________________
ગુજરાતી પ્રશ્નોત્તર
३०७
મિથ્યાત્વીનો એકાંતક્ષણિકત્વ-અક્ષણિકત્વાદિ સૌગતાદિમતોનો જે સમુદાય સ્થાત્ પદથી લાંછિત છે, તે સમ્યક્ત્વ જ છે. (સ્યાદ્વાદ) કારણ કે પરસિદ્ધાંત સ્વસમયમાં ઉપકારી જ છે, પરિસદ્ધાંતની બાદબાકીથી જ સ્વસિદ્ધાંતની સિદ્ધિ છે. અસમંજસવાદિ પરસિદ્ધાંતો જોઈને સ્વસિદ્ધાંતમાં સ્વૈર્યની સિદ્ધિ છે. તેથી તે સમ્યદૃષ્ટિનો તે પરસિદ્ધાંત સ્વસિદ્ધાંત જ છે. એ પ્રમાણે સમ્યદૃષ્ટિનો સર્વ વિષયવિભાગથી સ્થાપેલો સ્વસિદ્ધાંત જ છે. એમ સર્વ અધ્યયનો સ્વસમય વક્તવ્યતા નિયત જ છે.
(૫) અર્થાધિકાર :- સામાયિકાધ્યયનનો અર્થાધિકાર સાવદ્યયોગવતિ છે તે સંપૂર્ણ સ્વસમયવક્તવ્યતાનો એક દેશ કહેવાય છે.
(૬) સમવતાર :- પૂર્વે કહેવાઈ ગયો છે. કારણ કે, પ્રતિદ્વાર સામાયિકાધ્યયન સમવતારિત જ છે.
અહીં છ ભેદથી યુક્ત ઉપક્રમઢાર પૂરું થયું.
૨. નિક્ષેપદ્વાર
(૨) નિક્ષેપ :- ત્રણ પ્રકારે ૧. ઓનિષ્પન્ન ૨. નામનિષ્પન્ન ૩. સૂત્રાલાપકનિષ્પન્ન. પ્રશ્ન-૬૧૦ – ઓઘ એટલે શું ?
ઉત્તર-૬૧૦ (૧) ઓઘનિષ્પન્ન :- જિનવચનરૂપ સૂત્રનું સામાન્ય-અંગ-અધ્યયનઉદેશકાદિ નામ તે ઓઘ કહેવાય. અર્થાત્ શાસ્ત્રનું સામાન્ય નામ તે ઓઘ કહેવાય છે. અહીં સામાયિક પ્રસ્તુત હોવાથી તદ્વિષય સામાન્ય નામ-અધ્યયન, અક્ષીણ, આય, ક્ષપણા તે પ્રત્યેક અનુયોગદ્વારમાં નામાદિ ૪ પ્રકારે કહ્યા છે, નામાધ્યયન, સ્થાપનાધ્યયન, દ્રવ્યાધ્યયન, ભાવાધ્યયન નામાક્ષીણ, સ્થાપનાક્ષીણ, દ્રવ્યાક્ષીણ, ભાવાક્ષીણ. એ રીતે આય-ક્ષપણાનું પણ નિક્ષેપ કહીને અનુક્રમે તે ચારે ભાવોમાં એટલે ભાવાધ્યયન આદિમાં આ સામાયિક અધ્યયનની યોજના કરવી, કારણ કે સામાયિક જ અહીં ભાવાધ્યયનાદિ વાચ્ય તરીકે છે.
અધ્યયનની નિરુક્તિ :- શુભ અધ્યાત્મનું જનક અથવા બોધ, સંયમ કે મોક્ષનું અધિક
અયન-પ્રાપક અધ્યયન.
1
અક્ષીણ ઃ- અર્થીઓને સતત અપાતું છતું વધે જ ઘટે નહિ તેવું અથવા અવ્યવચ્છિતિ નયમતથી સર્વદા અવ્યવચ્છિન્ન અલોકની જેમ અક્ષીણ.
આય :- જેનાથી જ્ઞાનાદિનો લાભ થાય તે આય.
ક્ષપણા :- અપચય-પાપકર્મની નિર્જરા જેનાથી થાય તે.