________________
૩૧૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૬૨૧ – પહેલાં પ્રમાણદ્વારમાં સંક્ષેપમાત્રથી નયો કહ્યા હતા. હવે અહીં આગળ વિસ્તારથી કહીશું. કારણ કે, તે અધ્યયન ઉપક્રમ રૂપ માત્ર ઉપક્રમ હતો અને આ અર્થાનુગમ છે. એટલે સવિસ્તર વ્યાખ્યાન કરાશે. અથવા પ્રમાણદ્વારાધિકારથી પ્રમાણ ભાવમાત્ર ત્યાં નયોનો કહેલો છેઅહીં ઉપોદઘાતનિયુક્તિ અનુગમમાં તેનું સ્વરૂપ વ્યાખ્યાન છે અથવા પહેલાં ઉપક્રમાધિકારથી નયો દ્વારા અધ્યયન ઉપક્રમ કરાયું છે અને અહીં તો ક્યા નયનું કયું સામાયિક માન્ય છે? એમ વિચારાય છે. તેવા સંજોગપુનમ નિયં પવયui વવહારી સદુનુસુયા પુનિવ્યાપ સંનો વેવ . ? . તે નયોનો અહીં જ્યાં સમવતાર સંભવે ત્યાં બતાવવો. અર્થમાત્રમાં વપરાય છે, સૂત્રાર્થ વિનિયોગી નથી, અને મૂળ નયો દરેક સ્થાને સૂત્રાર્થ વિષયવાળા છે એટલો વિશેષ છે.
પ્રશ્ન-૬૨૨ – લિંક દ્વાર - પ્રમાણદ્વારભેદમાં ગુણ પ્રમાણમાં સમાયિક જીવગુણ છે ત્યાં પણ જ્ઞાન છે એટલું કહેતાં અહીં કિ સમય ? એવી કઈ શંકા છે કે જેથી કિંધાર કહેવાય
ઉત્તર-૬૨૨ – તે સામાયિક શું જીવથી ભિન્ન છે કે અભિન્ન? એવા સંદેહને દૂર કરવા અહીં કિંઢારનો નિર્દેશ છે.
પ્રશ્ન-૬૨૩ - શં દ્વાર - નામધારમાં ક્ષાયોપથમિક સામાયિક કહેતાં કદાવરણક્ષયોપશમથી તે પ્રાપ્ત થાય છે એવું કહેવું જ થાય છે. તેથી તે કઈ રીતે પ્રાપ્ત થાય છે? એવો અર્થ બતાવનારૂ કંથદ્વાર અહીં ફરીથી કેમ કહેવાય ?
ઉત્તર-૬૨૩ – કર્થ દ્વારમાં તે ક્ષયોપશમ જ વિચારાય છે. અને અહી કઈ રીતે તે ક્ષયોપશમ પ્રાપ્ત થાય છે એ બતાવાશે? આટલો વિશેષ છે. આ રીતે ઉપોદ્ધાતમાં કહેલા એ ઉદ્દેશાદિતારોમાં પ્રત્યેક વિશેષથી ચાલના-પ્રત્યવસ્થાન કહીને અત્યારે સામાન્યથી આખા ય ઉપોદઘાતની ચાલના બતાવે છે –
પ્રશ્ન-૬૨૪– ઉપક્રમ પણ પ્રાયઃ શાસ્ત્ર સમુત્યાનાર્થ જ છે ત્યાં આનુપૂર્વી આદિ દ્વારોથી શાસ્ત્ર ઉપક્રમીને નામાદિન્યાસ વ્યાખ્યાન યોગ્યતામાં લવાય છે. તેમ આ ઉપોદ્દાત પણ શાસ્ત્રના ઉદ્દેશ-નિર્દેશ-નિર્ગમાદિ દ્વારોથી ઉત્થાનને વર્ણવીને વ્યાખ્યાન યોગ્યતામાં લાવે છે તો એ બંનેમાં ફરક શું છે કાંઈ નહિ તો આ બંનેમાંથી કોઈ એક જ કહેવો જોઈએ ને?
ઉત્તર-૬૨૪ – ઉદેશમાત્રનિયત જ ઉપક્રમ છે. નામ-સ્થાપના-દ્રવ્યાદિ અને આનુપૂર્વીઆદિ ભેદોથી ઉપક્રમ શાસ્ત્રનો ઉદ્દેશ જ કરે છે, વ્યાખ્યા નથી કરતો. અને આ ઉપોદ્દાત પ્રાયઃ તે શાસ્ત્રનો વ્યાખ્યાનાર્થ છે. કારણ કે આ પ્રસ્તુત અનુગમ કહ્યો છે. તથા