________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૭
અંગુલમાનાદિ ક્ષેત્રવ્યવધાનથી સર્વત અસંબદ્ધ છે તે પણ બાહ્યાવધિ કહેવાય છે. આ અભિપ્રાય ભાષ્યકાર-ચિરંતન ટીકાકારોનો છે. આવશ્યક ચૂર્ણિકાર ના મતે – વાણિરત્નમો नाम जत्थ से ठियस्स ओहिण्णाणं समुप्पण्णं, तम्मि ठाणे सो ओहिनाणं न किंचि पासइ, तं पुण ठाणं जाहे अंतरियं होइ, तं जहा-अङ्गलेण वा, अङ्गलपुहत्तेण वा, विहत्थीए वा, विहत्थीपुहत्तेण वा, एवं जाव संखिज्जेहिं वा, असंखिज्जेहिं वा जोयणेहिं ताहे पासइ, एस बाहिरलंभो भण्णइ । બાહ્ય અવધિની પ્રાપ્તિ એટલે જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય, તે સ્થળમાં તેનું અવધિજ્ઞાન કાંઈ પણ જોવે નહિ. પરંતુ એ ઉત્પત્તિ સ્થાન એક આંગળ, આંગળ પૃથકત્વ, એક વેંત, વેંત પૃથકૃત્વ, સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન પસાર કર્યા પછી જુએ,તે બાહ્ય અવધિની પ્રાપ્તિ કહેવાય છે.
ત્યાં એવા પ્રકારના બાહ્યાવધિમાં એક સમયે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિષયમાં ઉત્પાદ આદિ ભજના કરવી.
પ્રશ્ન-૫૪૪ – કેવી રીતે ભજના કરવી?
ઉત્તર-૫૪૪ – ક્યારેક એક સમયે ઉત્પાદ થાય છે. પહેલા સ્વલ્પદ્રવ્યાદિ વિષય બાહ્યાવધિ ઉત્પન્ન થતો વધે છે, ક્યારેક એક સમયે તે ઘટે છે પૂર્વદષ્ટ દ્રવ્યાદિથી હીન દ્રવ્યો દેખે છે ક્યારેક ઉત્પાદ-પ્રતિપાદિ રૂપ ઉભયપણ એક સમયે થાય છે, કારણ કે એ બાહ્યાવધિ દેશનો અવધિ છે. તેથી જ્યારે એક જ દિશાના બાહ્યાવધિમાં તીરછો સંકોચરૂપ પ્રતિપાત છે. ત્યારે જ આગળવૃદ્ધિરૂપ ઉત્પાદ થાય છે. અને જ્યારે આગળ સંકોચ થાય છે ત્યારે જ તીરછો વિસ્તાર થાય છે. એમ સાન્તર અનેકદિશામાં પણ બાહ્યાવધિમાં જ્યારે એક જ દિશામાં અધિક નો જ ઉત્પાદ છે ત્યારે જ અન્ય દિશામાં પ્રતિપાત છે એમ વલયાકારે સર્વ દિશાના બાહ્યાવધિમાં પણ જે સમયે એક જ દેશમાં વલયનો વિસ્તારાધિક્ય લક્ષણ ઉત્પાદ છે તેજ સમયે અન્ય દિશામાં વલયનો સંકોચ રૂપ પ્રતિપાત છે આ રીતે ભજના કરવી.
પ્રશ્ન-૫૪૫ – ઉત્પાત-પ્રતિપાત રૂપ બે વિરુદ્ધ ધર્મલક્ષણ ઉભય એક સમયે કઈ રીતે ઘટે ?
ઉત્તર-પ૪૫ – જ્યારે સર્વ અવધિનો યુગપદ્ જ ઉત્પાદ-પ્રતિપાત માનીએ ત્યારે વિરોધ થાય પણ અહીં એવું તો નથી, વિભાગથી અહીં તે માન્યા છે. એમ દાવાનલ જ્યારે એકબાજુથી સુકા ઘાસ-સ્તસ્માદિમાં લાગે છે, ત્યારે જ અન્યત્ર બળેલા સુખા ઘાસાદિ દશમાં બુઝાય છે. તેમા આ બાહ્યાવદિ પણ સંદેશ હોવાથી કોઈ દેશ વૃદ્ધિ પામે છે કોઈ દેશ