________________
ગુજરાતી પ્રશ્નોત્તર
૨૬૯
ઋજુત્વધર્મથી ઋજુતા ઉત્પન્ન થાય છે તે જ સમયે તે જ ધર્મથી તે નાશ પામે છે, એવું માનો તો સર્વદા જ ઉત્પત્તિ અભાવે નિત્યવિનષ્ટ, ક્યારેય પણ અપ્રાપ્ત આત્મ સત્તાવાળી વસ્તુમાં સત્તારૂપ ઉત્પત્તિ ક્યાંથી થાય ? એ પ્રમાણે સર્વદા વિનાશે સુંઘેલી હોવાથી વસ્તુનો ઉત્પાદાભાવ નિત્ય થાય. એટલે નાશ કોનો થાય ? જો કાંઈ ઉત્પન્ન થાય તો તેનો ક્યારેય પણ નાશ ઘટે ! નહિ તો વિનાશ કોનો ? અને ઉત્પત્તિ-નાશાભાવે અવસ્થિતિ પણ કોની ? જેમકે જે ઉત્પાદ-વ્યયથી શૂન્ય છે, તેનું અવસ્થાન પણ નથી, જેમકે ખરવિષાણ, અને તેનાથી શૂન્ય વસ્તુ આપની કહેલી યુક્તિથી આવી પડે છે. એટલે તેની સ્થિતિ ક્યાં ? એમ થતાં આ ત્રણે જગત્ શૂન્ય થઈ જાય. પ્રયોગ :- ઉત્ત્તા-વ્યય-ધ્રૌવ્યરહિત વસ્તુ नास्त्येव सत्त्वाद्ययोगात्, खरविषाणवत् ।
પહેલા સંવેગ્ન મળોઘ્ને ગા.૬૬૯ થી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ત્રણનો પરસ્પર નિબંધ કહ્યો હતો. અને અહીં ઉત્પાદ-પ્રતિપાત દ્વારમાં પ્રસંગથી દ્રવ્યનો ગુણ સાથે સંબંધ કહેવાય છે. ક્ષેત્ર-કાળ નો નહિ. કારણ કે, ગુણ એ દ્રવ્યાશ્રિત છે ક્ષેત્રકાલાશ્રિત નથી.
એક સ્કંધ અથવા પરમાણુ આદિ એક દ્રવ્યને જોતો અવધિજ્ઞાની તેના અનેકગુણકાળો વગેરે પર્યાયોને ઉત્કૃષ્ટથી અસંખ્ય, વિમધ્યથી સંખ્ય જોવે છે. જઘન્યથી ૨૪૨ પર્યાયો એક દ્રવ્યના જોવે છે. અર્થાત્ સામાન્યથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપ ૪ પર્યાયોને જોવે છે. એક દ્રવ્યાનુગત ઉત્કૃષ્ટથી અસંખ્ય પર્યાયો તથા અનંત દ્રવ્યગત અનંત પર્યાયોને જ જોવે છે.
(૯-૧૦-૧૧) જ્ઞાન-દર્શન-વિભંગરૂપ ત્રણ દ્વારો
પ્રશ્ન-૫૪૬ અવધિ એ જ્ઞાન છે ? દર્શન છે ? કે વિભંગ છે ? અથવા એ પરસ્પર તુલ્ય છે કે અધિક છે ?
—
ઉત્તર-૫૪૬ – વસ્તુનું વિશેષરૂપ ગ્રાહક તે સાકાર બોધ, તે સમ્યગ્દષ્ટિનું જ્ઞાન છે અને મિથ્યાદૅષ્ટિનું વિભંગજ્ઞાન છે. વસ્તુનું સામાન્યરૂપ ગ્રાહક તે અનાકાર તે દર્શન છે. અહીં ગાથામાં સાકાર-અવધિજ્ઞાન, અનાકાર અવધિદર્શન, વિભંગ-વિભંગજ્ઞાન ગ્રહણ કર્યું છે. એટલે જ્ઞાન-દર્શન-વિભંગલક્ષણ ત્રણદ્વાર થાય છે. ત્યાં અવધિજ્ઞાન-દર્શન તથા વિલ્ટંગજ્ઞાન, તેના સંબંધિ કેટલાકના મતે અવધિ દર્શન છે. તે જુદા જુદા સ્વસ્થાને છે, અને પરસ્પરાપેક્ષા પરસ્થાને અવધિ-વિભંગના જ્ઞાન-દર્શન ભવનપતિ દેવોથી માંડીને ઉપરના ત્રૈવેયક વિમાનો સુધી જે જે જઘન્ય સ્થિતિવાળા દેવો હોય તે બંનેથી માંડીને ઉપરના ગ્રેવૈયક વિમાન ઉચિત અવધિ-વિભંગની ઉત્કૃષ્ટતાની પ્રાપ્તિ છે. ત્યાં સુધી ક્ષેત્રાદિલક્ષણ વિષયને આશ્રયીને બંને