________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
મિશ્રઅવધિ :- ઉત્પન્ન થયેલા જે અવધિનો દેશ સ્વામિ સાથે અન્યત્ર જાય છે તથા એક દેશ તો પ્રદેશાન્તરમાં ચાલેલા પુરુષની નીકળેલી એક આંખની જેમ અન્યત્ર જતો નથી, એ મિશ્ર કહેવાય છે તે ત્રણે પ્રકારનો અવધિ મનુષ્ય-તિર્યંચમાં હોય છે.
(૫) અવસ્થિત દ્વાર
૨૬૨
અવસ્થિત ત્રણ પ્રકારે-ક્ષેત્રથી, ઉપયોગથી, લબ્ધિથી હોય છે.
(૧) ક્ષેત્રથી :- અવધિના આધાર પર્યાયથી ક્ષેત્રનું અવસ્થાન ૩૩ સાગરોપમ કાલને આશ્રયીને હોય છે અર્થાત્-અનુત્તરદેવો જે ક્ષેત્રમાં જન્મ સમયે અવગાઢ હોય છે. ત્યાંજ ભવના ક્ષય સુધી રહે છે. એટલે તેમના સંબંધિ અધિનું એક ક્ષેત્રમાં ૩૩ સાગરોપમ રૂપ ઉત્કૃષ્ટકાલ અવસ્થાન હોય છે.
(૨) ઉપયોગથી ઃ- અવિધનો સુર-નારક-પુદ્ગલાદિક દ્રવ્યમાં દ્રવ્યવિષય ઉપયોગને આશ્રયીને ત્યાં અથવા અન્ય ક્ષેત્રમાં અંતઃમુહૂર્ત જ અવસ્થાન છે. ત્યારબાદ નથી. સામર્થ્યભાવાત્, તે જ દ્રવ્યમાં જે પર્યાયો છે તેના લાભમાં એક પર્યાયથી પર્યાયાન્તરમાં સંચરતા અવિધના ઉપયોગમાં ૭-૮ સમય અવસ્થાન છે. તે ઉપર નથી કેટલાક કહે છે પર્યાયો ૨ પ્રકારના છે-ગુણો અને પર્યાયો, ત્યાં સહવર્તી ગુણો શુકલાદિ જાણવા. ક્રમવર્તી પર્યાયો નવા-પુરણાદિ જાણવા. ત્યાં ગુણોમાં ૮ સમય અવિધ ઉપયોગનું અવસ્થાન અને પર્યાયોમાં ૭ સમય છે. દ્રવ્ય સ્થૂળ છે તેથી ત્યાં અંતર્મુહૂર્ત તેના ઉપયોગની સ્થિતિ છે. ગુણો તેનાથી સૂક્ષ્મ છે. એટલે તે ૮ સમય સ્થિતિ છે, ગુણોથી પર્યાયો સૂક્ષ્મ છે એટલે તેમાં ૭ સમય સ્થિતિ છે.
(૩) લબ્ધિથી :- અદ્વાવ્ અવઢ્ઢાળ ગા.૭૧૮ અહીં અહ્વા એટલે અવિધ જ્ઞાનાવરણ ક્ષયોપશમલાભ રૂપ લબ્ધિ. તે ત્યાં/અન્યત્ર ક્ષેત્રમાં તે/અન્ય દ્રવ્યાદિમાં ઉપયુક્ત કે અનુપયુક્ત ને હોય છે એટલે આ અવધિજ્ઞાનાવરણક્ષયોપશમ લાભરૂપ લબ્ધિનું નિરંતર અવસ્થાન કહેવાનારી ભાષ્યની યુક્તિથી ૬૬ સાગરોપમ કાળને આશ્રયીને હોય છે. મનુષ્યભવ સંબંધિ કાળથી એ અધિક જાણવા એ અવધિનું દ્રવ્યાદિમાં ઉપયોગનું અને લબ્ધિનું અંતર્મુહૂર્ત અવસ્થાન ઉત્કૃષ્ટ જાણવું. જઘન્યથી એક જ સમય માનવો. ત્યાં ન૨-તિર્યંચોનો સમયથી ઉપર પ્રતિપાત કે અનુપયોગથી જાણવો. દેવનારકોનો તો જેમને ભવના ચરમસમયે સમ્યક્ત્વના લાભથી વિભંગજ્ઞાન અવધિરૂપે પરિણમે છે. ત્યારબાદ મરેલાને તે અવધિજ્ઞાન નષ્ટ થાય છે ત્યારે તેમનું એ અવધિજ્ઞાન એક સમયનું જાણવું.