________________
૨૫૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ થોડોક ક્ષેત્ર-કાળ વિષયત્વેન કહ્યો છે. આ તૈજસાદિ-તૈજસ-કાશ્મણ શરીર-તૈજસવર્ગણા દ્રવ્યો-ભાષાવર્ગણા દ્રવ્યો, કાર્મણશરીર યોગ્ય વર્ગખાદ્રવ્યોથી અત્યંત સ્થૂળ-બાદર છે, તેથી અહીં સ્ટોક તર ક્ષેત્ર-કાળ કહ્યા છે.
પરમાવધિનો દ્રવ્યથી વિષય
પ્રશ્ન-૫૩૧ – જેમ જઘન્ય-મધ્યમ અવધિ કેટલાક જ રુપિદ્રવ્યોને જુએ છે તેમ ઉત્કૃષ્ટ અવધિ પણ કેટલાક રૂપી દ્રવ્યોને જ જોવે છે કે સર્વે રૂપિદ્રવ્યોને દેખે છે?
ઉત્તર-પ૩૧ – પરમાવધિ એક આકાશપ્રદેશમાં અવગાઢ પરમાણુ-યણુકાદિ અનંતાણસ્કંધ સુધીનું સર્વ દ્રવ્ય તથા કાર્મણ શરીરને દેખે છે.
પ્રશ્ન-૫૩૨ – એક પ્રદેશમાં અવગાઢ એમ સામાન્યથી કહેતાં પરમાણુ-યણુકાદિ દ્રવ્ય જાણે છે એમ કઈ રીતે જણાય. અને પwદેશાવIઢ વર્ષનરીર એટલું જ કેમ કહેતા નથી?
ઉત્તર-૫૩૨ - ના, કાર્મણશરીર અસંખ્ય પ્રદેશાવગાહિ હોવાથી તેને એકપ્રદેશ અવાગાહી તરીકે ન કહી શકાય અને અગુરુલઘુ સર્વ દ્રવ્ય પણ પરમાવધિ જોવે છે. નહિ તો એકપ્રદેશાવગાઢ કામણ શરીર પરમાવધિ અગુરુલઘુ-ગુરુલઘુ સર્વ દ્રવ્યોને દેખે છે. એમ જાણવું. અહીં જાતિની અપેક્ષાએ એકવચનનો નિર્દેશ કર્યો છે જો એમ ન કહીએ તો એક પ્રદેશ અવગાહી કામણ શરીર અગુરુલઘુ દ્રવ્ય તથા ગુરૂલઘુ દ્રવ્ય પરમાવધિ જાણે છે એમ માનવું પડે, તથા તૈજસ શરીરના વિષયવાળા અવધિમાં કાળથી ભવપૃથક્ત પરીછેદ્યતયા જાણવું. અર્થાત જે તૈજસ્ શરીરને દેખે છે તે કાળથી ભવપૃથક્ત પણ દેખે છે. અને અહીં જે પૂર્વે તૈજસને જોતો પલ્યોપમના અસંખ્યભાગરૂપ અસંખ્યકાળ કહ્યો હતો, તે આ ભવપૃથકત્વથી વિશેષ નથી. અને આ ભવપૃથક્વ પણ તે જ અસંખ્ય કાળથી વિશેષ નથી.ભવપૃથક્તની અંદર જ તે પલ્યોપમનો અસંખ્ય ભાગ કાળ છે અધિક નથી અને ભવપૃથક્વ એમાંથી બહાર નથી જ.
પ્રશ્ન-૫૩૩ – એક પ્રદેશાવગાઢ પરમાણુ આદિ અતિસૂક્ષ્મ હોવાથી તેની પ્રાપ્તિમાં બાદર કાર્મણશરીરાદિ પ્રાપ્ત થાય જ છે, એટલે તેમનો અલગ નિર્દેશ કરવો ફોગટ છે. અથવા પતં નમતે સર્વમ્ એવું કહેવાનારું હોવાથી પ્રવેશાવાહં એવું પણ ન બોલવું જોઇએ ખરું ને?