________________
૨૮૮
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ રાણીને લેવા વારંવાર તેના તરફ દોડવા લાગ્યો. રાણીએ કહ્યું - “હે વાનર ! જેવો સમય વર્તે છે તે અનુભવ. વંજુલ પતનના લાભથી ભ્રષ્ટ થયેલો તું તે કુદકાને યાદ ના કર.”
જેમ અધિક લોભ વાનર માટે દુઃખરૂપ થયો તેમ અધિક માત્રાવાળું સૂત્ર પણ અનર્થ માટે થાય છે. (૩) હીનાક્ષરવાળા સૂત્રમાં વિધાધરનું દૃષ્ટાંત :
રાજગૃહમાં એક વખત ભગવાન મહાવીર સમવસર્યા, ત્યારે તેમની ધર્મદશના સાંભળીને સર્વ સભા ઊઠી, શ્રેણિક મહારાજા પણ પોતાના ભવન તરફ જવા નીકળ્યા, ત્યાં દૂર કોઈ વિદ્યાધરને પાંખ વિનાના પક્ષીની જેમ આકાશમાં ઉડતી-પડતો જોયો, શ્રેણિક આશ્ચર્ય પામીને ભગવાન પાસે આવી વિદ્યાધર સંબંધી હકીકત પૂછવા લાગ્યા, ભગવાન બોલ્યા - વિદ્યાધર આકાશગામિની વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છે. એટલે વિદ્યા સારી રીતે
ક્રૂરતી નથી. એથી ઉડીને પાછો નીચે પડે છે. ભગવાનનું એ કથન અભયકુમારે સાંભળ્યું, તેણે તે વિદ્યાધર પાસે જઈને કહ્યું, તું મને આ આકાશ ગામિની વિદ્યા સિદ્ધ કરાવે તો હું તેને પામીને એ વિદ્યાનો ભૂલાયેલો અક્ષર યાદ કરાવી આપું. વિદ્યાધરે શરત કબુલ કરી એટલે અભયકુમારે પદાનુસારિણી લબ્ધિથી એ અક્ષર યાદ કરાવી આપ્યો. આમ, હીન અક્ષરવાળી વિદ્યા સ્મરણમાં આવતાં પણ કામ લાગતી નથી. અને અનર્થ કરનારી બને છે. તેમ સૂત્ર પણ હીન અક્ષરવાળું હોય તો અનર્થકારી થાય છે. (૪) હીનાધિક અક્ષરવાળા સૂગ માટે ઉદાહરણ :
જેમ તીખા-કડવા ઔષધો વૈદ રોગીને ઓછા આપે તો ગુણ ન થાય અને અધિક આપે તો મરણ થઈ જાય. એમ બાળકને પણ હીનાધિક આહાર આપીએ તો તે મરણ પામે છે. તે જ સૂત્રમાં પણ હીનાધિક અક્ષરો હોય તો અનેક દોષો પ્રાપ્ત થાય છે.
अत्थस्स विसंवाओ सुयभेयाओ तओ चरणभेओ । तत्तो मोक्खाभावो मोक्खाभआवेપત્ની વિસ્થા દદદ્દા પૂનાધિક અક્ષરથી સૂત્રનો ભેદ થાય, અને સૂત્રના ભેદથી અર્થમાં વિસંવાદ થાય, તેથી ચારિત્રનો ભેદ થાય, તેનાથી મોક્ષનો અભાવ થાય, મોક્ષના અભાવે દીક્ષા નિષ્ફળ થાય.
આ પ્રમાણે આગમથી દ્રવ્ય આવશ્યક કહ્યું હવે, નો આગમથી દ્રવ્ય આવશ્યક કહે છે.
જ્ઞશરીર, ભવ્ય શરીર અને તે ઉભયથી વ્યતિરિક્ત એમ નોઆગમથી દ્રવ્ય આવશ્યક ત્રણ પ્રકારે છે, તેમાં ઉભય વ્યતિરિક્ત એવું નોઆગમથી દ્રવ્ય આવશ્યક લૌકિક, લોકોત્તર અને કુખાવચનિક એ ત્રણ પ્રકારે છે.