________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તે જ સમયે નષ્ટ થાય છે એટલે એમનો યુગપત્ એક સાથે ઉત્પાદ-પ્રતિપાત થવામાં કાંઈ વિરુદ્ધ નથી.
૨૬૮
અત્યંતરાવધિ :- જે જીવને સર્વ બાજુએ અંતર રહિત એવું અધિજ્ઞાન હોય, તે અત્યંતર અવધિજ્ઞાની કહેવાય, આવા અભ્યન્તર અવધિજ્ઞાનની પ્રાપ્તિમાં નિરંતર સર્વસ્થાને પ્રતિપાદ-ઉત્પાદ્ એક સાથે એક સમયે થતા નથી. કારણ કે, આ અવધિ પ્રદીપની પ્રભાના પટલની જેમ અવિધવાળા જીવની સાથે સર્વતઃ નિરંતરથી સંબદ્ધ-અખંડ દેશવિનાનો એક સ્વરૂપ છે. એટલે જ એ સંબદ્ધાવિધ અને દેશાવધિ કહેવાય છે. ચૂર્ણિમાં કહ્યું છે તત્વ अब्भितरलद्धी नाम जत्थ से ठियस्स ओहिन्नाणं समुप्पन्नं, ततो ठाणाओ आरब्भ सो ओहिन्नाणी निरंतरसंबद्ध संखेज्ज वा असंखेज्ज वा खित्तओ ओहिणा जाणइ पासइ, एस अब्भितरलद्धी “અત્યંતર અવધિની પ્રાપ્તિ એટલે જે ક્ષેત્રમાં રહેલાને અવધિજ્ઞાન થયું હોય, ત્યાંથી માંડીને તે અવધિજ્ઞાની અંતર રહિત સંબંધપૂર્વક સંખ્યાતા અથવા અસંખ્યાતા યોજન સુધી ક્ષેત્રથી અવિધજ્ઞાન વડે જાણે છે અને જુએ છે તે અત્યંતર અવવિધ કહેવાય છે.” આવા પ્રકારના એકખંડવાળા અત્યંતર અવધિમાં એક સમયે પ્રતિપાત-ઉત્પાદમાંથી કોઈ એક જ હોય છે. યુગપત્ ઉભય ન હોય, જો એમ થાય તો તે પણ સદેશ બની જાય અને એક જ વસ્તુના એકવારમાં વિરુદ્ધ ધર્મો ન ઘટે. જેમકે-નિરાવરણ ચારેબાજુ ફેલાયેલી પ્રદીપ પ્રભા પટલમાં એક સમયે સંકોચ કે વિસ્તાર એક જ હોય છે, એક દિશામાં સંકોચ અને અન્ય દિશામાં વિસ્તાર એવો એક સમયે યુગપત્ સંકોચ-વિસ્તા૨ ન થાય એમ અહીં પણ છે.
કારણ કે વસ્તુનો એક ધર્મથી સાથે ઉત્પન્ન-વિનાશ ક્યારેય થતો નથી, આંગળી દ્રવ્ય જે ઋજુત્વધર્મથી ઋજુ હોય છે તે જ ધર્મથી વક્ર થતી નથી, બંનેવિરુદ્ધ છે. અન્ય ધર્મથી તો એક સમયે પણ ઉત્પાદ-વ્યય ઘટે છે. જેમ તે જ અંગુલી દ્રવ્ય જે સમયે ઋજુતાથી ઉત્પન્ન થાય છે. તે જ સમયે વક્રતાથી વિનાશ થાય છે, પણ દ્રવ્યતાથી અવસ્થિત જ છે. આમ ઋજુપણું, વક્રપણું અને અંગુલીપણું એ ત્રણે એક કાળે જુદા જુદા ધર્મ વડે વિરૂદ્ધ નથી. અથવા જેમ કોઈ સાધુ જે સમયે મર્યા તે સમયે જ દેવત્વેન ઉત્પન્ન થાય છે અને નરત્વેન નષ્ટ થાય છે. પણ જીવત્વેન તે અવસ્થિત છે. એમ અહીં પણ યુગપત્ અન્ય ધર્મોથી ઉત્પાદાદિ વિરુદ્ધ થતા નથી અને એક જ ધર્મથી યુગપત્ તે ઘટતા નથી. સમયે આંગળી ઋજુ થાય છે. તેજ સમયે તેની ઋજુતાનો નાશ થતો નથી કે ભાવિ વક્રત્વની ઉત્પત્તિ થતી નથી. એ રીતે ઋજુતા ઋજુત્વધર્મથી ઉત્પન્ન થાય છે. તે જ સમયે તે નાશ પામે છે એવું માનવું પડે, આતો અત્યંત વિરુદ્ધ છે.
સ્વસત્તા પ્રાપ્ત થઈ હોય તેવી વસ્તુનો નાશ ઘટે છે. અપ્રાપ્ત સત્તાવાળા ખરવિષાણનો નાશ કહેવો ઘટતો નથી. વસ્તુનું સ્વરૂપ એક સમયે એક જ હોય છે. જો જે સમયે