________________
૧૨૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
એવા સમાન પણ જે અર્થોમાં ગ્રહણ વિષયમાં કર્મનો ક્ષયોપશમ થાય છે. તથા પોતાનો રૂપ-આલોક-મનસ્કારાદિ સામગ્રીથી અનુગ્રહ થાય છે. તે અર્થોમાં કર્મયોપશમનો સભાવ હોવાથી અને શેષ સામગ્રીના અનુગ્રહથી ચક્ષુનું ગ્રહણ સામર્થ્ય થાય છે. અને જે અર્થોમાં ગ્રહણવિષયમાં કર્મયોપશમ અને શેષ સામગ્રીનો અનુગ્રહ નથી તેમાં સામર્થ્યભાવ અર્થાપત્તિથી જણાય છે. તેથી ચક્ષુ-મન અપ્રાપ્યકારિ છે એવું સ્થિત થયું. અને તેથી સ્પર્શનાદિ ચાર ભેદવાળો જ વ્યંજનાવગ્રહ છે એવો નિષ્કર્ષ આવ્યો. એ પ્રમાણે – “રયામળોન્નતિયમેયાગો વંનોહી વન' એ વાતનું સમર્થન થયું હવે પ્રકૃતિ -
- 'तत्थोग्गहो दुरुवो गहणं जं होइ वंजणत्थाणं । वंजणओ य जमत्थो तेणाईए तयं વોર્જી | ઇત્યાદિ ગ્રંથથી પ્રતિજ્ઞાતવ્ય વ્યજનાવગ્રહસ્વરૂપનું પ્રતિપાદન અહીં પ્રકૃતિ છે અને તેનું સ્વરૂપ નંદિ અધ્યયનાગમસૂત્રમાં પ્રતિબોધક-મલ્લકના ઉદાહરણોથી બતાવાયું છે.
(૧) પ્રતિબોધકનું ઉદાહરણ :
પ્રતિબોધક અને મલ્લકના દૃષ્ટાંતથી વ્યંજનાવગ્રહની પ્રરૂપણા કરીશ, એ કઈ ? પ્રતિબોધક દષ્ટાંતથી પ્રરૂપણા તે જેમ કે કોઈ પુરુષ સુતેલા કોઈ પુરુષને જગાડે છે. અમુક ! અમુક ! ત્યાં નોદક પ્રજ્ઞાપકને એમ કહે છે – શું એક સમયમાં પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવે છે. યાવત્ સંખ્યય-અસંખ્યય સમય પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવે છે? એમ બોલતા નોદકને પ્રજ્ઞાપક કહે છે – એક સમય પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવતા નથી. યાવત્ સંખ્યયસમયમાં પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવતા નથી અસંખ્યય સમયમાં પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણમાં આવે છે. તે આ પ્રતિબોધક દષ્ટાંતથી પ્રરૂપણા થઈ.
મલ્લગ (શરાવ) દાંત -
હવે એ મલ્લકદઅંતથી પ્રરૂપણા કઈ છે ? મલ્લકદષ્ટાંતથી પ્રરૂપણા-તે જેમકે કોઈ પુરુષ આપાકશિરસ-મસ્તક સુધી પકવેલા મલ્લકને લઈને તેમાં એક પાણીનું ટીપું નાંખે છે તે નષ્ટ થઈ ગયું. બીજું પણ નાંખ્યું તે પણ નષ્ટ થઈ ગયું અન્ય પણ નાંખ્યું તે પણ નષ્ટ થઈ ગયું. એમ નાંખતા નાંખતા એવું એક પાણીનું ટીપું થશે જે તે મલ્લકને ભીનું કરશે. એવું એક પાણીનું ટીપું થશે કે જે તે મલ્લકમાં રહેશે. એવું એક પાણીનું ટીપું થશે કે જે મલ્લગને ભરશે, એવું એક ટીપું થશે કે જે મલ્લકમાં નહી રહે, એવું એક ટીપું થશે કે જે મલ્લકને તાણી જશે એમ અહીં વ્યંજનાવગ્રહમાં પણ નંખાતા અનંત પુગલો દ્વારા જ્યારે તે વ્યંજન પુરાશે ત્યારે હું એમ કરે છે. એ જાણતો નથી કે શું આ શબ્દ છે કે બીજું કાંઈ છે? એમ છતે અર્થાવગ્રહ ૧ સમયનો હોવાથી તે પહેલાનો બધો જ વ્યંજનાવગ્રહ હોય છે.