________________
૨૮૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
ઉત્તર-પ૬૭ – આ તો તમે આગમ વિરુદ્ધ જ કહ્યું છે કારણ કે ભગવતીમાં આશીવિષ ઉદ્દેશામાં મન:પર્યાય જ્ઞાનમાં ચક્ષુ-અચક્ષુ લક્ષણ ૨ દર્શનો, અથવા ચક્ષુ-અચક્ષુ-અવધિ રૂપ ત્રણ દર્શનો કહ્યા છે. જે મતિ-શ્રુત-મન:પર્યાયજ્ઞાનવાળો છે તેના બે દર્શન જે મતિ-શ્રુતઅવધિ-મન:પર્યાય એ ૪ જ્ઞાનવાળો છે તેના ત્રણ દર્શન છે. તેથી મન:પર્યાયજ્ઞાનવાળાને અવધિ દર્શન કહેવું ઉત્સુત્ર છે. જો એમ થાય તો મતિ-શ્રુત-મન:પર્યાય એ ત્રણ જ્ઞાનવાળાને પણ નિયામાં ત્રણ જ દર્શન થાત, કોઈ બે નહિ, તેથી એ શાસ્ત્ર વિરુદ્ધ છે.
(૨) અન્યોનો મતઃ- જે અવધિજ્ઞાન યુક્ત મન:પર્યયજ્ઞાની છે તે ચારજ્ઞાનવાળો છે એ મન:પર્યાયજ્ઞાનથી જાણે છે અને અવધિ દર્શનથી દેખે છે, જે અવધિરહિત ત્રિજ્ઞાની છે તે મન:પર્યવથી જાણે છે પણ જોતો નથી તેને અવધિદર્શનનો અભાવ હોવાથી એટલે મન:પર્યવજ્ઞાનમાત્રને આશ્રયીને સંભવ માત્રથી જ જાણે છે અને દેખે છે એવું નંદિસૂત્રમાં કહ્યું છે.
(૩) બીજા કેટલાકનો મત :- પટ્ટયોપશમ પ્રભવત્વથી મન:પર્યવ જ્ઞાન સાકાર જ ઉત્પન્ન થાય છે તેથી તે જ્ઞાન જ છે તેનાથી માત્ર જાણે જ છે, તેમાં અવધિ-કેવલની જેમ દર્શન નથી.
પ્રશ્ન-૫૬૮- તો પશ્યતિ કઈ રીતે કહેવાય છે?
ઉત્તર-પ૬૮ – કારણ કે મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ છે. એટલે તે જ જ્ઞાનથી એ મન:પર્યાયજ્ઞાની દેખે છે. જોવાનું પ્રત્યક્ષનું જ ઘટે છે, મન:પર્યાયજ્ઞાન પ્રત્યક્ષ છે એટલે તેનાથી પશ્યતિ ઘટે જ છે. સાકાર તરીકે તે જ્ઞાન છે તેથી જાણે છે એ નિર્વિવાદ સિદ્ધ છે. તેથી દર્શનાભાવે પણ યથોક્ત ન્યાયથી મન:પર્યાયજ્ઞાની જાણે છે, જોવે છે એ ઘટે જ છે.
મૂળ ટીકાકાર એમાં પણ દૂષણ આપે છે..
મન:પર્યાયજ્ઞાનમાં સાકાર હોવાથી જ્ઞાન છે દર્શન નથી, એટલે પ્રત્યક્ષત્વથી એના દ્વારા વસ્તુ જોવાય છે એ વચનયુક્તિ વિરુદ્ધ જ છે. જ્ઞાન સાકાર હોવાથી એમાં નિષિદ્ધ થયેલા દર્શનથી પણ દ્રશ્યત નેતિ ર્શનમ્ એ વ્યુત્પત્તિના સામર્થ્યની આપત્તિ આવશે. અને બીજું નાનાતિ એના દ્વારા અહી સાકારપણું સ્થાપ્યું છે, પશ્યતિ થી દર્શનરૂઢ શબ્દથી અનાકારપણું સ્થાપ્યું છે એટલે વિરુદ્ધ ધર્મ-ઉભયધર્મની પ્રાપ્તિથી પણ એ અભિપ્રાય બરાબર નથી.
પ્રશ્ન-૫૬૯ – જો આ અન્યોએ કહેલા બધા અભિપ્રાયો છે, કેટલાક કાંઈક કાંઈક દોષવાળા છે તો આચાર્યનો દોષ રહિત અભિપ્રાય શું છે?