________________
૨૭૪
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૭) સર્વોષધિ - વિડ્ર-મૂત્ર-કેશ-નખાદિ સર્વે અવયવો સુરભિ-વ્યાધિ દૂર કરવામાં સમર્થ અથવા આમર્યાદિ સર્વ ઔષધિઓ કોઈ એક જ સાધુની પાસે હોય તે સર્વોષધિ.
(૮) ચારણ-વિદ્યાચારણ - વિવલિત કોઈ આગમમાં પ્રધાન ચારણ વિદ્યાચારણ, યથાવિધિ સાતિશય છઢ વગેરે તપથી તપતા સાધુને વિદ્યાચારણલબ્ધિ ઉત્પન્ન થાય છે. તેનાથી એ અહીંથી એક ઉત્પાતે માનુષોત્તરપર્વતે જાય છે. ત્યાંના ચૈત્યોને વંદે છે. પછી, બીજા ઉત્પાતે નંદીશ્વરદ્વીપ જઈને ચૈત્યોને વંદે છે. પછી એક જ ઉત્પાતે પાછો ફરીને જે સ્થાનથી ગયો ત્યાં પાછો આવે છે. આ તિર્ય વિષય ગમનાગમન છે. ઉપર-અહીંથી ૧ ઉત્પાતે નંદનવનમાં જાય, રજા ઉત્પાત પંડકવનમાં જાય છે, ત્રીજા ઉત્પાતે પાછો મૂળ સ્થાને આવે છે.
જંઘાચારણ - કરોળીયાના જાળા કે સૂર્યના કિરણોને પકડીને તપથી જંઘાઓ દ્વારા આકાશ માર્ગે જાય, તે તેને તે લબ્ધિ સાતિશય અટ્ટમરૂપ વિકૃષ્ટ તપથી સર્વદા તપ કરતા ઉત્પન્ન થાય છે. તેનાથી ૧ ઉત્પાતે ૧૩માં રૂચકવરદ્વીપમાં જઈને ત્યાં ચૈત્યો વંદે છે, પાછો ફરતો બીજા ઉત્પાતે નંદીશ્વર દ્વીપે આવીને ત્યાંના ચૈત્યોને વંદે છે અને ત્રીજા ઉત્પાતે સ્વસ્થાને પાછો આવી જાય. આ રીતે તીર્જી દિશામાં ગમનાગમન કરે છે. તથા ઉપરએક ઉત્પાત પંડકવનમાં થઈ ત્યાંના ચૈત્યોને વાંદી પાછો ફરતો બીજા ઉત્પાતે નંદનવનના ચૈત્યોને વાંદી ત્રીજા ઉત્પાતે સ્વસ્થાને આવે છે.
(૯) આશીવિષ :- ૨ પ્રકારે જાતિથી-કર્મથી, જાતીથી વિંછિ, દેડકા, સર્પ, મનુષ્ય જાતિ ક્રમે બહુ-બહુતર-બહુતમવિષવાળા-વિછિનું વિષ ઉત્કૃષ્ટથી અડધા ભરતક્ષેત્ર પ્રમાણ શરીરમાં ફેલાઈ શકે એટલું હોય છે, દેડકાનું વિષ ભરતપ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે, સર્પનું વિષ જેબૂદ્વીપ પ્રમાણ શરીરમાં વ્યાપી શકે એટલું હોય છે, મનુષ્યનું વિષ સમય ક્ષેત્ર પ્રમાણ શરીરમાં ફેલાઈ શકે એટલું હોય છે. કર્મથી-પંચે તિર્યંચો મનુષ્યો, સહસ્ત્રારાદિ દેવો આ લોકો તપ-ચરણ-અનુષ્ઠાન અથવા અન્ય ગુણથી આશીવિષ વિંછિસપદિ સાધ્ય કર્મ ક્રિયા કરે છે. અર્થાત્ શાપાદિથી અન્યને હણે છે. દેવો અપર્યાપ્ત અવસ્થામાં તે શક્તિવાળા જાણવા કેમકે તે પૂર્વભવમાં ઉપાર્જન કરેલ આશીવિષલબ્ધિવાળા સહસ્રરાંત દેવોમાં નવા ઉત્પન્ન થયેલા અપર્યાપ્તાવસ્થામાં પૂર્વભાવિક તે લબ્ધિવાળા માનવા. ત્યારબાદ તે લબ્ધિ નષ્ટ થઈ જાય છે. પર્યાપ્ત દેવો પણ શાપાદિથી અન્યને નાશ કરે છે. પરંતુ ત્યાં લબ્ધિ છે એમ ન કહેવાય. . કેવલજ્ઞાનની ઋદ્ધિ એ સર્વ પ્રસિદ્ધ છે, તથા વિપુલમતિરૂપ મનઃ પર્યવજ્ઞાની, એટલે ઘણા વિશેષોથી યુક્ત વસ્તુના વિચારોને ગ્રહણ કરે તે વિપુલમતિ, અથવા સેંકડો પર્યાયો સહિત ચિન્તનીય ઘટાદિ વસ્તુ વિશેષના વિચારને ગ્રહણ કરનારી મતિ તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન.