________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૯૧ પ્રશ્ન-૫૮૨ – તો આગમથી દ્રવ્યકૃત બોલનાર ગા.૮૭૭ એનાથી અનુપયુક્ત વક્તામાં જે પહેલાં દ્રવ્યશ્રુત કહ્યું તે શું ? કેમ કે તે વિષય અત્યારે તે નોઆગમથી ભાવશ્રુત તરીકે માન્યો છે. એટલે તે નિર્વિષય થાય.
ઉત્તર-૫૮૨ – અશુદ્ધનયના મતે શ્રુતલબ્ધિ પણ ભાવશ્રુત કહેવાય છે. તો અનુપયુક્ત લબ્ધિસંપન્ન જીવમાં પણ તે લબ્ધિરૂપશ્રુત ભાવૠત જ સ્વીકારાય છે. અને જે લબ્ધયાદિ શૂન્ય તે દ્રવ્યશ્રુત એટલે તે નિવિષય નથી.
પ્રશ્ન-૫૮૩- તો અનુપયુક્ત બોલનાર વક્તાનું દ્રવ્યશ્રુત શું? તેને પણ શ્રુતલબ્ધિસદ્ભાવે ભાવશ્રુત પ્રાપ્તિથી દ્રવ્યકૃતની નિર્વિષયતા તદવસ્થ જ છે. કારણ શ્રુતલબ્ધિ વગરનો કોઈ ભણતો નથી. તેથી એ પણ વામાત્ર હોવાથી કાંઈ નથી.
ઉત્તર-૫૮૩ – આચાર્ય મિશ્રવચન નોશબ્દને મનમાં રાખીને જવાબ આપે છે-મિશ્ર કહેનારનો શબ્દ વડે કરીને દ્રવ્યશ્રુત, આગમથી ભાવશ્રુત અને નોઆગમથી ભાવશ્રુત એ ત્રણે જુદા કેમ મનાય છે ? અનુપયુક્ત-શ્રુતધ્યેતાનું દ્રવ્યશ્રુત એક દેશથી સમુદાય જણાતો હોવાથી આગમથી ભાવસૃત કહેવાય છે. તે શ્રુતઉપયોગ શુદ્ધ જ છે, ચરણાદિથી મિશ્ર નથી. અથવા ચરણાદિમિશ્ર ઋતોપયોગ પણ અલગ વિવક્ષિત હોવાથી આગમથી ભાવદ્યુત કહેવાય છે.
પ્રશ્ન-૫૮૪ – તો નોઆગમથી ભાવદ્યુત શું છે?
ઉત્તર-૫૮૪ - ચરણાદિ સમેત શ્રતમાં જે ચરણાદિ મિશ્ર ઉપયોગ છે તે શાસ્ત્ર પ્રસિદ્ધિથી નોઆગમથી ભાવશ્રુત કહેવાય છે. નો શબ્દ અહીં મિશ્રવચન છે. નિષેધ વચન નો શબ્દ અહીં ઇષ્ટ નથી કેમકે એ સર્વ નિષેધવચન હોય કે દેશનિષેધવચન પણ હોય ? સર્વ નિષેધવચનરૂપ હોય તો દોષ આવે છે-નિષેધવાચકત્વમાં નો શબ્દમાં સર્વે ભાવકૃત આગમનો નિષેધ રૂપ અર્થાત્ નોઆગમ થાય એ બરાબર નથી. કેમકે, શ્રુત આગમ તરીકે સુપ્રતીત છે. અથવા સર્વનિષેધવાચક નો શબ્દમાં નોઆગમથી ભાવશ્રુત એ અર્થ થાય કે નોઆગમથી મૃતવિના મત્યાદિ ચતુષ્ટયરૂપ જે અનાગમરૂપ જ્ઞાન છે તે ભાવશ્રુત થાય. એમ અશ્રુત એવા પણ અત્યાદિ ચતુષ્ટયરૂપનો શ્રુત પ્રસંગ થાય.
દેશ નિષેધ વચનમાં નોશબ્દમાં દુષણ :- (૧) દેશ નિષેધ નોશબ્દમાં સકલ આચારાદિ શ્રુત નોઆગમથી ભાવશ્રુત ન થાય, પણ તેનો એક દેશ જ થાય. જો સર્વશ્રુતનું માનીએ તો સમસ્ત દ્વાદશાંગગણિપિટક જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયપિંડ રૂપ હોવાથી નોઆગમ તરીકે સિદ્ધાંતમાં રૂઢ છે. એ મિશ્રવચનનો શબ્દ માનવામાં જ ઘટે છે. (૨) અથવા અલગ થયેલું