________________
૨૯૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૭) નિરુક્તિદ્વાર
(૧) ઉપક્રમનિરુક્તિ :- ઉપ-સમીપ ક્રમણ-દૂર રહેલી શાસ્રાદિવસ્તુનું તે તે પ્રતિપાદન પ્રકારોથી સમીપ કરવું, ન્યાસદેશમાં લાવવું તે નિક્ષેપયોગ્યતાકરણ-ઉપક્રમ. અથવા જેનાથી નિક્ષેપ યોગ્ય કરાયે તે. અથવા જેમાં-શિક્ષશ્રવણભાવ છતે ઉપક્રમકરાય તે જે માટે શાસ્ત્ર નિક્ષેપ યોગ્ય કરાય છે. તે, અથવા ઉપક્રમ્મતે યસ્માત્-વિનિતવિનેયવિનયથી એ ઉપક્રમ. વિનિત શિષ્યના વિનયથી શાસ્રને નિક્ષેપ યોગ્ય કરાય તે શ્રવણભાવ, તેથી તે વિનય ઉપક્રમ.
(૨) નિક્ષેપ નિર્યુક્તિ :- શાસ્ત્ર જેનાથી, જેમાં, જેના લીધે વ્યવસ્થપાય છે, નામ સ્થાપના-દ્રવ્યાદિ ભેદોથી તે નિક્ષેપ.
(૩) અનુગમ નિયુક્તિ :- જેના દ્વારા સૂત્ર વ્યાખ્યા કરાય તે અનુગમ, અથવા અણુસૂત્રનો ગમ-વ્યાખ્યાન-અનુગમ અથવા અનુરૂપ ઘટતા અર્થનું વ્યાખ્યાન સૂત્ર-અર્થનો અનુરૂપ સંબંધ ક૨વો તે અનુગમ.
(૪) નય નિર્યુક્તિ :- વક્તા સંભવતા પર્યાયો વડે વસ્તુને જાણે તે નય અથવા અનંતધર્માંધ્યાસિત વસ્તુમાં એક અંશ ગ્રાહક બોધ અથવા ઘણાપ્રકારે વસ્તુના પર્યાયો સંભવ હોવાથી વિવક્ષિત પર્યાયથી જે નયન-જાણવું તે નયસમાન.
(૮) ક્રમપ્રયોજન દ્વાર
પ્રશ્ન-૫૯૫
ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નય આ રીતે ક્રમથી અનુયોગ દ્વારોનો ઉપન્યાસ કરવામાં શું પ્રયોજન છે ?
-
-
ઉત્તર-૫૯૫ આ અનુયોગદ્વારોનો આ જ ઉપન્યાસ ક્રમ છે, દૂ૨૨હેલું નિક્ષેપ થતું નથી. અને નામાદિથી અનિક્ષિપ્ત અર્થથી અનુગમન થતું નથી. અને નયમત વિનાનો અનુગમ નથી. કારણ કે, સંબધોપક્રમ, સંબંધકર્તાના ઉપક્રમથી નજીકલાવીને ન્યાસયોગ્ય કરીને ન્યસ્તનિક્ષેપ-કરેલ નામ-સ્થાપનાદિ નિક્ષેપવાળું શાસ્ત્ર પછી અર્થથી અનુગમ થાય છે. વ્યાખ્યાન કરાય છે. એય પાછું વિવિધ ભેદો-નયોથી વ્યાખ્યા કરાય છે. તેથી આ જ અનુયોગદ્વારક્રમ છે.
(૧) ઉપક્રમ :- અહીં, અત્યારે જે ઉપક્રમનો અધિકાર છે, તે ભાવ ઉપક્રમના આનુપૂર્વી-નામ-પ્રમાણ-વક્તવ્યતા-અર્થાધિકા૨ અને સમવતાર એ છ ભેદો આગળ કહીશું. અત્યારે મંદબુદ્ધિવાળાના ઉપકાર માટે ભાવઉપક્રમગત આનુપૂર્વી આદિ છ ભેદો સંક્ષેપથી કહે છે.