________________
ગુજરાતી પ્રશ્નોત્તર
(૧) કૃત્સ્ન સ્કંધ :
જેનાથી અન્ય મોટો સ્કંધ નથી તે કૃત્સ્ન પરિપૂર્ણ સ્કંધ. હયસ્કંધ-ગજકંધ-નગરસ્કંધ
વગેરે જાણવા.
૨૯૫
-
પ્રશ્ન-૫૮૮ જો એમ હોય તો પ્રકારાન્તરત્વ અસિદ્ધ છે કેમકે પૂર્વોક્ત સચિત્ત ઘોડા આદિનો સ્કંધ અન્ય સંજ્ઞાથી કહેલો છે ?
ઉત્તર-૫૮૮ – એમ નથી. કારણ કે પહેલાં સચિત્તસ્કંધાધિકારથી તથા અસંભવી પણ બુદ્ધિથી ખેંચીને જીવો જ કહ્યા હતા અને અહીં જીવાધિષ્ઠિતશરીરના અવયવરૂપ સમુદાય કૃત્સ્ન સ્કંધ તરીકે વિવક્ષિત છે. એટલે અભિધેય ભેદથી પ્રકારાંતર સિદ્ધ છે.
પ્રશ્ન-૫૮૯ – ભલે હોય, ફક્ત ઘોડાદિ સ્કંધ કૃત્સ્ન તરીકે ઘટતો નથી તેની અપેક્ષાએ હસ્તિસ્કંદિ વધારે મોટા હોય છે.
-
ઉત્તર-૫૮૯ એ બરાબર નથી, કેમકે જીવ અસંખ્યેય પ્રદેશાત્મક છે. અને તેના અધિષ્ઠિત શરીરપુદ્ગલો એવો સમુદાય જ અહીં ઘોડાદિ સ્કંધ તરીકે વિવક્ષિત છે. જીવ અસંખ્યપ્રદેશાત્મક તરીકે સર્વત્ર તુલ્ય હોવાથી ગજાદિ સ્કંધની મોટાઈ અસિદ્ધ છે. જો જીવપ્રદેશ પુદ્ગલસમુદાય બંને સાથે વધે તો ગજાદિસ્કંધ મોટા થાય પણ તેવું નથી. કારણ કે સમુદાયની વૃદ્ધિ થતી નથી ફક્ત પુદ્ગલની વૃદ્ધિ-હાનિ અહીં વિવક્ષિત છે. એટલે સર્વત્ર હયાદિમાં કૃત્સ્નસ્યંધત્વ વિરુદ્ધ નથી. કેટલાક તો પહેલા સચિત્ત સ્કંધ વિચારમાં જીવતદધિષ્ઠિતશરીર પુદ્ગલ સમુદાય, સચિત્તસ્કંધ અને અહીં બુદ્ધિથી શરીરથી અલગ કરેલો જીવ જ ફક્ત કૃત્સ્નસ્કંધ એવો વ્યત્યય કરે છે. તે આ વ્યાખ્યાનમાં પ્રેર્ય જ નથી, હયગજાદિ જીવોનો પ્રદેશથી હીનાધિક્ય અભાવે કૃત્સ્નસ્યંધત્વ સર્વત્ર અવિરોધ છે.
(૨) અમૃત્ત્તસ્કંધ :- જેનાથી બીજો અત્યંત મોટો સ્કંધ છે તે અપરિપૂર્ણ હોવાથી અકૃત્સ્નસ્કંધ છે. તે દ્વિપ્રદેશોકાદિથી સર્વોત્કૃષ્ટાનન્ત પરમાણુ સંઘાતથી નિષ્પન્ન એક પરમાણુ ન્યૂન સુધી જાણવો ઉત્કૃષ્ટાનંતાણુ સ્કંધથી અપેક્ષાએ એક પરમાણુન્યૂન ઉત્કૃષ્ટાનંતાણુવાળો સ્કંધ અકૃત્સ્નસ્કંધ. તેની અપેક્ષા એ બે પરમાણુન્યૂન એમ એકેક પરમાણુની હાનિથી દ્વિઅંદેશિક સ્કંધ સુધી જાણવું. એટલે જ પૂર્વોક્ત અચિત્તસ્કંધથી એનો ભેદ છે. પૂર્વે દ્વિપ્રદેશિકાદિથી પરિપૂર્ણોત્કૃષ્ટ અનંત ૫૨માણુ સ્કંધ સુધીનો આખોય અચિત્તસ્કંધ સામાન્યથી સંગ્રહકર્યો છે. અને અહીં એક પરિપૂર્ણાત્કૃષ્ટાન્તાણુકનો સંગ્રહ નથી. તે કૃત્સ્નસ્કંધ હોવાથી.
--
(૩) અનેકદ્રવ્યસ્કંધ :- સચિત્ત-અચિત્ત અનેક દ્રવ્યોથી બનેલો સ્કંધ. દેશાપચિતોપચિતનખ-દાંત-વાળાદિરૂપમાં જીવપ્રદેશો વિનાનો અપચિત, અન્ય પીઠ-હૃદય આદિ લક્ષણ