________________
૨૯૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્ય દેશમાં ઉપસ્થિત જીવપ્રદેશોથી વ્યાપ્ત દેશોપચિત વિશેષેકપરિણામ પરિણતોનો સચેતનઅચેતન સમુદાયરૂપ હયાદિસ્કંધ તે અનેકદ્રવ્યસ્કંધ.
પ્રશ્ન-૫૯૦ – જો એમ હોય તો કન્જન્કંધથી એનો ભેદ શું?
ઉત્તર-૫૯૦ – ત્યાં હયાદિ જેટલા જીવપ્રદેશોથી વ્યાપ્ત છે તેટલા જ કૃમ્નસ્કંધ તરીકે વિવક્ષિત છે, જીવપ્રદેશમાં અવ્યાપ્ત નખાદિ અપેક્ષા સહિત નહિ. અહીં તો નખાદિ યુક્ત બીજા અવયવો જે જીવ પ્રદેશથી વ્યાપ્ત હોય તે ઉભયને અનેક દ્રવ્યસ્કંધ કહેલો છે, એટલો ફરક છે.
પ્રશ્ન-૫૯૧ – તો પૂર્વોક્ત મિશ્રઅંધથી એનો શું ભેદ છે?
ઉત્તર-૫૯૧ – ત્યાં અશ્વ-ગજાદિ જીવો અને ખગ્રાદિ અજીવો અલગવ્યવસ્થિત રહેલાની સમૂહકલ્પનાથી મિશ્રઅંધત્વ કહ્યું છે. અહીં તો જીવપ્રયોગથી વિશિષ્ટકપરિણામ પરિણત સચેતન-અચેતન દ્રવ્યોનું એક દ્રવ્યસ્કંધત્વ છે એટલો ભેદ છે. આજ કારણથી મૂળ ગાથામાં પણ “વિશેસો” એમ કહીને કૃત્ન અંધથી અને મિશ્રઢંધથી આ અનેક દ્રવ્ય સ્કંધનો ભેદ છે એમ જણાવ્યું છે.
ભાવસ્કંધ
આગમથી
નોઆગમથી
સ્કંધ પદાર્થના ઉપયોગ
રૂપ પરિણામ
જ્ઞાન-ક્રિયા અને ગુણના
સમૂહરૂપ
આવશ્યક સામાચારી,
મૂળ-ઉત્તર ગુણ એકાર્થીકનામો-ગણ-કાય-નિકાય-સ્કંધ-વર્ગ-રાશિ-પુંજ-પિંડ-નિકર-સંઘાત-આકુળ-સમૂહ. પ્રશ્ન-૫૯૨ – ક્યા કારણે આ આવશ્યક પડધ્યયન છે?