ તદન્તર્ગત જ તરનારા સમ્યગ્દર્શનાદિ અનુષ્ઠાનથી સાધકતમ તરીકે તરનાર છે. તેની કરણતા પ્રાપ્ત જ્ઞાનાદિ ત્રણ તરણ છે અને ઔદાયિકાદિ ભાવપરિણામ રૂપ સંસાર સમુદ્ર તરણીય છે.