________________
૨૭૬
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્ થાય છે. દાનાન્તરાય આદિ કર્મના ક્ષયોપશમથી અક્ષણમાનસી વગેરે લબ્ધિ અને દર્શનમોહનીય કર્મના ઉપશમથી ઉપશમ સમ્યત્વ અને ઉપશાંત મોહ વગેરે લબ્ધિઓ થાય છે.
પ્રશ્ન-૫૫૮ – અહીં કેટલાક આચાર્યો ૨૦ લબ્ધિ છે એવું નિયમન કરે છે તે તમને પ્રમાણ છે કે નહિ?
ઉત્તર-પ૫૮ - તે ઘટતું નથી, તે લબ્ધિ-અતિશય સામાન્ય જીવથી વિશેષ કહેવાય છે. તે વિશેષો કર્મક્ષય ક્ષયોપશમાદિ વિચિત્રતાથી જીવોના અપરિમિત છે એટલે ૨૦ સંખ્યાનો નિયમ કઈ રીતે ઘટે ? બીજું ગણધરત્વ, પુલાકત્ત્વ, તેજ સમુદ્ધાત, આહારકશરીર કરવાદિ પ્રસિદ્ધ પણ ઘણી લબ્ધિઓ સંભળાય છે તો એ રીતે તેમનો પણ સંગ્રહ ન થાય.
તે વીશ લબ્ધિઓ આ રીતે છે. ૧. આમર્ષોષધિ ૨. ગ્લેખૌષધિ ૩. મલૌષધિ ૪. વિપ્રૌષધિ પ. સર્વોષધિ ૬. કોષ્ટબુદ્ધિ ૭. બીજબુદ્ધિ ૮. પદાનુસારી બુદ્ધિ ૯. સંભિન્નશ્રોતા ૧૦. ઋજુમતિ ૧૧. વિપુલમતિ ૧૨. ક્ષીરમધુ ઘુતાશ્રવા લબ્ધિ ૧૩. અક્ષીણ મહાનસી ૧૪. વૈક્રિય ૧૫. ચારણ ૧૬. વિદ્યાધર ૧૭. અહંનું ૧૮. ચક્રી ૧૯, બળદેવ ૨૦. વાસુદેવ.
પ્રશ્ન-૫૫૯ - અમે ભવ્ય-અભવ્યાદિ વિશેષણ માટે ૨૦ સંખ્યાનું નિયમન કર્યું છે. આ ૨૦ લબ્ધિઓ ભવ્યોને જ હોય શેષ તો અભવ્ય-ભવ્ય સાધારણ છે?
ઉત્તર-૫૫૯ - તે પણ વ્યાભિચાર વાળું છે. કારણ કે, ૨૦થી અન્ય પણ ગણધરપુલાક-આહારકાદિ લબ્ધિઓ ભવ્યોને જ હોય છે, અને ૨૦માં કહેલી વૈક્રિય-વિદ્યાધરાદિ લબ્ધિઓ અને આકર્ષોષધિ આદિ લબ્ધિઓ અભવ્યોને પણ હોય છે. એ રીતે સર્વત્ર વ્યાભિચાર છે. અને ભવ્યત્વથી પ્રસિદ્ધ એવા ચક્રવર્તી વગેરે લબ્ધિઓ પણ જે કારણથી તે ૨૦ લબ્ધિવાદિઓ દ્વારા આ ૨૦ લબ્ધિઓમાં અંતવર્તી આકર્ષ-વૈક્રિય-વિદ્યાધરવાદિ લબ્ધિઓ સાથે અભવ્ય સાધારણત્વેન અભવ્ય લબ્ધિઓમાં ભણેલી છે એ રીતે પણ વ્યભિચાર આવે છે. આમષદિ લબ્ધિની જેમ ચક્રવર્તી આધિ લબ્ધિ પણ અભવ્યને પ્રાપ્ત થવાની અતિવ્યાપ્તિ આવે છે. અને ચક્રવર્તી આદિ લબ્ધિઓ ક્યારેય અભવ્યોને સંભવતી નથી.
પ્રશ્ન-પ૬૦– એવું કઈ રીતે જણાય કે ચક્રવર્તીલબ્ધિ ભવ્યોને જ હોય છે?
ઉત્તર-પ૬૦ – કારણ કે ભગવતીમાં ચક્રવર્તીનું અંતર અર્ધપુદ્ગલ પરાવર્તરૂપ કહ્યું છે नरदेवाणं भंते ! अंतरं कालओ केच्चिरं होई ? गोयमा ! जहण्णेणं साइरेगं सागरोवमं उक्कोसेणं મવડું પોત પરિય ટેકૂળ તેથી એ ચક્રી ભવ્ય જ હોય, અભવ્ય ન હોય. કારણ કે અર્ધપુદ્ગલ પરાવર્તકાળ ભાવિનિર્વાણપદવાળાને જ ઘટે છે. અભવ્યોમાં તો ભવનપતિ