________________
૩૦૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
નયપ્રમાણમાં કાલિકશ્રુતનો સમવતાર નથી, કેમકે વર્તમાનમાં કાલિકશ્રુત મૂઢનય-શિષ્યને મતિભ્રમના ભયથી નિષિદ્ધનય વિચારવાનું છે એટલે નય પ્રમાણમાં એનો અવતાર નથી.
પ્રશ્ન-૬૦૭ – કેટલા સમય પહેલાં કાલિકશ્રુતથી નયવિચારનો નિષેધ કહેલો છે?
ઉત્તર-૬૦૭ – પહેલાં જ્યારે ચરણકરણ-ધર્મકથા-ગણિત-દ્રવ્યાનુયોગ લક્ષણ ચારે અનુયોગો અપૃથ ભાવમાં હતાં ત્યારે, પ્રતિસૂત્ર ચારેયના અવતારમાં તે નયાવતાર નિયત હતો પરંતુ વર્તમાનમાં એ ચારે અનુયોગ અલગ-અલગ હોવાથી નયાવતાર નથી થતો. कालियसुयं च इसिभासियाइं तइया य सूरपन्नत्ती । सव्वो य दिट्ठिवाओ चउत्थओ होइ अणुओगो Hશા એ વચનથી નયાવતાર નથી.
પ્રશ્ન-૬૦૮ – શું સર્વથા નથી?
ઉત્તર-૬૦૮ – ના, પ્રજ્ઞા પુરુષવિશેષને પ્રાપ્તકરીને કોઈક ને કેટલોક હોય પણ ખરો. જેમકે-શ્રીમદ્ આર્યરક્ષિતસૂરિએ એક-એક સૂત્રમાં અનુયોગ ચતુષ્ટયનું વ્યાખ્યાન અને તેમાં જે ન વિચાર વિસ્તારથી હતો, તે બંધ કર્યો. અને ત્યારબાદ તેમણે જ વિચાર બાહુલ્યથી મુંઝાતા શિષ્યોને જોઈને ચારે અનુયોગો ભેદથી વ્યવસ્થાપ્યા, તે આ રીતે-(૧) કાલિક શ્રુતમાં ચરણકરણાનુયોગ જ કહેવો. (૨) ઉત્તરાધ્યયનાદિમાં ધર્મકથાનુયોગ, (૩) સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોમાં ગણિતાનુયોગ (૪) દૃષ્ટિવાદમાં દ્રવ્યાનુયોગ કહેવો એ પ્રમાણે વ્યવસ્થા કરી. તેથી નય વિચાર હમણાં પ્રાયઃ નિષેધ છે. જો કે પ્રાજ્ઞ પુરૂષની અપેક્ષાએ નયનો વિધિ છે. પણ તે પ્રાયઃ શબ્દથી અનિયત છે. એટલે સામાયિકનો પ્રાય નયોમાં સમવતાર નથી.
પ્રશ્ન-૬૦૯ - તો સંખ્યા પ્રમાણમાં એ અવતરે છે કે નહિ?
ઉત્તર-૬૦૯ – સંખ્યા-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ઉપમા, પરિણામ, ભાવ એ આઠ પ્રકારની અનુયોગદ્વારમાં કહી છે. ત્યાં સંખ્યા પ્રમાણ વિચારતા કાલિક શ્રુતપરિમાણ નામની સંખ્યામાં અવતરે છે. કાલિકશ્રુતપરિણામ બે પ્રકારે છે. સૂત્રથી અને અર્થથી, સૂત્રથી સામાયિકાધ્યયન પરત્ત સંખ્યાતાક્ષરથી નિયત પરિણામવાળું છે. અને તેનો અર્થ અનંત પર્યાયવાળો હોવાથી અનંત પરિમાણવાળો છે.
(૪) વક્તવ્યતા - સિદ્ધાંત-સમય ત્રણ પ્રકારે છે. (૧) સ્વસમય (૨) પરસમય (૩) ઉભયસમય. એટલે વક્તવ્યતા પણ એ ત્રણ પ્રકારે થાય છે. ત્યાં આ સામાયિકાધ્યયન સ્વસમય વક્તવ્યતાથી નિયત છે, સ્વસમય જ અહીં પ્રતિપાદ્યમાન છે. આ જ નહિ પરંતુ બધા જ અધ્યયનો સ્વસમય વક્તવ્યતા નિયત જ છે. કારણ કે, પરસમય કે ઉભયસમય સમ્યગ્દષ્ટિને તો સ્વસમય જ છે.