________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-૨૪૨ – ગ્રાહ્ય વસ્તુ સામાન્ય-વિશેષાત્મક હોવા છતાં અર્થાવગ્રહથી સામાન્ય રૂપ અર્થને જ ગ્રહણ કરે છે. વિશેષરૂપે નહિ. અર્થાવગ્રહ એક સમયનો છે અને એટલામાં વિશેષનો ગ્રહ ન થઇ શકે. સામાન્યાર્થ-કોઇક ગામ-નગર વન-સેનાદિ શબ્દથી પણ નિર્દેશ થાય છે. તેના વ્યવચ્છેદ માટે અનિર્દેશ્ય અર્થાત્ કોઇપણ શબ્દથી ન કહી શકાય એવા નામાદિની કલ્પના રહિત આદિ શબ્દથી જાતિ-ક્રિયા-ગુણ-દ્રવ્યનો પરિગ્રહ છે. ત્યાં રૂપ૨સાદિ અર્થોનો જે સ્વચક્ષુઆદિ ઇન્દ્રિયગમ્ય પ્રતિનિયત સ્વભાવ છે તેનું સ્વરૂપ છે. રૂપરસાદિ તો તેનો અભિધાયક શબ્દ નામ છે, રુપત્વ-૨સત્વાદિ જાતિ છે, આ રૂપ પ્રીતીકર છે, આ રસ પુષ્ટિકર છે એ શબ્દ ક્રિયાપ્રધાન હોવાથી ક્રિયા છે, કાળો-નીલો વગેરે ગુણ છે, પૃથ્વી વગેરે દ્રવ્ય છે. આ સ્વરૂપ-નામ-જાત્યાદિઓની કલ્પના અન્તર્જલ્પારૂપિતજ્ઞાન વિના જ અર્થ ને જીવ અર્થાવગ્રહથી જે કારણથી ગ્રહણ કરે છે તેથી આ અર્થ અનિર્દેશ્ય કહ્યો છે. કારણ કે તે કલ્પના રહિત હોવાથી સ્વરૂપ-નામાદિ કોઇપણ પ્રકારે નિર્દેશ કરવો શક્ય બનતો નથી.
૧૨૨
પ્રશ્ન-૨૪૩
-
• જો સ્વરૂપ-નામાદિ કલ્પનારહિત અર્થ અર્થાવગ્રહનો વિષય છે એમ તમે કહો છો તો ‘નં તિ’ જે નંદિ અધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ‘તેળું ત્તિ સદંતિ' ઉપલક્ષણથી 'से जहा नामए केइ पुरिसे अव्वत्तं सद्दं सुणेज्जा, तेणं सद्देत्ति उग्गहिए, न उण जाणइ के વેલ સદ્દત્તિ । કોઈ પુરૂષ અવ્યક્ત શબ્દ સાંભળે, તેને ‘શબ્દ છે’ એમ જાણ્યું પણ એ કયો શબ્દ છે એ નથી જાણતો તે પ્રમાણે કહ્યું તેની સાથે તો તમારી માન્યતામાં વિરોધિ થાય છે. જેમકે આ નંદિસૂત્રમાં જણાય છે, જેમ તે પ્રતિપન્ન કરનાર દ્વારા અર્થાવગ્રહથી શબ્દ ગ્રહણ કરાયો અને આપ તો સર્વથા શબ્દાદિ ઉલ્લેખ રહિત જ એનું પ્રતિપાદન કરો છો તો વિરોધ કેમ ન આવે ?
ઉત્તર-૨૪૩ – શબ્દથી અવગૃહીત એવું જે કહ્યું ત્યાં ‘શબ્દ’ એટલે જે વક્તા પ્રતિપાદન કરે છે અથવા શબ્દમાત્ર રૂપ-૨સાદિ વિશેષ વ્યાવૃત્તિથી - ન અવધારેલા હોવાથી શબ્દ તરીકે અનિશ્ચિત ગ્રહણ કરે છે. એટલા અંશથી શબ્દથી અવગૃહીત કહેવાય છે. પણ શબ્દ બુદ્ધિથી એનો શબ્દ તરીકે સંભવ નથી.
પ્રશ્ન-૨૪૪ – જો ત્યાં શબ્દબુદ્ધિ થાય તો શું દોષ આવે ?
ઉત્ત૨-૨૪૪ – જો અર્થાવગ્રહમાં શબ્દબુદ્ધિ થાય તો એ ‘અપાય’ જ થઇ જાય અર્થાવગ્રહ ન થાય કારણકે નિશ્ચય એ અપાયરૂપ હોય છે. તેથી અર્થાવગ્રહમાં ઇહાનો અભાવ જ થઇ જાય એવું દેખાતું નથી જે અમને ઇષ્ટ જ છે.