________________
૧૬૧
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૩૩૧ – એવું કઈ રીતે જાણવું?
ઉત્તર-૩૩૧ – કારણ કે તે ઉત્સધાંગુલથી ઇન્દ્રિય વિષય પરિમાણ માનવામાં ૫૦૦૨૫૦ આદિ ધનુષપ્રમાણવાળા ભરત-સગરાદિ મનુષ્યોનો જે શ્રોતાદિથી શબ્દાદિ વિષયગ્રહણ વ્યવહાર પ્રસિદ્ધ છે. તેનો વ્યવચ્છેદ થઈ જાય. કેમકે જે ભરત ચક્રવર્તીનું અંગુલરૂપ છે તે પ્રમાણાંગુલ છે. તે ઉત્સધાંગુલથી હજાર ગણું કહ્યું છે, અને ભરતાદિની અયોધ્યાદિનગરીઓ અને છાવણી આત્માંગુલથી ૧૨ યોજન લાંબી શાસ્ત્રમાં નિર્ણાત છે. અને તે ઉત્સધાંગુલથી અનેક હજાર યોજનો થાય છે. એથી ત્યાં આયુધશાળાદિમાં વગાડેલી ભેરી આદિના શબ્દનું શ્રવણ તમારા મતે બધાને નહિ થાય. કારણ કે શ્રોત્ર વારસહિં નોકર્દિ સોયં પિ સર્દ એ વચનથી બાર યોજનથી આવેલા શબ્દને સાંભળે છે. આગળથી આવેલા નહિ. આ ૧૨ યોજન તમારા અભિપ્રાયથી જો ઉત્સધાંગુલથી મપાય છે તો ઉત્સધાંગુલથી નિષ્પન્ન અનેક હજાર યોજનથી આવેલા ભેરીઆદિના શબ્દને શ્રોત્ર કઈ રીતે ગ્રહણ કરે? અને પાછું ભરતાદિનગરી-સ્કંધાવારોમાં તેનું શ્રવણ માનેલું જ છે. એથી આત્માંગુલથી જ ઇન્દ્રિયોનું વિષયપરિમાણ છે ઉત્સધાંગુલથી નહિ.
કદંબપુષ્પાદિ આકારવાળી શ્રોત્રાદિ ઇન્દ્રિયો અહીં દ્રવ્ય ઇન્દ્રિયો લેવી. તેમનું પ્રમાણ અંગુલના અસંખ્યાત ભાગાદિક છે. ત્યાં પણ ઉધાંગુલની ભજના છે, ક્યાંક વપરાય છે ક્યાંક નથી વપરાતું, માત્ર સ્પર્શનેન્દ્રિય જ ઉત્સધાંગુલથી મપાય છે. બીજી બધી આત્માંગુલથી જ અપાય છે. કેમકે-ત્રણગાઉ આદિ માપના યુગલિકોની જીભનું માપ જો ઉત્સધાંગુલથી ગ્રહણ કરાય તો સંવ્યવહારમાં કલ્પવૃક્ષના રસાદિના પરિજ્ઞાનના લક્ષણમાં ઘટે નહિ. કહેવાય છે કે “વાહિશ્નો ય સબારું અંતિમસંવમા, પ્રમેવ પુત્તમો નવરં અંતyદુરસ” ઇત્યાદિવચનથી અંગુલપૃથક્ત બે થી નવ આંગળ વિસ્તારવાળી જીભ નિર્મીત કંઈ. ત્રણગાઉ આદિ જીવોનાં તેટલા અનુસાર વિશાળ મુખો અને જીભ હોય છે. તેથી જો ઉત્સધાંગુલથી તેમની છરીના આકારથી કહેલી જીભનો અંગુલપૃથક્વરૂપ વિસ્તાર ગ્રહણ કરીએ તો તે અત્યંત નાનો હોવાથી આખી જીભમાં વ્યાપે નહિ તેથી આખી જીભથી રસવેદન લક્ષણ વ્યવહાર ન ઘટે. તેથી આત્માગુલથી જ જીભાદિનું માન ઘટે છે. તેથી શરીરની પોતાની સર્વ ઇન્દ્રિયો પણ જો ઉત્સધાંગુલથી જ મપાતી નથી, તો તેના વિષયપરિમાણની વાર્તા તો દૂર જ રહી. તે કારણથી ઈન્દ્રિય અને તેના વિષયનું પરિમાણ એકાન્ત ઉત્સધાંગુલથી માનવામાં દોષ બતાવ્યો હોવાથી પારિશેષથી શરીરનું માપ જ તે ઉત્સધાંગુલથી થાય છે. યુગલિકોના રસવેદન વ્યવહાર અને ચક્રવર્તી ભરતની નગરીઆદિમાં ભેરી આદિના શબ્દશ્રવણ વ્યવહારના અભાવની આપત્તિ બતાવેલી હોવાથી, પ્રતિપક્ષ
ભાગ-૧/૧૨