________________
૨૮૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
અમિલિત - જુદા-જુદા અનાજના ઢગલાની જેમ જે મળી ગયેલું ન હોય તે
અમિલિત. અથવા પદ-વાક્ય અને ગ્રન્થ મળેલા ન હોય તે,
અથવા પદ અને વાક્ય જુદા હોય તે અમિલિત. વ્યત્યાગ્રંડિત - વિવિધ શાસ્ત્રોનાં પદ-વાક્યરૂપ ઘણા પલ્લવોથી મિશ્રિત અથવા
અસ્થાને રચેલું હોય તે વ્યત્યાગ્રંડિત. (જેમકે - રાજય પામેલા રામના રાક્ષસો નાશ પામ્યા) અહીં, રાક્ષસો નાશ પામ્યા પછી
રામને રાજ્ય મળ્યું છતાં તેથી ઉલટો ક્રમ છે માટે વ્યત્યાગ્રેડિત. અવ્યત્યાગ્રંડિત - કોલિકના દૂધની જેમ અથવા ભેરી કંથાની જેમ ન હોય તે
અવ્યત્યાગ્રંડિત. સૂત્ર પરિપૂર્ણ - છંદ વડે માત્રાદિ નિયતમાન યુક્ત હોય તે સૂત્રથી પરિપૂર્ણ. અર્થપરિપૂર્ણ - જે આકાંક્ષાદિ દોષ રહિત હોય તે અર્થપરિપૂર્ણ. એટલે કે ક્રિયાના
અધ્યાહારની અપેક્ષા ન રાખે, અવ્યાપક ન હોય અને સ્વતંત્ર હોય તે. પરિપૂર્ણઘોષ - પરાવર્તન સમયે ઉદાત્તાદિઘોષ યુક્ત હોય તે ઘોષપરિપૂર્ણ કહેવાય.
પૂર્વે ભણવાના કાળે શિક્ષકે કહેલા ઘોષની સમાન શિષ્ય જો ઘોષ કરે તો ઘોષસમ કહેવાય અને પરિપૂર્ણઘોષ તો શિખ્યા પછી પરાવર્તન કરતાં પણ તેવા જ ઘોષથી બોલે ત્યારે કહેવાય એટલો આ બેમાં
ફરક છે. (૧) અક્ષર-બિંદુ આદિ અધિક સૂત્ર પાઠમાં કુણાલનું ઉદાહરણ :
પાટલીપુત્રનગર-અશોક8ી રાજા-કુણાલ પુત્ર-તેને કુમારભક્તિમાં ઉજૈની નગરી આપી આઠ વર્ષનો થયો-લેખવાહકે આવી રાજાને કહ્યું તમારો પુત્ર આટલી (આઠ વર્ષની) વયનો છે-રાજાએ સ્વહસ્તે કુમાર માટે લેખ લખ્યો દ્દાનીમથીયતાં માર: બીડ્યા વગર જ શરીર ચિંતા માટે ઉક્યો. એક રાણીએ લઈને વાંચ્યો. વિચાર્યું મારો પુત્ર પણ છે તે નાનો છે કુણાલ મોટો છે એ રાજ્ય યોગ્ય થતાં મારા પુત્રને રાજય નહિ મળે એટલે કુણાલ રાજા યોગ્ય ન થાય તેમ કરું. એમ વિચારી આંખનું કાજળ ચુકવી ભીનું કરી અકાર ઉપર બિંદુ મુક્યો. એટલે સંઘીયતા કુમાર: થયું રાણીએ તે જ રીતે તે સ્થાને લેખ મૂક્યો. રાજાએ ફરી વાંચ્યા વગર બીડ્યો. કુમાર પાસે મોકલ્યો. કોઈ નિયોગીએ જોયો. પણ પ્રગટ વિરુદ્ધ છે એમ માની ન વાંચ્યો. કુમારના આગ્રહથી વાંચ્યો. કુમાર બોલ્યો-મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલા અમારા વડીલોની આજ્ઞાનું ભુવનમાં પણ કોઈ ખંડન કરતું નથી તો શું હું જ પિતાની