________________
૨૮૩
ગુજરાતી પ્રશ્નોત્તર અનુયોગ વ્યાખ્યાનરૂપ પરાધીનનો જ હોય છે. પ્રાયશ્રુિત જ પરાધીન છે. પ્રત્યેક બુદ્ધાદિને શ્રત સ્વયં હોવાથી તેના વ્યવચ્છેદ માટે પ્રાયઃગ્રહણ છે. શ્રુતજ્ઞાન મુખર હોવાથી પરપ્રબોધમાં સમર્થ છે. જ્યારે શેષજ્ઞાનો મૂક હોવાથી સમર્થ નથી. અર્થાત ઉપદેશથી જ પરને બોધ કરાય છે. ઉપદેશ શબ્દથી જ છે, અને કારણમાં કાર્યોપચારથી શબ્દ શ્રુતમાં જ અંતર્ભત છે. એટલે શબ્દાત્મકશ્રુત જ પરપ્રબોધક છે. પ્રદીપની જેમ સ્વ-પરપ્રકાશક છે. અનુયોગ પણ પર પ્રબોધ માટે જ છે એટલે પરપ્રબોધક તરીકે નજીક હોવાથી તેના માટે શ્રુતનો જ અનુયોગ છે.
પ્રશ્ન-૫૭૪ – પ્રથમ ગાથામાં વાપુ દ્વારા આવશ્યકનો અનુયોગ પ્રકૃતિ છે જ તો અહીં તે અનુયોગ મતિજ્ઞાનાદિમાંથી કોનો છે એવી ચિંતા શા માટે કરવી?
ઉત્તર-૫૭૪– અહીં શ્રુતજ્ઞાનનો અનુયોગ છે એમ કહેવા દ્વારા તે આવશ્યક શ્રુતવિશેષ જ છે એમ કહે છે. એટલે નંદિ આદિમાં આવશ્યકનો અનુયોગ કહીશ એમ કહ્યું છે તેથી એ શ્રતવિશેષ જ છે. પ્રશ્ન-૫૭૫ – અનુયોગનો અર્થ શું છે?
ઉત્તર-૫૭૫ – સૂત્રનું નિજ અભિધેય સાથે જોડાણ તે અનુયોગ અથવા સૂત્રનો નિજ અર્થવિષયમાં જે અનુરૂપ કે અનુકૂળ ઘટતો વ્યાપાર તે અનુયોગ. અથવા સ્તોક-પશ્ચાદ્ભાવ દ્વારા અર્થથી અણુ-લઘુ-સૂત્ર, એકસૂત્રના અનંત અર્થ છે એટલે અર્થ કરતાં સ્ટોક (થોડું) અને પ્રથમ ઉત્પાદાદિ ત્રિપદિ રૂપ તીર્થકરોક્ત અર્થને મનમાં ધારણ કરી પછી જ ગણધરો સૂત્ર રચે છે એટલે પશ્ચાદ્ભાવ અર્થથી સૂત્ર અણુ (લઘુ) છે.
પ્રશ્ન-૫૭૬ – તો અંગાદિને આશ્રયી આઠ પૃચ્છા સંભવે છે, અંગ-અંગો શ્રુતસ્કંધશ્રુતસ્કંધો, અધ્યયન-અધ્યયનો, ઉદ્દેશ-ઉદ્દેશાઓ છે વગેરે તેમાંથી આવશ્યકનું શું સંભવે છે?
ઉત્તર-૫૭૬ – તે આવશ્યક છ અધ્યયનોના સમુદાયરૂપ શ્રુતસ્કંધ છે અને પ્રત્યેકમાં અધ્યયનો પણ છે. એ બે પ્રશ્ન સંભવે છે બાકીના આઠમાનાં છ પ્રશ્નો સંભવતા નથી. પ્રશ્ન-૫૭૭ – નંદિ અધ્યયન વ્યાખ્યાન કરતાં રૂ પુOT પક્વ પદુષ્ય સંવાદિસ
સમુદેશો, મgUUા, મgો પવત્ત એ વચનથી આવશ્યક અંગબાહ્ય હોવાથી અંગ નથી એમ કહેલું જ છે તો અહીં શંકા શેની કે જેથી ઉપર કહેલી પૃચ્છા કરાય?
ઉત્તર-૫૭૭ – અહીં શ્રુતસ્કંધાદિ સંબંધી તો શંકા થાય, કારણ કે ત્યાં નંદિ અધ્યયનમાં એનો અર્થ અનિર્ણિત હોવાથી શ્રુતસ્કંધાદિના વિષયમાં તો શંકા છે જ એટલે તે વિષય પૃચ્છા કરવી જ. જ્યારે નંદિ અધ્યયન સાંભળ્યા વિના જ શિષ્ય પ્રથમ એને સંભળે ત્યારે તેને શંકા થાય જ છે કે આવશ્યક અંગ છે કે અંગબાહ્ય?