________________
૨૮૨
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ક્ષાયિક છે. અથવા તે બોલતા શબ્દમાત્ર તત્કાળ જ શ્રુત થતા નથી પરંતુ તે કેવલીનો શબ્દમાત્ર શ્રોતાઓના શ્રવણ પછીના શેષકાળમાં શ્રોતામાં રહેલા જ્ઞાનના કારણ તરીકે ઉપચારથી શ્રુત થાય છે. બોલવાની ક્રિયા કાળે નહિ. અથવા બીજી રીતે-તે કેવલી સંબંધિ વાગ્યોગ ગૌણભૂત હોવાથી અપ્રધાન શ્રત થાય છે.
અન્યોનો મત :- તે બોલનારાઓના સંબંધિ વાગ્યોગ શ્રોતામાં રહેલા શ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત જ છે અથવા કેવલી તે અર્થોને કહે છે એ આ બોલનારનો વાગ્યોગ થાય છે તે શ્રોતાઓના ભાવશ્રુતનું કારણ હોવાથી એ દ્રવ્ય શ્રુત થાય છે.
ગત્યાદિતારોમાં વિચારણા
ગતિકાર-મનુષ્યગતિ-સિદ્ધિગતિમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજી ગતિમાં નથી થતું. ઇન્દ્રિયદ્વાર-અતીન્દ્રિયોને, કાયદ્વાર-ત્રસકાય-અકાય, યોગદ્વાર-સયોગ-અયોગ, વેદકારઅવેદક, કષાયકાર-અકષાય, વેશ્યાદ્વાર-સલેશ્યા-અલેશ્યા, સમ્યક્તદ્વાર-સમ્યગ્દષ્ટિને, જ્ઞાનધાર-કેવલજ્ઞાનિને, દર્શનાર-કેવલદર્શનીને, સંયતદ્વાર-સંયત-નોસંયત-અસંયતઉપયોગદ્વાર-સાકાર-અનાકાર, આહારકદ્ધાર-આહારક-અનાહારક, ભાષાઢાર-અભાષકભાષક, પરિત્તદ્વાર-પરિત્ત-નોપરિત્ત નોઅપરિત્ત, પર્યાપ્તદ્વાર-પર્યાપ્ત-નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત, સૂમકાર-બાદરોને, નોબોદર નોસૂક્ષ્મ, સંલિવાર-નોસંજ્ઞી નોઅસંજ્ઞી, ભવ્યવાર-ભવ્યો, નોભવ્યાભવ્ય, ચરમદ્વાર-ચમરભવસ્થ કેવલી, નોચરમાગરમા અર્થાત્ સિદ્ધોમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. દ્રવ્યપ્રમાણઢાર-પ્રતિપદ્યમાનકાશ્રિત્ય ઉત્કૃષ્ટથી ૧૦૮ કેવલી, પૂર્વપ્રતિપન્ન ભવસ્થા કેવલી-જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કોટિપૃથક્વ, સિદ્ધો અનંતા, ક્ષેત્ર-સ્પર્શનાદ્વાર-જઘન્યથી લોકના અસં.ભાગે, ઉત્કૃષ્ટથી સમસ્ત લોકમાં, કાળદ્વાર-સાદ્યપર્યવસિત કાળ બધા કેવલી હોય છે અંતર-નથી, ભાગદ્વાર-મતિજ્ઞાનવત્ ભાવ-ક્ષાયિક, અલ્પબહુવૈદ્ધાર-મતિજ્ઞાનવ
ज्ञानपञ्चकम् समाप्तम् (૪) સમુદાયાર્થ દ્વાર
અહીં કેવલજ્ઞાનની સમાપ્તિ સાથે જ્ઞાનપંચકરૂપ નંદિ સમાપ્ત થઈ. એ સાથે મંગલ પણ સમાપ્ત થયું. હવે, તે મંગળથી સાધ્ય એવો પ્રકૃતિ અનુયોગ કહીએ છીએ.
પ્રશ્ન-૫૭૩ – પાંચ જ્ઞાનમાંથી આ કોના અનુયોગ છે?
ઉત્તર-૫૭૩ – શ્રુતજ્ઞાનનો, કારણ કે બીજા જ્ઞાનો પરાધીન-ગુરુઆધીન નથી હોતા. પરંતુ સ્વઆવરણના ક્ષય કે ક્ષયોપશમથી થાય છે. તેથી તેનો અનુયોગ કરાય નહિ. અને