________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
૩. નિરર્થક ઃ- જ્યાં વર્ણોનો ક્રમનિર્દેશ માત્ર પ્રાપ્ત થાય, અર્થ નહિ-જેમ કે-ત્ર આ ફ્ વગેરે ડિત્યાદિવત્,
૩૧૪
૪. અપાર્થક ઃ- અસંબદ્ધાર્થ જેમ - દશ દાડમ, છ પૂડલા, કુંડ, અજાજીન, પલલપિંડ, કીડી ! ઉતાવળ કર, ઉત્તર દિશા વગેરે સંબંધ વગરનું બોલવું તે અપાર્થક
પ. છલ :- જ્યાં અનિષ્ટ અર્થાન્તરના સંભવથી વિવક્ષિતાર્થોપઘાત કરી શકાય તે વચન બોલવું જેમ કે નવશ્ર્વતો વેવત્તઃ
--
૬. દ્રુહિલ :- જીવોને અહિત ઉપદેશથી પાપવ્યાપારમાં પોષક હોવાથી દ્રોહસ્વભાવવાળું વચન, જેમકે – યસ્ય વૃદ્ધિનલિખતે હત્વા સર્વમિત્ નાત્ । આાશમિવ પડ્વેન નાસૌ નિખેત कर्मणा ॥ तथा एतावानेव लोकाऽयं यावानिन्द्रियगोचरः । भद्रे ! वृकपदं पश्य यद् वदन्ति बहुश्रुता: ।। पिब खाद च साधु शोभने ! यदतीत वरगात्रि ! तद् न ते । नहि भीरु ! गतं निवर्तते સમુલ્યમાત્રમિમાં સ્તેવરમ્ ॥ આખા જગતને મારીને પણ જેની બુદ્ધિ લેપાતી નથી તેવો મનુષ્ય કાદવ વડે આકાશની જેમ પાપથી લેપાતો નથી વગેરે.
૭. નિઃસાર ઃ- વેદવચનાદિ જેમ તથાવિધ યુક્તિ વિનાનું પોકળ.
-
૮. અધિક ઃ- ૯. ન્યૂન ઃ- અક્ષરમાત્રા પદાદિથી અધિક કે ન્યૂન અથવા હેતુ ઉદાહરણ દ્વારા અધિક. જેમ કે – અનિત્ય: શબ્દ: તત્વ-પ્રયત્તાન્તરીયવાયામ્ હેતુ અધિક અનિત્ય શબ્દઃ તાત્ ટ-પટવત્ - ઉદાહરણાધિક-એમનાથી જ હીન તે ઉત્ત. ઉદાહરણ તરીકે ઘટની જેમ શબ્દ અનિત્ય છે આમાં હેતુ નથી. તેથી તે હેતુન્યૂન. અને શબ્દકૃતક હોવાથી અનિત્ય છે. આમાં ઉદાહરણ નથી માટે ઉદાહરણ ન્યૂન.
૧૦. પુનરુક્ત :- બે પ્રકારે શબ્દથી-અર્થથી પુનરુક્ત હોય છે. ઘટ-ઘટ-ઘટ વગેરે વારંવાર કહેવું તે શબ્દથી પુનરુક્ત અને જાડો દેવદત્ત દિવસે જમતો નથી એમ કહેવાથી અર્થાપત્તિથી જણાય છે કે તે રાત્રે જમે છે. તે છતાં એમ કહે કે - જાડો દેવદત્ત દિવસે જમે છે, રાત્રે જમે છે એ અર્થપ્રાપ્તનું પુનર્વચન પુનરુક્ત.
૧૧. વ્યાહત ઃ- જ્યાં પૂર્વાપરનો વિરોધ આવે. જેમ વર્મ વાસ્તિ તું વાસ્તિ ર્તા નત્વસ્તિ માંળામ્ વગેરે વચનથી પૂર્વવચનથી પછીનું વચન હણાય તે વ્યાહતદોષ.
૧૨. અયુક્ત :- અનુપપત્તિક્ષમ જેમકે-તેષાં તટપ્રě ાખાનાં મવિન્ડુમિઃ । પ્રાવર્તત નવી ધોરા હત્યશ્વરથવાહિની ॥ તે હાથીઓનાં ગંડસ્થલથી પડેલા મંદબિંદુઓ વડે હાથી-ઘોડા-થ અને સેના તણાઈ જાય એવી ભયંકર નદી વહેવા માંડી વગેરે અઘટિતાર્થ કથન તે અયુક્ત દોષ. તે