________________
૩૧૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ ૩૦. નિર્દેશ દોષ - જ્યાં નિર્દિષ્ટપદોની એકવાક્યતા ન કરાય જેમ- તેવા પાલ્યાં પતિ કહેવામાં પતિ શબ્દ ન કહે. તે નિર્દેશ દોષ.
૩૧. પદાર્થ દોષ - જ્યાં વસ્તુના પદાર્થને પણ અન્ય પદાર્થ તરીકે માને. જેમ કે સંતો ભાવ સત્તા એમ કહીને વસ્તુપર્યાય જ સત્તા છે છતાં, તે વૈશેષિકમાં છ પદાર્થોથી અન્ય પદાર્થ તરીકે માનેલ છે. એ બરાબર નથી. કારણ કે, વસ્તુના પર્યાયો અનંત હોવાથી અનંત પદાર્થની આપત્તિ આવે.
૩૨. સંધિ દોષ - જ્યાં સંધિ થાય ત્યાં ન કરે, અથવા દોષવાળી સંધિ કરે.
આઠ ગુણો :- ૧. નિર્દોષ, ૨. સારવાળું, ૩. હેતુયુક્ત, ૪. અલંકૃત, ૫. ઉપનીત, ૬. સોપચાર, ૭. મિત, ૮. મધુર.
(૧) નિર્દોષઃ ઉક્ત અને અનુક્ત દોષ રહિત તે નિર્દોષ. (ર) સારવાળું: “ગો' શબ્દની જેમ ઘણા પર્યાયોથી યુક્ત તે સારવાળું. (૩) હેતુયુક્તઃ અન્વય-વ્યતિરેક સહિત તે હેતુયુક્ત. (૪) અલંકૃતઃ ઉપમા-ઉન્મેલાદિ અલંકારથી વિભૂષિત. (૫) ઉપનીતઃ દષ્ટાંતપૂર્વક. (૬) સોપચાર ગ્રામ્ય ભાષા જેમાં ન હોય તે. (૭) મિતઃ વર્ણાદિ ઉચિત પ્રમાણવાળું. (૮) મધુર : કાનને ગમે તેવું.
છ ગુણો :- ૧. અલ્પાક્ષર, ૨. અસંદિગ્ધ, ૩. સારવતુ, ૪. વિશ્વતોમુખ, પ. અસ્તોભક, ૬. અનવદ્ય. આવું સૂત્ર સર્વજ્ઞ ભાષિત હોય છે.
પ્રશ્ન-૬૨૮ – સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારતાં ક્યારે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનો અવસર આવે છે?
ઉત્તર-૬૨૮ – “કરોમિ ભંતે ! સામાયિય સવ્વ સાવજ્જ જોગ ઇત્યાદિ સૂત્ર ઉચ્ચારાતાં તથા, સર્વદોષ રહિત હોઈ શુદ્ધ છે એવો નિશ્ચય થતાં વ્યાખ્યાન અવસર હોવાથી કરોમિ ભદંત ! સામાયિક, સાવદ્ય, યોગ એવો પદરછેદ કરીને તથા સૂત્રાલાપકોનો યથાસંભવ ના સ્થાપનાદિ ન્યાસ કરીને, તેના વ્યાખ્યાન માટે સૂત્રસ્પર્શિકા નિર્યુક્તિનો અવસર આવે છે.