________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૨૧
પ્રશ્ન-૬૩૮ – આ સર્વાનુયોગ નિયુક્તિ શાસ્ત્રનો પ્રારંભ છે એવું કઈ રીતે જણાય?
ઉત્તર-૬૩૮– “કાવય સાનિય તદ ઉત્તરમાય” એ આગળ કહેવાનારા ગ્રંથમાં જે દશકાલિકાદિ નિયુક્તિ પ્રહણ કરશે. તેથી અથવા જે આગળ અહીં જ બધા ચતુર્વિશતિસ્તવાદિ અને સકલ સિદ્ધાંતગત અધ્યયનોમાં જ ઉપોદ્દાત નિયુક્તિ હોય છે એમ કહેશે એનાથી એ જણાય છે કે સર્વાનુયોગની ઉપોદઘાત નિરુક્તિરૂપ શાસ્ત્રનો આ આરંભ છે.
પ્રશ્ન-૬૩૯ – આ સામાયિકાધ્યયનનું વ્યાખ્યાન ચાલે છે એમાં દશકાલિકાદિને ગ્રહણ કરવાનો કયો અવસર છે?
ઉત્તર-૬૩૯ – કારણ કે આ ઉપોદ્દાત પ્રાયઃ તેમનો પણ સામાન્ય જ છે. એટલે ઉપોદ્દાત સામાન્યથી તેમનું પણ અહીં ગ્રહણ કર્યું છે પ્રાયઃ ગ્રહણથી આવશ્યક સામાયિકનો નિર્ગમ તીર્થકરથી છે. દશકાલિકનો શય્યભવથી છે. અને ઉત્તરાધ્યયનોનો તીર્થંકરાદિ વિવિધ મહર્ષીઓથી નિર્ગમ છે. એવો વિશેષ પણ કાંઈક અલ્પ જાણવો. તેથી અહીં તેમનું તે સામાન્ય ઉપોદ્દઘાત જાણતાં જે અલગ-અલગ નિર્ગમાદિક કાંઈપણ વિશેષમાત્ર છે. તે શિષ્ય સુખપૂર્વક અને જલ્દી જાતે જ ગ્રહણ કરશે એટલે લાઘવમાટે અહીં દશકાલિકાદિનું ગ્રહણ કર્યું છે. તિર્થી શબ્દની વ્યાખ્યાઓઃ- (૧) તીર્થ
મંગળ = તિસ્થ માવંતે મUત્તર પશ્ચિમે મિના તિot Igફાઈ સિદ્ધિપદપણ વધે છે દુઃખપૂર્વક કરી શકાય એવી વસ્તુ જેનાથી તરાય અથવા જે હોવાથી તરાય તે તીર્થ કહેવાય છે.
તીર્થ ચાર પ્રકારે છે – (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવ. નામ તીર્થ અને સ્થાપના તીર્થ સુગમ હોવાથી એનું વિવેચન કરવું જરૂરી નથી.
દ્રવ્યતીર્થ -નદી-સમુદ્ર વગેરેનો ઉતરવા માટેનો કષ્ટ વિનાનો કોઈ નિયત પ્રદેશ તે તીર્થ કહેવાય છે. તે તીર્થ સિદ્ધ થવાથી તેમાં તરવું-તારનાર અને તરવા યોગ્ય એ ત્રણે સિદ્ધ જ છે, કેમકે, તરનાર પુરુષ, તારનાર ઘોડો અથવા વાહણ (નૌકા), અને તરવા યોગ્ય નદી વગેરે.
પ્રશ્ન-૬૪૦ – નદી વગેરેને દ્રવ્યતીર્થ કેમ કહેવાય છે?
ઉત્તર-૬૪૦ – આ તીર્થ શરીરાદિને જ તારે છે. એટલે કે નદી આદિના સામા તીરે પહોંચાડે છે, પણ જીવને સંસાર સમુદ્રમાંથી મોક્ષરૂપ સામા તીરે પહોંચાડતું નથી, વળી