________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૩૦૩ સાધુ. રાજાએ માન્યું અત્યંત વિનીત તરીકે પ્રસિદ્ધ રાજપુત્રને કહ્યું-કયા મુખથી ગંગા વહે છે તે શોધી લાવ. તે બોલ્યો-એમાં શોધવા જેવું શું છે ? બાળકોને પણ એ ખબર છે કે પૂર્વાભિમુખી ગંગા વહે છે. રાજા બોલ્યો-અહીં પણ કેમ વિતંડાવાદ કરે છે? જઈને જો એટલે હૃદયમાં ઈષ્યવાળો બહાર ગોપવીને ખુબ દુઃખથી તે સ્થાનેથી નીકળ્યો. સિંહદ્વારે જતાં કોઈ મિત્રે પૂછ્યું – ભદ્ર! ક્યાં જાય છે ? તે અસુયાથી બોલ્યો-જંગલમાં રોઝડાને મીઠું આપવા. મિત્ર બોલ્યો-વાત શું છે? તેણે બધું જણાવ્યું. મિત્ર બોલ્યો-રાજા ગાંડો થયો છે શું તમે પણ ગાંડા થયા છો કે જેથી નકામા રખડવા જાઓ છો ? જઈને રાજાને જણાવો-મેં ગંગા જોઈ પૂર્વાભિમુખ વહે છે. રાજપુત્રે તેમ જ કર્યું પ્રચ્છન્ન જાસુસે રાજાને તેનું બધું વર્તન જણાવ્યું. વિલખો થયેલો રાજા બોલ્યો-સારું હવે સાધુની પરીક્ષા કરીએ-એટલે જે કોઈ અવિનિત રાજાને દેખાયો તેની પરીક્ષા માટે ગુરુએ શિષ્યને કહ્યું જો જો ક્યા મુખથી ગંગા વહે છે ? ત્યારે ગંગા પૂર્વાભિમુખી વહે છે ગુરુપણ જાણે છે પણ અહીં કોઈ કારણ હોવું જોઈએ એમ મનમાં વિચારીને તેણે કહ્યું. આદેશ માંગુ છું. કહીને નિકળ્યો, બહાર જઈને ગંગા નદી પર ગયો, સ્વયં જોઈ અને બીજાને પુછીને અને સુકાતણખલાદિમાવતનથી અન્વય-વ્યતિરેકથી તેનું પૂર્વાભિમુખવાહિત્વ નક્કી કરીને આવીને ગુરુને કહ્યું-આમ આમ મેં ગંગા પૂર્વાભિમુખી વહે છે એ નિશ્ચિત કરી છે. તત્ત્વ ગુરુ જાણે. ગુપ્તચરે એની પણ બધી ચેષ્ટા રાજાને જણાવી એટલે રાજાએ હર્ષથી ગુરુવચન માન્યું.
પ્રશ્ન-૫૯૯- તો ઉક્તન્યાયે ગુરુમતગ્રહણ-ગુરુભાવોપક્રમ ઘટે છે. શેષ નામ-સ્થાપનાદ્રવ્યાદિ ઉપક્રમોનો અહીં શું ઉપયોગ છે કે જેથી તે બતાવ્યા છે?
ઉત્તર-૫૯૯ – ગુરુચિત્ત પ્રસાદ માટે તે બીજા ઉપક્રમો પણ યથાપ્રસ્તાવ જોડવા. એ રીતે દ્રવ્યાદિ ઉપક્રમોની ગુરુચિત્તપ્રસાદન ઉપયોગિતા-મમંડલાદિ દેશમાં, ગ્રીષ્માદિ કાળમાં જે કોઈ પ્રકારની ઉચિત પરિકર્મ-વિનાશ હોય છે. તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળોનું ગુરુના આહારાદિ કાર્યોમાં શિષ્ય તેમનાં મનની પ્રસન્નતા માટે કરે. દ્રવ્ય-દહી-દૂધ-પાણી વગેરે ગોળ-સૂંઠ આદિ નાંખીને પરિકર્મ કરે. ક્ષેત્ર-ઉપાશ્રયાદિના પ્રમાર્જન આદિ વડે ક્ષેત્રનો પરિકર્મ, કાળમુહૂતદિનો દીક્ષાદિમાં ઘડીયાલાદિથી પરિકર્મ કરવો. દ્રવ્યોનો દ્રવ્યાંતરસંયોગાદિથી શ્લેષ્માદિ દ્રવ્યોનો જે નાશ થાય છે. તે નાશ ઉપક્રમ પણ સમજી લેવો. એ પ્રમાણે ગુરુચિત્ત પ્રસાદ કરતો શિષ્ય ગુરુના આહારાદિ માટે લાવેલા પરિકર્મ કરેલા યોગ્ય અશનપાન-વસ્ત્ર-પાત્રઉપધિઆદિ દ્રવ્યોવાળો શિષ્ય સમ્યક્ રીતે શ્રુત પ્રાપ્ત કરે છે. અથવા - પ્રસ્તુતમાં નામસ્થાપનાદિ ઉપક્રમો નીરૂપયોગી છે, છતાં ઉપક્રમ શબ્દથી સરખા હોવાથી તે અહીં કહ્યા છે. અન્ય સ્થાને તે ઉપયોગી છે.