________________
૩૦૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
એ પ્રમાણે શુક્ર-સારિકા વગેરે દ્વિપદાદિને શિક્ષા વડે ગુણપ્રાપ્તિ કરવામાં જે દ્રવ્ય ઉપક્રમ તે સચિત્તનો પરિકર્મથી ઉપક્રમ જાણવો.
(૨) વસ્તુ વિનાશ - વસ્તુ અભાવના અપાદાનમાં નાશનો ઉપક્રમ તે જ પુરુષાદિનો કાલાંતરભાવિ વિનાશ ખગ્રાદિ દ્વારા ઉપક્રમ કરીને અત્યારે જ કરાતો હોવાથી વિનાશ ઉપક્રમ કહેવાય છે. એમ ચતુષ્પદ-અપદ આદિનો પણ પરિકર્મ-વિનાશ જાણવો. આ સચિત્ત દ્રવ્યોપક્રમ, એમ અચિત્તમિશ્રનો પણ દ્રવ્યોપક્રમ હોય છે.
ક્ષેત્રનો ઉપક્રમ :- ક્ષેત્રઅમૂર્ત છે, નિત્ય છે એટલે તેનો પરિકર્મ-વિનાશ કરી ન શકાય તેના આધેય દ્રવ્ય જલ-ભૂમિ આદિનો તો તે સુપ્રતીત છે. તેથી તેમાં રહેલા તે બંનેનો ક્ષેત્રમાં મગ્નાં સેશન્ત એ ન્યાયથી ઉપચાર કરાય છે.
પ્રશ્ન-૫૯૬ – આધદ્વારથી પણ ક્ષેત્રનો પરિકર્મ-વિનાશ કઈ રીતે થાય?
ઉત્તર-૫૯૬ – જલાધારક્ષેત્રનો ભાવ-તરાપાદિથી ઉપક્રમ કરાય છે. અને ભૂમિઆધાર ક્ષેત્રનો હલ-કુલિકા વગેરેથી પરિકર્મઉપક્રમ અને ક્ષેત્રનો વિનાશોપક્રમ હાથીને બાંધવાદિથી જાણવો.
કાળોપક્રમ :- વર્તનાદિરૂપ કાળ દ્રવ્યોનો જ પર્યાય છે. અન્ય કોઈ સમયાવલિકારૂપ નથી. તેથી દ્રવ્યનો પરિકર્મ-વિનાશ થતા તેના પર્યાયમાં કાળોપક્રમ ઉપચાર કરાય છે. અર્થાત્ અહીં કેટલાક વર્તનાદિરૂપ જ કાળ માને છે. સમયાદિરૂપ નહિ. ત્યાં તે તે દ્વયણુંક વ્યણુંકાદિરૂપથી પરમાણુ આદિ દ્રવ્યોનું રહેવું તે વર્તના. આદિ શબ્દથી પરિણામ-ક્રિયાદિ નવા-જુના ભાવથી વસ્તુઓનું પરિણમન પરિણામ, અતીત-અનાગત-વર્તમાનરૂપ ક્રિયા. આ વર્તના-પરિણામ-ક્રિયાદિરૂપ કાળ દ્રવ્યોનો જ પર્યાય છે. તેથી દ્રવ્યના પરિકર્મ વિનાશનો વર્તનાદિરૂપ તેના પર્યાયમાં પણ ઉપચાર કરાય છે. તેથી કાળના પણ પરિકર્મ ઉપક્રમ અને નાશોપક્રમ કહેવાય છે.
પ્રશ્ન-૫૯૭ – પણ, જે સમયાદિરૂપ કાળ માને છે, તેમને માન્ય સમયાદિકાળનો પરિકર્મ-વિનાશ કઈ રીતે?
ઉત્તર-૫૯૭ – તે સમયાદિરૂપ કાળનું આજ પરિકર્મ છે કે જે શંકુઆદિના પડછાયારૂપ છાયાથી અને ઘટિકારૂપ નાડિકાથી યથાવત્ પરિજ્ઞાન છે. અને વિનાશ-વિપરિત થવા વગેરે અનિષ્ટફળ દાયક તરીકે પરિણમન તે નક્ષત્ર-ગ્રહાદિચારો દ્વારા થાય છે. કહેનારા કહે છેઅમુક નક્ષત્ર, ગ્રહથી આમ-આમ જતા કાળ નાશ કર્યો.