________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૧
નથી. અવધિજ્ઞાનીના શરીરના પગથી મસ્તક સુધી ભમતી અગ્નિજીવ સૂચિનો એ આકાર હોય છે.
મધ્યમ અવધિ ક્ષેત્રથી અનેક સંસ્થાનવાળો હોય છે. નારકોનો અવધિ-તરાપાના આકારનો પહોળો ત્રિકોણ હોય છે. ભવનપતિનો અવધિ-ધાન્યના કોઠા જેવો ઉભો-પહોળો ઉપર કાંઈક સાંકડો હોય છે. વ્યંતરોનો અવધિ-પટ જેવો ઉપર-નીચે સમાન હોય છે. જયોતિષ્કનો અવધિ-ડમરૂ જેવો બે બાજુ પહોળો-વચ્ચે સાંકડો હોય છે.
સૌધર્મથી અશ્રુતનો અવધિ-મૃદંગ જેવો ઉપર લાંબો નીચે પહોળો છેક ઉપર નાનો હોય છે.
રૈવેયકનો અવધિ-ફુલની ચંગેરી જેવો હોય છે. અનુત્તરનો અવધિ-કન્યાના ચોલક જેવો હોય છે. તિર્યંચ-મનુષ્યોનો અવધિ-વિવિધ પ્રકારનો હોય છે. જેમ, સ્વયંભૂરમણ સમુદ્રના માછલા વલય આકાર વિના સર્વ આકારના છે. તેમ, આ અવધિ વલયના આકારવાળો પણ સાથે કહ્યો છે. દેવ-નારકનો અવધિ સર્વકાલ નિયત આકારનો હોય છે. જ્યારે, તિર્યંચમનુષ્યોનો તો જે આકારથી પ્રથમ ઉત્પન્ન થાય છે તે જ આકારથી કેટલાકનો સર્વકાળ હોય છે. કેટલાકનો તો અન્ય આકારે પરિણમે છે.
ભવનપતિ અને વ્યંતરોને ઊર્ધ્વદિશામાં અવધિ વધારે હોય છે. અને વૈમાનિક દેવોને અધો દિશામાં અવધિ વધુ હોય છે, નારકી અને જ્યોતિષને તિચ્છી દિશામાં અવધિ વધુ હોય છે તથા ઔદારિક શરીરવાળા તિર્યંચ-મનુષ્યોને વિવિધ પ્રકારે હોય છે.
(૪) અનુગામિક-અનનુગામિક દ્વારા
આનુગામુક અવધિ-જે ઉત્પન્ન થયેલો અવધિ પોતાના સ્વામિને દેશાંતર જતો અનુસરે છે. આવો અવધિ નારક-દેવોને હોય છે.
અનનુગામુક - સાંકળમાં બાંધેલા દિપક જેવો જે અવધિ જનારા પુરૂષની સાથે ન જાય તે. તથા,