________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૮૭ આજ્ઞા માંગુ ? એ ન બને એમ કહીને તત્ક્ષણ જ અગ્નિથી તપેલી લોહશલાકા લઈને આંખમાં આંજી દીધી અંધ થઈ ગયો. રાજાએ જાણ્યું અને ખેદ કરી કુમારને ઉજૈનીથી ઉતારીને કોઈપણ ઉચિત અન્ય ગામ આપ્યું. ત્યાં રહીને પ્રકર્ષવાણી ગીત કલા શીખી દિવસો વિત્યા બાદ તેને પુત્ર થયો એટલે રાજ્ય પ્રાપ્તિ માટે પાટલીપુત્ર ગયો. ગીતકલાથી આખું નગર આકર્ષી. પ્રસિદ્ધિ થઈ. ખ્યાતિ સાંભળી રાજાએ બોલાવ્યો, પડદા પાછળ રહીને ગીત ગાયું. રાજા અત્યંત ખુશ થયો. વરદાન માંગવા કહ્યું કુણાલ બોલ્યો.
चंदगुत्तपपुत्तो उ बिंदुसारस्स नत्तुओ । असोगसिरिणो पुतो अंधो जायइ कागणिं ॥८६२।।
પાટલીપુત્ર નગરમાં નંદવંશનો નાશ કરનાર ચાણક્યની બુદ્ધિકૌશલથી મૌર્યવંશી ચંદ્રગુપ્ત પ્રથમ રાજા થયો, તે પછી અનુક્રમે બિંદુસાર, અશોકઐી અને કુણાલ થયા. તેથી કુણાલ ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિંદુસારનો પૌત્ર અને અશોકગ્રીનો પુત્ર થાય તે તમારી પાસે કાકણિ માગે છે અર્થાત્ ક્ષત્રિય ભાષામાં રાજય માંગે છે. કૃણાલની યાચના સાંભળીને પડદો દૂર કરીને રાજાએ વિશેષ રીતે સર્વવ્યતિકર પૂક્યો, કુણાલે જણાવ્યું ત્યારે રાજાએ કહ્યું તું અંધ છે રાજ્યનું શું કરીશ? મારે રાજ્યાઈ પુત્ર ઉત્પન્ન થયો છે. ક્યારે? સંપ્રતિ એથી એનું સંપ્રતિ નામ કર્યું રાજ્ય આપ્યું. જેમ અહીં અકારના ઉપર એક પણ અધિક બિંદુથી કુમાર અંધ થયો તેમ પ્રસ્તુત સૂત્રમાં પણ બિંદુ આદિની અધિકતાથી અર્થાતર પ્રાપ્તિથી સર્વઅનર્થ સંભવ છે.
વાનર યુગલ-અધિકાક્ષર, વિદ્યાધર-હીનાક્ષર, બાળક-હીના-ધિકઆહાર-હીનાધિકાકાર (ર) ભાવની અધિકતામાં વાનર યુગલનું દૃષ્ટાંત ઃ
કોઈ એક જંગલમાં એક સરોવર હતું. તે લોકમાં “કામિક તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું. તે સરોવરના કાંઠે એક વંજુલનું વૃક્ષ હતું, તે વૃક્ષની ડાળી પર બેસીને જો કોઈ તિર્યંચ સરોવરના પાણીમાં પડે તો એ તીર્થના પ્રભાવથી મનુષ્ય થઈ જાય અને મનુષ્ય પડે તો દેવા થાય. અને લોભના કારણે જો બીજીવાર પડે તો પાછો મૂળ અવસ્થામાં આવી જાય, એક વાર તે શાખા પરથી એક વાનર યુગલના જોતાં એક મનુષ્યયુગલ પાણીમાં પડ્યું અને તીર્થન પ્રભાવથી દેદિપ્યમાન દેવયુગલ થઈ ગયું, એ જોઈને વાનર યુગલ પડ્યું અને મનુષ્યયુગલ થઈ ગયું. એમાં મનુષ્ય બનેલ વાનરે અધિક લોભથી સ્ત્રીને કહ્યું આપણે ફરી પડીએ જેથી દેવરૂપ બની જઈએ, સ્ત્રીએ ના પાડી છતાં પુરુષ લોભથી પડ્યો અને પાછો વાનર થયો. ત્યાં આવેલા કોઈ રાજાએ સ્ત્રીને પોતાની પત્ની બનાવી અને વાનરને મદારી લઈ ગયો. નાચતાં શીખવ્યું. મદારી એકવાર વાનરને લઈ સ્ત્રી સાથે બેઠેલા રાજા પાસે ગયો. વાનરે રાણીને ઓળખી અને રાણીએ પણ તે વાનરને ઓળખ્યો. બાંધેલો હોવા છતાં તે વાનર