________________
૨૬૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ (૭) અધરિમ-મધ્યમ રૈવેયકના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી છઠ્ઠી પૃથ્વીને દેખે છે. (૮) ઉપરિમ રૈવયકના ઇન્દ્રો-સામાનિકાદિ દેવો અવધિથી સાતમી પૃથ્વીને દેખે છે.
(૯) અનુત્તર દેવો સંભિન્ન ચારે દિશામાં પોતાના જ્ઞાનથી વ્યાપ્ત કન્યાચોલક સંસ્થાનવાળી સંપૂર્ણ લોકનાડીને અવધિથી દેખે છે.
તીર્જી અને ઉપર :- દેવલોકના આ શક્રાદિ દેવોનો તીર્યમ્ અસંખ્ય દ્વીપો અને સમુદ્રો સુધી ક્ષેત્રથી અવધિ જાણવો. તેથી બહુતર દ્વીપ-સમુદ્રો ઉપર ઉપરના દેવલોકના દેવો જોવે છે, ઉપર તો બધા જ દેવો સ્વકલ્પના સ્તુપાદિધ્વજા સુધીનાં ક્ષેત્રને જોવે છે. તેનાથી ઉપર નહિ.
3 સાગરોપમથી ન્યૂન આયુવાળા દેવોનું અવધિપરિચ્છેદ્ય ક્ષેત્ર સંખ્યય યોજન જાણવું સંપૂર્ણ સાગરો પમ વાળા દેવોનું અવધિ ક્ષેત્ર અસંખ્ય યોજનો સુધી છે. આ ઉત્કૃષ્ટથી કહ્યું.
જઘન્યથી-૧૦ હજાર વર્ષ સ્થિતિવાળા ભવનપતિ-વ્યંતરોનું જઘન્ય અવધિક્ષેત્ર ૨૫ યોજના છે. જ્યોતિષ્ક-વૈમાનિક દેવોનું સંખ્ય યોજનો, જઘન્ય-ઉત્કૃષ્ટથી અવધિક્ષેત્ર જાણવું. કારણ કે, જ્યોતિષ્કની જઘન્ય સ્થિતિ પણ ૧/૮ પલ્યોપમ છે. ઉત્કૃષ્ટ ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ છે. એટલે બહુઆયુવાળા હોવાથી અને મહર્ધિક હોવાથી ઉત્કૃષ્ટની જેમ તેમનો જઘન્ય અવધિ પણ સંખ્યાતા યોજનો હોય છે.
વૈમાનિકનું જઘન્ય અવધિ ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પત્તિના પ્રથમ સમયે પારભવિક જાણવું અને તે પછી તો તે તે દેવનું જેટલું માન છે તેટલું હોય છે.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ઉત્કૃષ્ટવધિજ્ઞાન મનુષ્યોમાં જ હોય, દેવાદિમાં ન હોય.
અને જઘન્યાવધિજ્ઞાન-મનુષ્ય તિર્યચોમાં જ હોય, અન્યમાં ન હોય. ઉત્કૃષ્ટ અવધિ બે પ્રકારનું છે –
(૧) લોકગત સમસ્તલોક માત્ર જોનાર પ્રતિપાતી હોય છે અને તે ઉપરનું અને (૨)અલોક ગતઃ- જે અલોકનો એકપણ આકાશ પ્રદેશ જોવે તે અપ્રતિપાતી જ હોય.
(૩) સંસ્થાન દ્વાર :
જઘન્ય અવધિ બિંદુના આકારનો ગોળ હોય છે. કારણ કે, પનકનું અવગાહના ક્ષેત્ર એ આકારનું છે. ઉત્કૃષ્ટ અવધિ-પરમાવધિ કાઈક લાંબો કોઈક પહોળો છે. સર્વથા ગોળ