________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૭૩
ઉત્પન્ન થાય છે અને જે અનુત્પન્નાવધિ મતિ-શ્રત ચારિત્રવાળાને પ્રથમ જ મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે મન:પર્યાયજ્ઞાનીઓ પણ કેટલાક પાછળથી અવધિજ્ઞાનના પ્રતિપદ્યમાન થાય છે, અને આહારક-અપર્યાપ્તકો મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ન જ કહ્યા છે. પ્રતિપદ્યમાનક નહિ, અહીં તો જે અપ્રતિપતિત સમ્યક્તવાળા તિર્યંચ-મનુષ્યોમાંથી દેવ-નારકો થાય છે. તે અવધિજ્ઞાનના પ્રતિપદ્યમાનક પણ હોય છે.
પ્રશ્ન-પપ૬ – પ્રતિપદ્યમાનકોમાં વિશેષ કહ્યો પ્રતિપન્નોમાં શું વાત છે?
ઉત્તર-પપ૬– મતિજ્ઞાનના જે પૂર્વપ્રતિપન્ના કહ્યા છે તે અવધિજ્ઞાનના પણ પૂર્વપ્રતિપન્ન જાણવા તે પણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયને છોડીને. કારણકે, એ સાસ્વાદન સમ્યગ્દષ્ટિવાળા મતિજ્ઞાનના પૂર્વપ્રતિપન્ના કહ્યા છે, તેઓ અવધિના પ્રતિપદ્યમાન કે પૂર્વપ્રતિપન્ન એ બે ભેદમાંથી એકેય ભેદમાં થતા નથી.
શેષલબ્ધિઓ
(૧)આમર્ષોષધિ (૨) વિમુડૌષધિ (૩) શ્લેખૌષધિ (૪) મલૌષધિ (૫) સંભિન્નશ્રોત (૬) ઋજુમતિ (૭) સર્વોષધિ (૮) ચારણલબ્ધિ-જંઘા-વિદ્યા (૯) આશીવિષ (૧૦) કેવલી (૧૧) મનોજ્ઞાની (૧૨) પૂર્વધર (૧૩) અરિહંત (૧૪) ચક્રી (૧૫) બલદેવ (૧૬) વાસુદેવ.
(૧) આમર્ષ:- હાથ વગેરેના સ્પર્શમાત્રથી જ રોગ દૂર કરવામાં સમર્થ જે લબ્ધિ થાય તે આમર્ષોષધિ લબ્ધિ.
(૨) વિપુડુ (૩) શ્લેષ્મ (૪) મલ :- જેના એ સુંગધિ છે તે સ્વ-પરને રોગ દૂર કરવાની બુદ્ધિથી વિવાદિથી સ્પર્શતા સાધુનો તે રોગનો નાશ થાય છે.
(૫) સંભિન્નશ્રોત:- સર્વ શરીરના ભાગોથી સાંભળે છે, અથવા એકેક ઇન્દ્રિયો જેની સર્વવિષયોથી સંભિન્ન છે તે, એક પણ ઈન્દ્રિયથી સમસ્ત અપર ઇન્દ્રિયગમ્ય વિષયોને જે જાણે છે. અથવા જેની ઈન્દ્રિયો પરસ્પર એકરૂપ થયેલી છે તે જેમ, કાન આંખનું કાર્ય કરવા દ્વારા ચક્ષુ રૂપ થયેલો, ચક્ષુ પણ શ્રોત્રનું કાર્ય કરવા દ્વારા શ્રોત્રરૂપ થયેલી. આ રીતે સર્વ ઇન્દ્રિયો પરસ્પર સંભિન્ન અથવા ૧૨ યોજનના એકસાથે બોલતા ચક્રીસૈન્ય કે વાજિંત્ર સમૂહના એક સાથે વગાડાતાના શબ્દોના લક્ષણથી સંભિન્ન અને વિધાનથી પરસ્પર ભિન્ન લોક સમૂહથી ઉઠેલા કે વિવિધ વાજિંત્રથી ઉઠેલા ઘણા શબ્દોને એક સાથે જ સાંભળે તે સંભિન્નશ્રોતા.
(૬) ઋજુમતિ :- ઘટાદિ સામાન્ય માત્ર પ્રાહિણી મતિ અને વિપુલ મતિની અપેક્ષા કાંઈક અવિશુદ્ધતર મતિ એટલે કે મન:પર્યાય જ્ઞાન.
ભાગ-૧/૧૯