________________
૨૭૫
ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન-૫૫૭ - સામાન્યથી એક મન:પર્યવજ્ઞાન જ અહીં કહો તો ચાલે કેમકે, એનાથી જ ઋજુમતિ અને વિપુલમતિ બંને આવી જાય. વળી એ બંનેને જુદા જુદા સ્થળે કેમ કહ્યા?
ઉત્તર-૫૫૭ – સાચી વાત છે, પરંતુ સૂત્રની વિચિત્ર ગતિ હોય છે, એટલે શંકા કરવા જેવું કાંઈ નથી, છતાં તે બંનેમાં ઋજુમતિ પડવાના સ્વભાવવાળું છે, જ્યારે વિપુલમતિ તેમ નથી માટે ભેદ છે. તેથી કેવળજ્ઞાની પછી વિપુલમતિ કહેવાનું કારણ પણ એવું સંભવે કે વિપુલમતિવાળાને જરૂર કેવળજ્ઞાન થાય છે. કેવળી - મન:પર્યવજ્ઞાની અને પૂર્વધરોની ઋદ્ધિ પ્રસિદ્ધ છે, તેમજ અહંનું, ચક્ર, બળદેવ અને વાસુદેવની ઋદ્ધિઓ પણ પ્રસિદ્ધ છે. એટલે વિવેચન કરતા નથી.
વાસુદેવનું બળ :- ૧૬ હજાર રાજાઓ સર્વ સૈન્યથી કુવાના કિનારે રહેલા સાંકળ બાંધેલા વાસુદેવને ખેંચે તે ડાબા હાથે ખેંચનારાની સાંકળ પકડીને ખાય વિલેપન કરે પણ તેને પાડી ન શકે.
ચક્રીનું બળ - વાસુદેવથી બમણું અહીં ૩૨ હજાર રાજાઓ સર્વ સૈન્ય સાથે જાણવા.
जं केसवस्सबलं तं दुगुणं होइ चक्कवट्टिस्स । तत्तो बला बलवगा अपरिमियबला जिणवरिंदा | II૭૬૮ાા વાસુદેવનું જેટલું બળ હોય તેથી ચક્રવર્તિનું બળ બમણું હોય, શેષ સામાન્ય લોકોના બળથી બળદેવો વધુ બળવાન હોય અને જિનેશ્વરો અપરિમિત્ત બળવાળા હોય.
આ સિવાય પણ ક્ષીરાઢવાદિ લબ્ધિઓ છે તેનું વર્ણન કરે છે.
ચક્રવર્તિની લાખ ગાયોનું દૂધ પચાસ હજાર ગાયોને પાય એમ અડધા-અડધાના ક્રમથી છેવટે એક ગાયનું જે દૂધ નીકળે તે દૂધ-મધ અને ઘી, સાકરાદિ અત્યંત મધુર દ્રવ્યથી પણ અત્યંત મીઠાશવાળું એ રીતે મધ, એ પ્રમાણે ઘી પણ લેવું, તેના સ્વાદ જેવાં જેનાં વચનો હોય, તે તીર્થંકર-ગણધરાદિ ક્ષીરાશ્રવ, મધ્વાશ્રવ અને વૃતાશ્રવ લબ્ધિવાળા જાણવા. તે સર્વજનને સુખકારી હોય છે. કોઠામાં રહેલા ધાન્યની જેમ જેને સૂત્ર-અર્થ નિરંતર સ્મૃતિવાળા હોવાથી ચરસ્થાયી હોય, તે કોષ્ટબુદ્ધિ લબ્ધિવાળા કહેવાય. જે સૂત્રના એક જ પદથી સ્વબુદ્ધિથી ઘણું શ્રત જાણે તે પદાનુસારી લબ્ધિવાળા કહેવાય. અને જે ઉત્પાદ-વ્યય-ધ્રુવાદિ એક જ અર્થપ્રધાનપદ વડે બીજા ઘણા અર્થને જાણે તે બીજબુદ્ધિ ગણધરો કહેવાય છે.
આ ઉપરાંત, શુભ-શુભતરાદિ પરિણામ વશથી જીવને બીજી પણ અનેક પ્રકારની લબ્ધિઓ હોય છે. તેમાં વૈક્રિય અને આહારકશરીર નામકર્મના ઉદયથી વૈક્રિય અને આહારકલબ્ધિ, દર્શનમોહનીયાદિ કર્મના ક્ષયથી ક્ષાયિક સમતિ અને ક્ષીણમોહ તથા મોક્ષ વગેરે લબ્ધિઓ