________________
૨૭૦
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
તુલ્ય હોય છે, અર્થાત ભવનપતિ દેવોથી શરૂ કરીને યાવતુ ઉપરના રૈવેયક વિમાનવાસી દેવો જે જઘન્યસ્થિતિવાળા દેવો છે. તેમના સંબંધી જઘન્ય અવધિ વિભંગજ્ઞાન-દર્શનો ક્ષેત્રાદિરૂપ વિષયને આશ્રયીને પરસ્પર તુલ્ય હોય છે. મધ્યમ-તુલ્યસ્થિતિવાળાને તે તે રીતે મધ્યમ તુલ્ય થાય અને ઉત્કૃષ્ટ તુલ્ય સ્થિતિવાળાને ઉત્કૃષ્ટ તુલ્ય હોય છે.
અનુત્તરવાસી દેવોમાં મિથ્યાષ્ટિ ન હોવાથી ત્યાં અવધિજ્ઞાન-અવધિદર્શનરૂપ અવધિ જ હોય વિર્ભાગજ્ઞાન ન હોય; કેમકે તે મિથ્યાષ્ટિને જ હોય છે તે અનુત્તર દેવોનું અવધિ ક્ષેત્રથી અને કાળથી અસંખેય અને દ્રવ્ય-ભાવથી અનંત વિષયવાળું હોય છે. તુલ્યસ્થિતિવાળા મનુષ્ય-તિર્યંચમાં પણ ક્ષયોપશમની તીવ્ર-મંદતાદિ કારણ વિચિત્રતાથી ક્ષેત્રકાળ વિષયમાં પણ અવધિ-વિભંગ જ્ઞાન-દર્શનની વિચિત્રતા છે. તુલ્યતા નથી. કેમકે એ સમાનતા તો દેવોમાં જ કહી છે.
(૧૨) દેશદ્વાર
નારક-દેવો-તીર્થકરો અવધિજ્ઞાનના ક્ષેત્રની અંદર જ હોય છે. અવધિઉપલભ્ય ક્ષેત્રના અત્યંતરવર્તી જ હોય છે. એટલે જ એઓ અબાહ્યાવધિ કહેવાય છે. અવધિપ્રકાશિત ક્ષેત્રના દીપકની જેમ નિજ નિજ પ્રભાપટલના એઓ બહાર હોતા નથી, તથા અવધિથી તેઓ સર્વ દિશા-વિદિશાઓમાં દેખે છે. દેશથી નહિ. શેષ તિર્યંચ-મનુષ્યો એક દેશથી દેખે છે. અર્થાત્ સર્વતો અને દેશથી દેખે છે. અથવા નારક-દેવ-તીર્થકરો અવધિના અબાહ્ય હોય છે અર્થાતુ એ લોકો અવધિજ્ઞાનવાળા જ હોય છે. તેઓને નિયમો અવધિજ્ઞાન હોય છે.
પ્રશ્ન-૫૪૭ – પ્રથમ પક્ષમાં કહ્યું છે કે નારકાદિ અવધિ ઉપલબ્ધ ક્ષેત્રના અત્યંતર હોય છે એમ કહેવા છતાં પત્તિ સર્વતઃ એવું શા માટે કહેવાય છે? કારણ કે જેઓ અવધિપ્રકાશિત ક્ષેત્રની મધ્યમાં રહે છે તે ઓ સર્વતઃ જોવે જ છે, એ ગતાર્થ હોવાથી વિશેષ જ થાય છે ને?
ઉત્તર-૫૪૭ – નિરંતરાલ સર્વ દિશા-વિદિશાલક્ષણ દિશાઓ પ્રકાશના વિષયભૂત છે. જે અવધિની એ સંતતદિફક અવધિ-અબાહ્યાવધિ એવો અસંતતદિક્ક સાધુ આદિ. અવધિદ્યોતિતક્ષેત્રના મધ્યે પણ રહેલો સર્વતઃ જોતો નથી અર્થાત- મોદી વાડવા ગા.૭૪૯ થી જે પૂર્વે જણાવેલો ૨ પ્રકારનો બાહ્યાવધિ, ફકાવધિ અને અસંબદ્ધવલયાકારક્ષેત્ર પ્રકાશાવધિવાળો છે. તેવા અવધિવાળા સાધુ આદિ અવધિ ઉપલબ્ધ ક્ષેત્રના અંદર રહેલો પણ સર્વત જોતો નથી. કારણ અંતરાલ દેખાતું નથી તેથી સર્વ દિશા-વિદિશાઓમાં નિરંતર જોઈ શકતા નથી એટલે તેના વ્યવચ્છેદ માટે પસ્થતિ સર્વત: એમ કરવું.