________________
ગુજરાતી પ્રશ્નોત્તર
ઉત્તર-પ૬૯ – પ્રજ્ઞાપનામાં ૩૦માં પદમાં મન:પર્યાય જ્ઞાનની પ્રકૃષ્ટ રીતે જાણવારૂપ સાકાર ઉપયોગ વિશેષરૂપવાળી પશ્યતા કહી છે. તેના દ્વારા જ એ મનઃપર્યાયજ્ઞાની પશ્યતિ એવો વ્યપદેશ કરાય છે તો કયા હેતુથી અહીં અન્યાભિપ્રાયવાદીઓ અલગ-અલગ પોતપોતાના અભિપ્રાયોને અહીં પ્રગટ કરે છે ? આ અભિપ્રાય જ આગમમાં કહેલો હોવાથી નિર્દોષ છે.
૫. કેવલજ્ઞાન
પ્રશ્ન-૫૭૦
ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનવાળા તીર્થંકરાદિ શબ્દથી દેશના કરે છે અને શબ્દ દ્રવ્યશ્રુત છે. તે પ્રાયઃભાવશ્રુત અવિનાભાવી છે એટલે તેના સંભવમાં કેવલીની અનિષ્ટ ભાવશ્રુતની પ્રાપ્તિ કેમ ન થાય ?
-
ઉત્તર-૫૭૦ · અહીં સમુત્પન્ન કેવલજ્ઞાનવાળા તીર્થંકરાદિ ધર્માસ્તિકાયાદિ મૂર્ત-અમૂર્તઅભિલાપ્ય અનભિલાપ્ય અર્થોને કેવલજ્ઞાનથી જ જાણીને તેમાંથી કહી શકાય એવા યોગ્ય અર્થને કહે છે, નહિ કે શ્રુતજ્ઞાનથી. કારણ કે તે ક્ષાયોપશમિક છે. અને કેવલીને આવરણનો સર્વથા ક્ષય હોવાથી ક્ષયોપશમનો અભાવ છે. સર્વશુદ્ધ પટમાં દેશશુદ્ધિ સંભવતી નથી તેમ અહીં પણ ભાવ છે. ત્યાં તે અર્થોમાંથી જે પ્રજ્ઞાપનીય પ્રરૂપણીય છે, તે અભિલાપ્ય બોલે છે. અનભિલાપ્ય બોલતા નથી. અને પ્રજ્ઞાપનીય પણ અનંત હોવાથી અને આયુષ્ય પરિમિત હોવાથી સર્વને બોલતા નથી. પણ, ગ્રહણ કરનારની શક્તિની અપેક્ષાએ જે જેટલાને યોગ્ય હોય તેટલા જ બોલે છે. જે કહેવાતાં શેષ ન કહેલા પણ શિષ્ય વિચારણા કરે છે તે પણ યોગ્ય હોય છે. જેમકે ઋષભસેન આદિ ગણધર ભગવંતોને ઉત્પાદાદિ ત્રણપદના ઉપન્યાસથી જ શેષની જાણકારી થાય છે. ત્યાં કેવલજ્ઞાનથી ઉપલબ્ધ અર્થાભિધાયક એવી શબ્દની રાશિ બોલતા તે ભગવાનનો વાગ્યોગ જ હોય છે, શ્રુત નથી. કારણ તે નામકર્મના ઉદયથી જન્ય છે અને શ્રુત ક્ષાયોપમિક છે. અને કેવલીનું જ્ઞાન પણ ક્ષાયિક જ છે તે ભાવશ્રુત નથી. પ્રશ્ન-૫૭૧ વાગ્યોગ ભલે નામકર્મોદયજન્ય હોય, પરંતુ ભાષ્યમાન પુદ્ગલાત્મક શબ્દ શું થાય ?
ઉત્તર-૫૭૧ ભાવશ્રુત નહિ.
-
૨૮૧
તે પણ શ્રોતાઓના ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુતમાત્ર થાય છે,
-
પ્રશ્ન-૫૭૨ – તો તે ભાવશ્રુત શું છે ?
ઉત્તર-૫૭૨ જે છદ્મસ્થ ગણધરાદિ નું શ્રુતગ્રંથાનુસારી જ્ઞાન છે તે જ કેવલગત જ્ઞાનની અપેક્ષાએ ભાવશ્રુત થાય છે. ક્ષાયોપમિક ઉપયોગ ન હોવાથી કેવલિગત જ્ઞાન તો
-