________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૧૧
ન કહેવાથી નિર્મૂળ સમાસદ્વારના જ અભાવથી તે બંને જણાતાં નથી. એ યત્કિંચિત્ અહી બતાવે છે.
આવશ્યક અંગ છે કે અંગો ? વગેરે પ્રશ્નકાળે જ કાલિકશ્રુત પરિણામ સંખ્યાવતારમાં અધ્યયન સંખ્યાના અવતારથી અને ‘નોદ્દેશક નોદેશકા’ એવા નિષેધથી તે સામાયિકાધ્યયન ઉદ્દેશબદ્ધ થતું નથી એમ કહેલું જ છે તો અહીં ન જણાવેલું અધિક શું જણાય છે ? એટલે એ યત્કિંચિત્ જ છે. એથી અહીં એમનું કહેવું વ્યાખ્યાનાર્થ જ છે. તે બંનેની ચાલના-પ્રત્યવસ્થાન થઈ. હવે નિર્ગમ જણાવે છે. તે સામાયિક ક્યાંથી નીકળ્યું ?
પ્રશ્ન-૬૧૯ પહેલાં આગમ દ્વારમાં જ આત્મા-અનંતર-પરંપર આગમથી તીર્થંકરાદિથી પરંપરાથી એ આવ્યું છે એમ કહેવાથી એનો નિર્ગમ તીર્થંકરાદિથી છે, એટલે જણાયેલો જ છે ફરીથી અહીં કહેવાનું શું કારણ ?
ઉત્તર-૬૧૯ – પૂર્વે જાણેલાનો અહીં સામાન્યોદેશમાત્રથી તે તીર્થંકરાદિઓનો જ વિશેષ અભિધાન રૂપ નિર્દેશ કહેવાય છે. જેમ કે શ્રીમાન્ મહાવી૨ તીર્થંકરથી આ સામાયિક અર્થથી નીકળ્યું. સૂત્રથી ગૌતમાદિથી નીકળ્યું છે. તથા તે તીર્થંકરાદિઓનો મિથ્યાત્વ-અવિરતિ આદિ અંધકારનો નિર્ગમ અવવિવેદે ગામમ્સ વિતઓ એ ગાથાથી કહેવાય છે. તે સામાયિક અનેકવાર ક્ષેત્ર-કાળ-પુરુષ-કારણ-પ્રત્યયથી વિશેષિત તે તીર્થંકરાદિપાસેથી ઉપાય પ્રમાણે આવેલું છે તે અહીં કહેવાય છે એ વિશેષ છે.
પ્રશ્ન-૬૨૦
લક્ષણદ્વાર :- આ અધ્યયનનું લક્ષણ ક્ષાયોપશમિક ભાવ છે એવું પૂર્વે ઉપક્રમના ભેદરૂપ છ નામમાં ક્ષાયોપશમિક ભાવમાં સમવતારથી અર્થાપત્તિથી કહેલું જ છે. અથવા મુળ-પ્રમાણે જ્ઞાનમિત્રમ્ તત્રાઘ્યાયમાં એમ કહેવાથી આ ક્ષાયોપશમિક ભાવરૂપ લક્ષણ અર્થાપત્તિથી કહેલું જ છે, તો અહીં અનુગમમાં ફરી લક્ષણ શા માટે કહ્યું ?
-
ઉત્તર-૬૨૦ – પહેલાં માત્ર લક્ષણ જ બતાવ્યું છે. પણ વ્યાખ્યાથી વ્યાખ્યા નથી કર્યું. અનુગમમાં તો વ્યાખ્યાન પ્રસ્તાવથી વિસ્તારપૂર્વક તેની વ્યાખ્યા થશે. અથવા તે ક્ષાયોપશિમિક ભાવ પૂર્વ શ્રુત સમાયિકનું જ લક્ષણ સંગત થાય છે. અને અહીં તો સમ્યક્ત્વજ્ઞાન-દેશવિરતિ-સર્વવિરતિ રૂપ ચારેય સમ્યક્ત્વ-શ્રુત-દેશચારિત્ર-સર્વચારિત્ર સામાયિકોનું લક્ષણ કહેવાય છે એટલો વિશેષ છે.
પ્રશ્ન-૬૨૧
-
· નયદ્વાર :- પહેલાં ભાવપ્રમાણના ભેદરૂપ નયપ્રમાણમાં નયો કહેલા જ છે તો ઉપોદ્ઘાતમાં ફરી શા માટે ? તથા કહેવાનારા ચોથા નયલક્ષણમાં મૂળો અનુયોગદ્વારમાં કહેવાશે તો પહેલાં અનેકવાર કહેલાં એ ફરીથી કહેવામાં વિનિયોગ શું અને ફળ શું છે ?