________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૯૭ ઉત્તર-૫૯૨ – છ અધિકારોથી નિબદ્ધ હોવાથી, તે ૬ અધિકારો સામાયિકાદિ છે અધ્યયનોના યથાસંખ્ય જાણવા. સામાયિકનો-સાવદ્યયોગ વિરતિ અર્થાધિકાર, ચતુર્વિશતિસ્તવાધ્યયનનો-અરિહંતોના ગુણોના કીર્તન અર્થાધિકાર, વન્દનાધ્યયનનો-ગુણવાળા ગુરુનું વંદન-દાનાદિ પૂજાવિશેષરૂપ પ્રતિપત્તિ અર્થાધિકાર, પ્રતિક્રમણાધ્યયનનો-શ્રુત-શીલમાં થયેલી
અલનાની નિંદાનો અર્થાધિકાર, કાયોત્સર્ગાધ્યયનનો-ચારિત્રાત્માનો ત્રણચિકિત્સા-અપરાધરૂપી વણના સંહોરણ રૂપ અર્થાધિકાર, પ્રત્યાખ્યાનાધ્યયનનો-વ્રતભંગના અતિચારથી ઉપચિતકર્મને ખેરવવા માટે અનશનાદિ ગુણધારણા અર્વાધિકાર. આ રીતે આવશ્યક-શ્રુતસ્કંધરૂપ ત્રણ પદનો નામાદિ ન્યાસ કર્યો, તેમજ છ અર્વાધિકાર સ્વરૂપ સમુદાયાર્થ દ્વારનું નિરૂપણ કર્યું.
(૫) દ્વારદ્વાર ૧.સામાયિકાધ્યયન છએ અધ્યયનોમાં સમભાવલક્ષણ સામાયિક નામનું અધ્યયન સર્વમાં પ્રથમ છે.
પ્રશ્ન-૫૯૩ – ૬ અધ્યયનોમાં સામાયિકાધ્યયન જ પ્રથમ શા માટે?
ઉત્તર-૫૯૩ – કારણ કે સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો આધાર જેમ આકાશ છે તેમ, સર્વ મૂળ-ઉત્તરગુણોનો આધાર સામાયિકાધ્યયન જ છે, સામાયિક હોય તો જ તે ગુણો હોય, ન હોય તો ન હોય, સામાયિક એટલે સમતા, સમતાશૂન્ય પ્રાણીમાં ક્યાંય પણ પારમાર્થિકગુણોનું અવસ્થાન નથી. અથવા શેષ ચતુર્વિશતિ આદિ અધ્યયનો સામાયિક અધ્યયનના ભેદો જ છે. કેમકે, દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારે સામાયિક છે. અને ત્યાં ત્રણે ભેદમાં આખી ગુણજાતિ આવી જાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રથી અન્ય કોઈપણ ચતુર્વિશતિસ્તવાદિગત ગુણ નથી એટલે શેષાધ્યયનો તેના ભેદ હોવાથી સામાયિકાધ્યયન પ્રથમ કહ્યું છે. તેના ૪ અનુયોગદ્વારો છે.
પ્રશ્ન-૫૯૪ – અનુયોગ તો વ્યાખ્યાન કહેવાય છે, તો તેનેજ અધ્યયનાર્થ શા માટે કહેવાય છે?
ઉત્તર-પ૯૪ – સાચુ છે, પરંતુ વ્યાખ્યાનમાં પણ અધ્યયનાથે કહેવાય છે. એટલે અભેદ ઉપચારથી તે પણ તે રીતે કહેવાય છે એટલે દોષ નથી. ૪ કારો:- ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, નયસનામ.
(૬) ભેદદ્વાર યથાસંખ્ય ઉપક્રમ-૬ ભેદ, નિક્ષેપ-૩ ભેદ, અનુગમ-૨ ભેદ, નયનરભેદ